Fact Check : છઠ પૂજા પર લકી ડ્રોના નામે ભરમાવતી લિંક વાયરલ, સત્ય જાણી લો
- છઠ પૂજાના બહાને ગઠિયાઓ મેદાને આવ્યા
- લકી ડ્રોના નામે ફેક લિંક વોટ્સએપ પર વાયરલ કરી
- PIBFACTCHECK દ્વારા હકીકત તપાસવામાં આવી
Fact Check : દરરોજ, કોઈને કોઈ વિડીયો કે ફોટો સોશિયલ મીડિયા (Social Media) પર વાયરલ (Viral Content) થાય છે. આમાં મોટા ભાગના સાહિત્યને સત્ય સાથે કોઈ સંબંધ હોતો નથી, અથવા તો, ખોટા અથવા ભ્રામક દાવાઓ (Fake Claim) સાથે પોસ્ટ્સ અને વીડિયો વાયરલ કરવામાં આવે છે. એ જ રીતે, તાજેતરમાં વાયરલ થયેલી સોશિયલ મીડિયા પ્લેટફોર્મ વોટ્સએપ (Fake WhatsApp Link) પર એક નકલી લિંક દાવો કરી રહી છે કે, ભારતીય ટપાલ વિભાગ (Indian Postal Department Luck Draw - Fake News) લકી ડ્રો દ્વારા રૂ 20,000 ની સબસિડી આપી રહ્યું છે. જ્યારે PIBFACTCHECK દ્વારા હકીકત તપાસવામાં આવી ત્યારે તે લિંક સંપૂર્ણપણે નકલી બહાર આવ્યું છે.
View this post on Instagram
શું વાયરલ થઈ રહ્યું છે ?
સોશિયલ મીડિયા પ્લેટફોર્મ વોટ્સએપ પર એક નકલી લિંક દાવો કરી રહી છે કે, ભારતીય ટપાલ વિભાગ લકી ડ્રો દ્વારા રૂ. 20,000 ની સબસિડી આપી રહ્યું છે. આ લિંક વોટ્સએપ પર આગની જેમ વાયરલ થઈ રહી છે. અને લોકો એકબીજાને ફાયદો કરાવવાના આશયથી તેનો વ્યાપક પ્રમાણમાં ફેલાવો કરી રહ્યા છે. જો કે, આ લિંક પાછળનું સત્ય લોકોની માન્યતાથી તદ્દન વિપરીત છે.
આ રીતે સત્ય શોધાયું
પ્રેસ ઇન્ફર્મેશન બ્યુરો (PIB) એ "ઇન્ડિયા પોસ્ટ છઠ પૂજા સબસિડી" નામથી વોટ્સએપ પર કરવામાં આવેલા આ દાવાની હકીકત તપાસ કરી છે. PIB ફેક્ટ-ચેકમાં (PIBFACTCHECK) બહાર આવ્યું કે, આ દાવો સંપૂર્ણપણે ખોટો છે. ભારતીય પોસ્ટ ઓફિસનો આવી કોઈ સબસિડી કે લકી ડ્રો સાથે કોઈ સંબંધ નથી.
ખોટી માહિતી પર ધ્યાન ના આપો
PIBFACTCHECK માં તેમ પણ બહાર આવ્યું કે, ભારતીય ટપાલ વિભાગ કોઈ સબસિડી કે લકી ડ્રો નથી કરી રહ્યું. તેથી, લોકોને સલાહ આપવામાં આવે છે કે, તેઓ બધી ખોટી અને ગેરમાર્ગે દોરનારી માહિતીથી સાવધ રહે અને આવી ખોટી માહિતી પર ધ્યાન ના આપે. ઉપરાંત, સામાન્ય લોકોમાં ખોટી માહિતી ફેલાવવાના ઈરાદાથી બનાવવામાં આવતા સંદેશાઓ શેર ના કરો. કોઈપણ સમાચાર પર વિશ્વાસ કરતા પહેલા અથવા શેર કરતા પહેલા, હંમેશા સત્તાવાર સ્ત્રોતોમાંથી તેની પુષ્ટિ કરવી જોઇએ. કેન્દ્ર સરકાર સંબંધિત સાચી અને અધિકૃત માહિતી અથવા વિવિધ જાહેર કલ્યાણ યોજનાઓ વિશેની સત્તાવાર માહિતી માટે, ફક્ત સત્તાવાર વેબસાઇટ્સની મુલાકાત લો.
આ પણ વાંચો ----- AI ચેટબોટને "Please" અને "Thank You" કહેવાનું ટાળો, જાણો નુકશાન


