Gemini સપોર્ટ સાથે Google Pixel Watch 4 લોન્ચ, સાથે Buds Pro 2 પણ..! જાણો કિંમત અને ફીચર્સ
- Google Pixel Watch 4 ભારતમાં લોન્ચ, જાણો કિંમત અને ફીચર્સ
- Made by Google Event : Pixel Watch 4 અને નવા earbuds લોન્ચ
- Gemini AI સાથેની Google Pixel Watch 4 હવે ભારતમાં
- હેલ્થ ટ્રેકિંગ અને 40 કલાક બેટરી સાથે Google Pixel Watch 4
- કર્વ્ડ ડિસ્પ્લે અને Snapdragon W5 Gen 2 સાથે Pixel Watch 4 લોન્ચ
Google Pixel Watch 4 and Buds Pro 2 : ટેક જગતમાં Google એ ફરી એક વાર પોતાની નવી સ્માર્ટવોચ અને ઇયરબડ્સ (Smartwatches and earbuds) સાથે એન્ટ્રી કરી છે. બુધવારે સાંજે યોજાયેલા Made by Google Event દરમિયાન કંપનીએ Google Pixel Watch 4 લોન્ચ કરી, જે ડિઝાઇનમાં મોટા ભાગે અગાઉના મોડલ Pixel Watch 3 જેવી જ છે, પરંતુ તેમાં અનેક નવા ફીચર્સ અને અપગ્રેડ્સ આપવામાં આવ્યા છે. આ નવી સ્માર્ટવોચ બે અલગ સાઇઝમાં ઉપલબ્ધ થશે અને સાથે જ તેમાં Gemini AI નો ઝડપી એક્સેસ પણ આપવામાં આવ્યો છે.
સરળ વોઇસ એક્સેસ અને હેલ્થ ફીચર્સ
Google Pixel Watch 4 નો એક ખાસ ફીચર એ છે કે Users ફક્ત હાથ ઉંચો કરતા જ Voice Assistant નો ઉપયોગ કરી શકે છે. સાથે જ આ Smartwatch માં 40થી વધુ વર્કઆઉટ મોડ્સ આપવામાં આવ્યા છે, જે Fitness Lovers માટે ઉપયોગી સાબિત થશે. સ્વાસ્થ્ય પર ધ્યાન રાખવા માટે વોચમાં ECG (Electrocardiogram), SpO2 મોનિટરિંગ, HRV (Heart Rate Variability) અને શ્વાસની ક્રિયાની ડિટેક્શન જેવી એડવાન્સ હેલ્થ સુવિધાઓ ઉપલબ્ધ છે. બેટરી બેકઅપની વાત કરીએ તો એક વખત ચાર્જ કર્યા પછી વોચ 40 કલાક સુધી સતત ઉપયોગ કરી શકાય છે.
કિંમત અને વર્ઝન્સ
ભારતમાં Google Pixel Watch 4 ની કિંમત ₹39,900 થી શરૂ થાય છે, જે 41mm Wi-Fi વેરિઅન્ટ માટે છે. બીજી તરફ, 45mm ડાયલ વેરિઅન્ટની કિંમત ₹43,900 રાખવામાં આવી છે. કંપનીએ અમેરિકાના માર્કેટ અને કેટલાક અન્ય દેશોમાં આ સ્માર્ટવોચનું LTE વર્ઝન પણ લોન્ચ કર્યું છે. ગ્રાહકો માટે આ સ્માર્ટવોચ ઘણા રંગોના વિકલ્પોમાં ઉપલબ્ધ રહેશે.
ડિસ્પ્લે અને પરફોર્મન્સ
Pixel Watch 4 માં પાછલા વર્ઝનની જેમ કર્વ્ડ ડિસ્પ્લે આપવામાં આવ્યું છે, પરંતુ આ વખતે બેઝલ અને બ્રાઇટનેસમાં સુધારા કરવામાં આવ્યા છે. તેમાં Actua 360 Always-On Display સપોર્ટ છે અને સ્ક્રીનની પીક બ્રાઇટનેસ 3000 nits સુધી પહોંચી શકે છે, જેના કારણે વધારે તડકો હોવા છતા પણ સ્ક્રીન સ્પષ્ટ દેખાય છે. પરફોર્મન્સ માટે આ વોચમાં Snapdragon W5 Gen 2 પ્રોસેસર આપવામાં આવ્યું છે. તેમાં Smart Reply સાથે Gemini નો ક્વિક એક્સેસ પણ છે, જે Users Experience ને વધુ સ્માર્ટ બનાવે છે. વોચ Material 3 Expressive UI પર કાર્ય કરે છે.
નવા ઈયરબડ્સનું લોન્ચ
સ્માર્ટવોચ સાથે ગૂગલે પોતાના નવા ઇયરબડ્સ પણ લોન્ચ કર્યા છે. કંપનીએ Google Pixel Buds 2a ભારતમાં ₹12,999 ના ભાવ સાથે લોન્ચ કર્યા છે, જેને ગ્રાહકો Flipkart પરથી ખરીદી શકે છે. આ ઉપરાંત, Pixel Buds Pro 2 પણ લોન્ચ થયા છે, જેની કિંમત ₹22,900 છે. આ પ્રીમિયમ વર્ઝન ફક્ત એક જ રંગ વિકલ્પમાં ઉપલબ્ધ છે, જેને Moonstone નામ આપવામાં આવ્યું છે.
આ પણ વાંચો : AI News: એન્જિનિયરે AI સાથે એક મહિનાનું કામ 3 કલાકમાં પૂર્ણ કર્યું, આ ટૂલનો ઉપયોગ કર્યો


