AI News: ChatGPT મેકર OpenAI અપાવશે પસંદગીની નોકરી, દરેકને AI થી થશે ફાયદો
- AI News: ChatGPT બનાવતી OpenAI દ્વારા એક નવી અને મોટી તૈયારી શરૂ
- આગામી દિવસોમાં, કંપની AI સંચાલિત ભરતી પ્લેટફોર્મનું અનાવરણ કરશે
- આ પ્લેટફોર્મ કંપની અને કર્મચારીઓને નજીક લાવવામાં મદદ કરશે
AI News: ChatGPT બનાવતી OpenAI દ્વારા એક નવી અને મોટી તૈયારી શરૂ કરવામાં આવી છે. આગામી દિવસોમાં, કંપની AI સંચાલિત ભરતી પ્લેટફોર્મનું અનાવરણ કરશે. આ પ્લેટફોર્મ કંપની અને કર્મચારીઓને નજીક લાવવામાં મદદ કરશે, આ કંપનીઓને સારા કર્મચારીઓ અને લોકોને તેમની પસંદગીની નોકરી શોધવાની તક આપશે.
આગામી પ્રોડક્ટનું નામ OpenAI Jobs Platform હશે
આગામી પ્રોડક્ટનું નામ OpenAI Jobs Platform હશે. એકવાર આ પ્લેટફોર્મ લાઇવ થઈ જાય, પછી તે LinkedIn સાથે સીધી સ્પર્ધા કરશે. આ માહિતી એક અહેવાલથી મળી છે. જો કે, LinkedIn તરફથી હજુ સુધી આ અંગે કોઈ સત્તાવાર નિવેદન આવ્યું નથી. તમને જણાવી દઈએ કે LinkedIn વિશ્વભરમાં એક લોકપ્રિય પ્લેટફોર્મ છે. OpenAI પ્રવક્તાએ એક અહેવાલમાં જણાવ્યું છે કે કંપની આવતા વર્ષે એટલે કે 2026 માં એક નવી પ્રોડક્ટ લોન્ચ કરવા જઈ રહી છે, જે લોકોને નોકરી અપાવવા માટે કામ કરશે. જો કે, તેની સમગ્ર પ્રક્રિયા શું હશે તેની માહિતી આગામી દિવસોમાં ઉપલબ્ધ થશે.
AI News: આગામી ઉત્પાદનની લોન્ચ તારીખ હજુ સુધી જાહેર કરવામાં આવી નથી
ઓપનએઆઈ કંપનીમાં એપ્લિકેશન ડિવિઝનના સીઈઓ ફિદજી સિમોએ ગુરુવારે એક બ્લોગપોસ્ટમાં જણાવ્યું હતું કે એઆઈની મદદથી કંપનીઓ તેમની જરૂરિયાતો સમજી શકશે અને કયા ઉમેદવાર તેમનું કાર્ય પૂર્ણ કરી શકશે, તે ઉમેદવારોને ઇન્ટરવ્યુ માટે બોલાવવામાં આવશે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે નાના વ્યવસાયો અથવા સ્થાનિક વહીવટને આનો ફાયદો થશે. જોકે, આ આગામી ઉત્પાદનની લોન્ચ તારીખ હજુ સુધી જાહેર કરવામાં આવી નથી.
ChatGPT ઉપરાંત અન્ય ઉત્પાદનો પણ હશે
તેના મૂળ ઉત્પાદન ચેટજીપીટી ઉપરાંત, ઓપનએઆઈ હવે અન્ય સેગમેન્ટમાં પણ વિસ્તરણ કરવા જઈ રહ્યું છે. આગામી દિવસોમાં નવા ઉત્પાદનો લોન્ચ કરવામાં આવશે. તમારી માહિતી માટે, અમે તમને જણાવી દઈએ કે ઓપનએઆઈનું ભરતી પ્લેટફોર્મ લિંક્ડઇન સાથે સીધી સ્પર્ધા કરશે, જેના સહ-સ્થાપક રીડ હોફમેન હતા. Microsoft LinkedIn ની પણ માલિકી ધરાવે છે.
આ પણ વાંચો: Trending Video: 52 વર્ષની ઉંમરે MBA, દીકરાએ પિતાને માસ્ક પહેરીને આપી સરપ્રાઈઝ પાર્ટી તો Video Viral થયો


