Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

જાણો ડ્રાઇવિંગ લાયસન્સ વગરના ઇલેક્ટ્રિક સ્કૂટર વિશે, 150 kmની રેન્જ, 52 હજાર રૂપિયા કિંમત

અહીં અમે તમને લો સ્પીડથી લઈને હાઈ સ્પીડ સ્કૂટર વિશે માહિતી આપી રહ્યા છીએ જે તમારા માટે બેસ્ટ ઓપ્શન સાબિત થઈ શકે છે.
જાણો ડ્રાઇવિંગ લાયસન્સ વગરના ઇલેક્ટ્રિક સ્કૂટર વિશે  150 kmની રેન્જ  52 હજાર રૂપિયા કિંમત
Advertisement
  • રોજિંદા ઉપયોગ માટે સ્કૂટર શ્રેષ્ઠ વિકલ્પ
  • સ્કૂટર બાઇક કરતાં વધુ જગ્યા આપે છે
  • લો સ્પીડથી લઈને હાઈ સ્પીડ સ્કૂટર વિશે માહિતી
  • બજેટ અને જરૂરિયાત મુજબ સ્કૂટર મળી જશે

અહીં અમે તમને લો સ્પીડથી લઈને હાઈ સ્પીડ સ્કૂટર વિશે માહિતી આપી રહ્યા છીએ જે તમારા માટે બેસ્ટ ઓપ્શન સાબિત થઈ શકે છે.

બજેટ અને જરૂરિયાત મુજબ મળી જશે સ્કૂટર

Best Electric Scooter: આ વર્ષે ભારતમાં દરેક સેગમેન્ટમાં ઈલેક્ટ્રીક સ્કૂટર લોન્ચ કરવામાં આવ્યા છે. બજેટ અને જરૂરિયાત મુજબ સ્કૂટર મળી જશે. રોજિંદા ઉપયોગ માટે સ્કૂટરને શ્રેષ્ઠ વિકલ્પ માનવામાં આવે છે. સ્કૂટર તમને બાઇક કરતાં વધુ જગ્યા આપે છે. જો તમે સસ્તું ઇલેક્ટ્રિક સ્કૂટર ખરીદવાનું વિચારી રહ્યા છો, તો અહીં અમે તમને ઓછી સ્પીડથી હાઇ સ્પીડ સ્કૂટર વિશે માહિતી આપી રહ્યા છીએ જે તમારા માટે શ્રેષ્ઠ વિકલ્પ સાબિત થઈ શકે છે.

Advertisement

Komaki XGT KM

આ એક લો સ્પીડ ઇલેક્ટ્રિક સ્કૂટર છે જે રોજિંદા ઉપયોગ માટે સારો વિકલ્પ સાબિત થઈ શકે છે. આ સ્કૂટરમાં 1.75KW LiFePO4 બેટરી પેક છે. આ સ્કૂટર સિંગલ ચાર્જમાં 60km થી 65kmની રેન્જ આપે છે. આ સ્કૂટરને ફુલ ચાર્જ થવામાં 4-5 કલાક લાગે છે. આ એક આરામદાયક સ્કૂટર સાબિત થઈ શકે છે. આ ઇલેક્ટ્રિક સ્કૂટરની કિંમત 59,000 રૂ છે.

Advertisement

સીટ નીચે 18 લિટર સ્ટોરેજ ઉપલબ્ધ

આ ઇલેક્ટ્રિક સ્કૂટરની સીટ નરમ હોય છે અને પાછળ બેસવાવાળાને સારી બેસવાની સુવિધા મળે છે. આ સ્કૂટરમાં અલ્ટ્રા બ્રાઇટ ફુલ LED લાઇટિંગ સિસ્ટમ છે જે રાત્રે વધુ સારી લાઇટિંગ આપશે. આ સિવાય તેમાં BLDC મોટર, પાર્કિંગ આસિસ્ટ, ક્રૂઝ કંટ્રોલ, ડિજિટલ મીટર, ફ્રન્ટ ડિસ્ક બ્રેક, કીલેસ એન્ટ્રી, મોબાઇલ ચાર્જિંગ પોઇન્ટ અને એન્ટી જેવા ફીચર્સ છે. તેની સીટ નીચે 18 લિટર સ્ટોરેજ ઉપલબ્ધ છે.

આ પણ વાંચો: INDIA: TRAIની મોટી રાહત, કરોડો મોબાઈલ યુઝર્સને થશે ફાયદો

લોહિયા ફેમ

લોહિયા ઓટોનું ફેમ ઇલેક્ટ્રિક સ્કૂટર રોજિંદા ઉપયોગ માટે સારો વિકલ્પ છે. તે સસ્તુ અને વિશ્વસનીય પણ છે. લોહિયા ફેમ ઇલેક્ટ્રિક સ્કૂટર 29 AH ક્ષમતાની લિથિયમ-આયન બેટરીથી સજ્જ છે જે સંપૂર્ણ ચાર્જ પર 70 કિમીની રેન્જ આપે છે. આ સ્કૂટરની ટોપ સ્પીડ 25 કિમી પ્રતિ કલાક છે. આ સ્કૂટર ચલાવવા માટે કોઈ લાયસન્સ કે રજીસ્ટ્રેશનની જરૂર નથી. આ સ્કૂટરને ફુલ ચાર્જ થવામાં 4.5-5 કલાકનો સમય લાગે છે. આ સ્કૂટરની કિંમત 52,000 રૂ છે.

સોકુડો એક્યુટ

Sokudo Electric Indiaનું એક્યુટ ઇલેક્ટ્રિક સ્કૂટર એક સારો વિકલ્પ છે. પરંતુ તે હાઇ સ્પીડ અને હાઇ રેન્જનું સ્કૂટર છે. તેમાં 3.1 kWh લિથિયમ બેટરી છે. આ સ્કૂટર સિંગલ ચાર્જ પર 150 કિમી સુધીની રેન્જ આપે છે અને તેને ફુલ ચાર્જ થવામાં 4-5 કલાકનો સમય લાગે છે. આ સ્કૂટરની કિંમત 1,04,890 રૂ છે. આ સ્કુટર પર 3 વર્ષ / 30,000 કિમીની વોરંટી પણ મળી રહી છે. તેમાં લગાવેલી બેટરી આગ-પ્રતિરોધક છે. આ સ્કૂટરની ટોપ સ્પીડ 70 કિમી પ્રતિ કલાક છે. યુવાનો અને પરિવાર વર્ગને આ સ્કૂટર ગમશે. આ ઇલેક્ટ્રિક સ્કૂટરની કિંમત 1,04,890 રૂપિયા છે.

હીરો ઇલેક્ટ્રિકનું ઓપ્ટિમા CX 5.0

હીરો ઇલેક્ટ્રિકનું ઓપ્ટિમા CX 5.0 એક શાનદાર ઇલેક્ટ્રિક સ્કૂટર છે. દૈનિક ઉપયોગ માટે આ એક સારો વિકલ્પ બની શકે છે. તેની બેટરી ક્ષમતા 3 kWh છે જે ફુલ ચાર્જ પર 135 કિમીની રેન્જ આપે છે અને તેની ટોપ સ્પીડ 55 કિમી/કલાક છે. આ સ્કૂટરને ફુલ ચાર્જ થવામાં 6.5 કલાકનો સમય લાગે છે. તે 1200-1900 વોટની ક્ષમતાવાળી મોટર પર ચાલે છે. આ ઇલેક્ટ્રિક સ્કૂટરની કિંમત 104,360 રૂપિયા છે.

આ પણ વાંચો:   1 જાન્યુઆરીથી આ સ્માર્ટફોનમાં વોટ્સએપ નહીં ચાલે,વાંચો અહેવાલ

Tags :
Advertisement

.

×