Instagram પર મહત્વની રીલ ભૂલી જવાઇ, નવું ફીચર શોધકામ સરળ બનાવશે
- Instagram યુઝર્સ માટે નવું મજેદાર ફીચર્ચ લઇને આવ્યું છે
- અગાઉ જોયેલી રિલ્સને ફરી સરળતાથી શોધી શકાશે
- અત્યાર સુધી આ પ્રકારના વિકલ્પ માત્ર ફેસબુક અને યુ ટ્યુબ દ્વારા જ અપાતા હતા
Instagram Watch History : હવે તમે ઇન્સ્ટાગ્રામ પર પહેલા જોયેલી રીલ્સ ફરીથી જોઈ શકો છો. બધાયને ખબર છે કે, જૂની રીલો શોધવી ખૂબ જ મુશ્કેલ છે. ઇન્સ્ટાગ્રામે રીલ્સ માટે "Watch History" ફીચર રજૂ કર્યું છે. ચાલો ઇન્સ્ટાગ્રામ પર તમારા રીલ્સની વોચ હિસ્ટ્રી (Instagram Watch History) કેવી રીતે શોધવી અથવા અગાઉ જોયેલી રીલ્સ કેવી રીતે ફરીથી જોવી તે જાણીએ. આ ફીચર તમને પહેલા જોયેલી રીલ્સને સરળતાથી ફિલ્ટર કરવાની સાથે શોધવાની મંજૂરી આપે છે.
ઇન્સ્ટાગ્રામ પર વોચ હિસ્ટ્રી
ઇન્સ્ટાગ્રામે વોચ હિસ્ટ્રી (Instagram Watch History) નામની એક નવું ફીચર રજૂ કર્યું છે. તે ફેસબુક (Facebook) અને યુટ્યુબ (Youtube) પર જોવા મળતા વોચ હિસ્ટ્રી વિકલ્પ જેવું જ છે. પહેલા જોયેલી રીલ્સ હવે "વોચ હિસ્ટ્રી" (Instagram Watch History) વિકલ્પ દ્વારા શોધી શકાય છે. પહેલાં, એકવાર જોયેલી રીલ્સ ફરીથી શોધવી ખૂબ મુશ્કેલ હતી. જ્યાં સુધી તમને વ્યક્તિ અથવા એકાઉન્ટનું પ્રોફાઇલ નામ ખબર ના હોય ત્યાં સુધી રીલ્સ શોધવું કઠીન હતું. ઇન્સ્ટાગ્રામના વડા એડમ મોસેરી કહે છે કે, આ નવા વોચ હિસ્ટ્રીનો વિકલ્પ આ સમસ્યાનું હલ છે. તેમણે એમ પણ કહ્યું કે, આ નવી ફીચર સાથે, આપણે ન્યૂએસ્ટ ટુ ઓલ્ડેસ્ટ, ડેટ્સ અને ઓથર્સ જેવા ફિલ્ટર્સનો ઉપયોગ કરીને પહેલા જોયેલી રીલ્સ સરળતાથી શોધી શકીએ છીએ.
30 દિવસનો ડેટા જમા રહેશે
ચાલો જોઈએ કે ઇન્સ્ટાગ્રામ પર વોચ હિસ્ટ્રી (Instagram Watch History) કેવી રીતે એક્સેસ કરવી. સૌપ્રથમ, તમારા પ્રોફાઇલ પેજ પર જાઓ અને ઉપર જમણી બાજુએ મેનુ આઇકોન (ત્રણ લાઇન) પર ક્લિક કરો. ત્યાંથી, 'Your activity' વિકલ્પ પર ટેપ કરો. જ્યારે 'Your activity' ખુલે છે, ત્યારે ટેબ નીચે સ્ક્રોલ કરો. તમને 'How you use Instagram' હેઠળ ''Watch History વિકલ્પ દેખાશે. તેને પસંદ કરો અને પછી તમને જોઈતું ફિલ્ટર પસંદ કરીને રીલ્સ શોધો. જેમ અગાઉ ઉલ્લેખ કર્યો છે, નવીનતમ, તારીખ અને નિર્માતા દ્વારા શોધવા માટે ફિલ્ટર્સ છે. આ રીતે, વોચ હિસ્ટ્રી છેલ્લા 30 દિવસમાં જોવાયેલી રીલ્સ પ્રદર્શિત કરશે.
બિનજરૂરી રીલ્સ દૂર કરવાનો વિકલ્પ
જો તમે ઈચ્છો તો, તમે બિનજરૂરી રીલ્સને (Instagram Watch History) Watch History માંથી દૂર કરી શકો છો. આ કરવા માટે, સ્ક્રીનની ઉપર જમણી બાજુએ 'Select' વિકલ્પ પસંદ કરો. આ વોચ હિસ્ટ્રી ફીચર iOS અને Android પર આવી ગયું છે, પરંતુ હજુ સુધી ઇન્સ્ટાગ્રામના વેબ વર્ઝન પર આવ્યું નથી.
આ પણ વાંચો ----- Samsung Tri Fold Phone : ત્રણ ફોલ્ડ ધરાવતા Samsung ફોનની પહેલી ઝલક દુનિયા સમક્ષ આવી


