Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Donald Trump એક્ઝિક્યુટીવ ઓર્ડર કર્યો પાસ,ફરી TikTok ની થઈ વાપસી

અમેરિકામાં ટિક-ટોકની સર્વિસ ફરી શરૂ થઈ ડોનાલ્ડ ટ્રમ્પે એક્ઝિક્યુટીવ ઓર્ડર કર્યો પાસ ટિક-ટોક પર 170 મિલિયન ફોલોઅર્સ Donald Trump: અમેરિકામાં ટિક-ટોકની સર્વિસ ફરી શરૂ થઈ ગઈ છે. ટિક-ટોકની પેરન્ટ કંપની બાઇટડાન્સ દ્વારા રવિવારે તેમની સર્વિસને અમેરિકામાં બંધ કરી દેવામાં...
donald trump એક્ઝિક્યુટીવ ઓર્ડર કર્યો પાસ ફરી tiktok ની થઈ વાપસી
Advertisement
  • અમેરિકામાં ટિક-ટોકની સર્વિસ ફરી શરૂ થઈ
  • ડોનાલ્ડ ટ્રમ્પે એક્ઝિક્યુટીવ ઓર્ડર કર્યો પાસ
  • ટિક-ટોક પર 170 મિલિયન ફોલોઅર્સ

Donald Trump: અમેરિકામાં ટિક-ટોકની સર્વિસ ફરી શરૂ થઈ ગઈ છે. ટિક-ટોકની પેરન્ટ કંપની બાઇટડાન્સ દ્વારા રવિવારે તેમની સર્વિસને અમેરિકામાં બંધ કરી દેવામાં આવી હતી. જોકે ડોનાલ્ડ ટ્રમ્પે (Donald Trump:)એક્ઝિક્યુટીવ ઓર્ડર પાસ કરીને ફરી સર્વિસ શરૂ કરી દીધી છે.

ટ્રમ્પનો માન્યો આભાર

ટિક-ટોક દ્વારા ડોનાલ્ડ ટ્રમ્પનો આભાર માનવામાં આવ્યો છે. ટિક-ટોકના સર્વિસ પ્રોવાઇડરને જરૂરી તમામ માહિતી આપી હતી અને તેમને સાંત્વના પણ આપી હોવાથી સર્વિસને ફરી શરૂ કરવામાં આવી છે. આ વિશે કંપનીએ સ્ટેટમેન્ટમાં કહ્યું હતું કે ‘અમે પ્રેસિડન્ટ ટ્રમ્પનો આભાર માનીએ છીએ કે તેમણે અમને જરૂરી તમામ માહિતી આપી છે. આ સાથે જ એ વાતની ખાતરી આપી છે કે તેમના સર્વિસ પ્રોવાઇડરને કોઈ પણ પેનલ્ટી ભરવી નહીં પડે. ટિક-ટોક પર 170 મિલિયન ફોલોઅર્સ છે અને 7 મિલિયન સ્મોલ બિઝનેસ કામ કરી રહ્યો છે.

Advertisement

Advertisement

આ પણ  વાંચો-જોરદાર! JIO કરતા પણ સસ્તો પ્લાન અને બમણો ડેટા ઉપરાંત અનેક ફાયદા

સેન્સરશિપ વિરુદ્ધ ડોનાલ્ડ ટ્રમ્પ

ટિક-ટોક પર સેન્સરશિપ લગાવવામાં આવશે એવી વાતો ચાલી હતી કારણ કે કંપની પર એવો આરોપ મૂકવામાં આવ્યો હતો કે તે યુઝરના ડેટા કલેક્ટ કરે છે. કંપની દ્વારા એ વિશે વાંધો ઉઠાવવામાં આવ્યો હતો. આ સાથે જ કંપનીએ પણ ટ્રમ્પ સાથે મળીને ભવિષ્યના બિઝનેસ સાથે કરવા માટેની વાત કરી હતી. ટ્રમ્પ દ્વારા એ પણ કહેવામાં આવ્યું હતું કે પોતાની ઇનોગ્રેશન દરમિયાન બ્રોડકાસ્ટિંગ માટે આ પ્લેટફોર્મની પણ તેને જરૂર છે.

આ પણ  વાંચો-Aadhaar Card તમને કોઈપણ દસ્તાવેજો વિના લોન મેળવવામાં મદદ કરશે

ટિક-ટોક થયું ધીમે-ધીમે શરૂ

ટિક-ટોક દ્વારા સર્વિસ બંધ કરી દેવામાં આવી હતી. જોકે તેમણે પોતાની સર્વિસ ધીમે-ધીમે ફરી શરૂ કરી છે. સૌથી પહેલાં તેમણે વેબ-બ્રાઉઝર દ્વારા સર્વિસ શરૂ કરી હતી. ત્યાર બાદ કેટલાક યુઝર દ્વારા મોબાઇલ દ્વારા એનો ઉપયોગ કરી શક્યા હતા. જોકે આ એપ્લિકેશન હજી પણ એપલ અને ગૂગલ સ્ટોર પર ઉપલબ્ધ નથી.

આ પણ  વાંચો-RBI દ્વારા મજબૂત વ્યવસ્થા! બેંકિંગ છેતરપિંડીથી રાહત મળશે

ટિક-ટોક માટે ટ્રમ્પની ઓફર

ટ્રમ્પ દ્વારા ટિક-ટોકને એક ઓફર આપવામાં આવી છે. અમેરિકાના યુનિટમાં 50 ટકા બાઇટડાન્સ અને 50 ટકા અમેરિકાનો હિસ્સો હોય એવી ઓફર આપી છે. આથી બન્ને દેશને એનો ફાયદો રહે છે. આ પાર્ટનરશિપ દ્વારા ટિક-ટોક પર જે પણ આરોપ લાગ્યા છે એ નીકળી શકે છે અને અમેરિકામાં એ સરળતાથી કામ કરી શકે છે.

Tags :
Advertisement

.

×