ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

ChatGPT DeepSeekને લઇ મોટા સમાચાર, કેન્દ્ર સરકારે આપ્યો સખ્ત આદેશ!

ભારત સરકાર દ્વારા એક આદેશ જાહેર કરવામાં આવ્યો સરકારી કર્મચારીઓને AI પ્લેટફોર્મ અંગે આપી માહિતી  સરકારી ફાઇલોનો ડેટા લીક થવાનો ભય ChatGPT DeepSeek: ભારત સરકાર દ્વારા એક આદેશ જાહેર કરવામાં આવ્યો છે, જેમાં સરકારી કર્મચારીઓને AI એપ્સ અને AI...
10:48 AM Feb 05, 2025 IST | Hiren Dave
ભારત સરકાર દ્વારા એક આદેશ જાહેર કરવામાં આવ્યો સરકારી કર્મચારીઓને AI પ્લેટફોર્મ અંગે આપી માહિતી  સરકારી ફાઇલોનો ડેટા લીક થવાનો ભય ChatGPT DeepSeek: ભારત સરકાર દ્વારા એક આદેશ જાહેર કરવામાં આવ્યો છે, જેમાં સરકારી કર્મચારીઓને AI એપ્સ અને AI...

ChatGPT DeepSeek: ભારત સરકાર દ્વારા એક આદેશ જાહેર કરવામાં આવ્યો છે, જેમાં સરકારી કર્મચારીઓને AI એપ્સ અને AI પ્લેટફોર્મ અંગે જરૂરી માહિતી આપવામાં આવી છે. નાણા મંત્રાલય દ્વારા જાહેર કરાયેલા એક આદેશમાં સરકારી કર્મચારીઓને કહેવામાં આવ્યું હતું કે, કેટલાક કર્મચારીઓ ઓફિસના કમ્પ્યુટર અને લેપટોપમાં AI એપ્સ (જેમ કે ChatGPT, DeepSeek વગેરે) નો ઉપયોગ કરે છે, જે ભારત સરકારના ગુપ્ત દસ્તાવેજો અને ડેટા માટે જોખમી સાબિત થઈ શકે છે.

ભારતમાં ઘણી વિદેશી AI એપ્સ હાજર

વિગતો મુજબ ભારતમાં ઘણી વિદેશી AI એપ્સ ઉપલબ્ધ છે જેમાં ChatGPT, DeepSeek અને Google Gemini વગેરે નામોનો સમાવેશ થાય છે. ભારતમાં ઘણા લોકો તેમનું કામ સરળ બનાવવા માટે તેનો ઉપયોગ કરે છે. ડિવાઇસ પર AI એપ્સ અથવા ટૂલ્સ ઇન્સ્ટોલ કર્યા પછી તેઓ જરૂરી પરવાનગીઓની ઍક્સેસ માંગે છે. આવી સ્થિતિમાં સરકારી ફાઇલોનો ડેટા લીક થવાનો ભય રહે છે.

આ પણ  વાંચો-'ડીપસીક'ને ટક્કર આપશે ChatGPTનું 'ડીપ રિસર્ચ' ટૂલ, ટેક્સ્ટની સાથે ઈમેજ-વીડિયોમાં માહિતી આપશે

શું તમે જાણો છો કઈ રીતે કામ કરે છે AI ?

AI એપ્સ અને AI ચેટબોટની મદદથી ઘણા લોકો પત્રો, લેખો અથવા અનુવાદ વગેરે લખવાનું કામ પ્રોમ્પ્ટ આપીને કરી શકે છે. ઘણા લોકો તેનો ઉપયોગ પ્રેઝન્ટેશન વગેરેમાં પણ કરે છે. અહીં વપરાશકર્તાઓએ એક સરળ ટેક્સ્ટ પ્રોમ્પ્ટ આપવો પડશે.

આ પણ  વાંચો-AI નો ઉપયોગ કરીને Child Abuse કન્ટેન્ટ બનાવવામાં આવશે, તો સજા થશે

લોકપ્રિય છે DeepSeek

ચાઇનીઝ સ્માર્ટઅપ DeepSeek એ તાજેતરમાં લોકપ્રિયતા મેળવી છે અને આ સ્ટાર્ટઅપે તેની પોષણક્ષમ કિંમતને કારણે ઉદ્યોગમાં હલચલ મચાવી છે. આ ચીની સ્ટાર્ટઅપ લગભગ 20 મહિના પહેલા શરૂ થયું હતું. 20 જાન્યુઆરી, 2025ના રોજ DeepSeek આર1 ચેટબોટ અચાનક ખૂબ જ લોકપ્રિય બન્યું અને જૂની AI કંપનીઓના ઘણા રેકોર્ડ તોડી નાખ્યા.

Tags :
AI privacy issuesAI tools restrictionchatgpt AI tools ban In indiaChatGPT government bancyber security concernsdata security IndiaDeepSeek ban
Next Article