Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

ખરેખર જોરદાર છે આ ફીચર, તમારી બાજુમાં બેઠેલી વ્યક્તિ પણ નહીં વાંચી શકે વોટ્સએપ ચેટ

વિશ્વભરમાં 2 અબજથી વધુ લોકો વોટ્સએપ (WhatsApp) નો ઉપયોગ કરે છે. વોટ્સએપે ઇન્સ્ટન્ટ મેસેજિંગના ક્ષેત્રમાં ઘણા નવા ફેરફારો કર્યા છે. અન્ય કોઈ મેસેજિંગ એપનો ઉપયોગ કરવાને બદલે લોકો WhatsAppનો ઉપયોગ કરવાનું વધુ પસંદ કરે છે. વોટ્સએપ પર તમને ઘણી સારી સુવિધાઓ મળે છે. જોકે, ઘણી વખત આપણે ઓફિસ, ઘરે કે અન્ય કોઈ અગત્યના કામ માટે PC પર વોટ્સએપ પર લોગીન કરીએ છીએ. ત્યારે ઘણી વખત જ્યારે આપણું WhatsApp PC પર લોગીન રહે છે.
ખરેખર જોરદાર છે આ ફીચર  તમારી બાજુમાં બેઠેલી વ્યક્તિ પણ નહીં વાંચી શકે વોટ્સએપ ચેટ
Advertisement
વિશ્વભરમાં 2 અબજથી વધુ લોકો વોટ્સએપ (WhatsApp) નો ઉપયોગ કરે છે. વોટ્સએપે ઇન્સ્ટન્ટ મેસેજિંગના ક્ષેત્રમાં ઘણા નવા ફેરફારો કર્યા છે. અન્ય કોઈ મેસેજિંગ એપનો ઉપયોગ કરવાને બદલે લોકો WhatsAppનો ઉપયોગ કરવાનું વધુ પસંદ કરે છે. વોટ્સએપ પર તમને ઘણી સારી સુવિધાઓ મળે છે. જોકે, ઘણી વખત આપણે ઓફિસ, ઘરે કે અન્ય કોઈ અગત્યના કામ માટે PC પર વોટ્સએપ પર લોગીન કરીએ છીએ. ત્યારે ઘણી વખત જ્યારે આપણું WhatsApp PC પર લોગીન રહે છે. આવી સ્થિતિમાં, એ વાતનો ઘણો ખતરો છે કે અન્ય લોકો સ્ક્રીન પર તમારી વોટ્સએપ ચેટ ન જોઈ જાય. આજે અમે તમને એક ખૂબ જ અગત્યની વાત જણાવા જઈ રહ્યા છે જે વોટ્સએપના આ નવા ફીચર વિશે છે, તો આવો જાણીએ....
વોટ્સએપ (WhatsApp)ની સુરક્ષા માટે તમારે પ્રાઈવસી એક્સટેન્શન ઈન્સ્ટોલ કરવું પડશે. તે તમારા WhatsAppને સુરક્ષાનું વધારાનું સ્તર પ્રદાન કરવાનું કામ કરે છે. તમે ક્રોમ અને ફાયરફોક્સ બંને બ્રાઉઝર પર આ ખાસ પ્રકારના એક્સટેન્શનને ઇન્સ્ટોલ કરી શકો છો. આ એક્સટેન્શન તમારી WhatsApp ચેટ્સને બ્લર કરે છે. આવી સ્થિતિમાં, તમારી બાજુમાં બેઠેલી વ્યક્તિ તમારી વોટ્સએપ ચેટ જોઈ શકશે નહીં. જો તમે સાર્વજનિક સ્થળે અથવા કાર્યસ્થળ પર WhatsAppનો ઉપયોગ કરો છો. આ કિસ્સામાં, આ એક્સ્ટેંશન ખૂબ સારું છે. આમાં, જ્યાં સુધી તમે તમારું માઉસ અથવા પોઇન્ટર મેસેજ પર ખસેડો છો, ત્યાં સુધી તે બ્લર રહે છે. વળી, તમે સર્ચ બાર અથવા વિકલ્પમાંથી આ બ્લર ફંક્શનને ડિસેબલ પણ કરી શકો છો. આ એક્સ્ટેંશનમાં તમને અનેક પ્રકારની સુવિધાઓ મળે છે. જોકે, આ એક્સ્ટેંશન ડાઉનલોડ કરતા પહેલા, તેની વિશ્વસનીયતા તપાસવાની ખાતરી કરી લેવી ખૂબ જ જરૂરી છે.

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Tags :
Advertisement

.

×