હવે વોટ્સએપ પર જ AI ઇમેજ તૈયાર કરી શકાશે, જાણી લો Perplexity AI નું નવું ટુલ
- Perplexity AI એ Nano Banana Tool ને એકદમ સરળ બનાવ્યું
- કંપનીના સીઇઓએ લિંકડઇન પોસ્ટમાં વિગતો શેર કરી
- અનેકવિધ વિચારો સાથેની છબી તૈયાર કરી શકાશે
Perplexity AI Nano Banana Tool : Perplexity AI એ જાહેરાત કરી કે, AI પ્લેટફોર્મ વાયરલ AI-આધારિત ફોટો એડિટિંગ ટૂલ Gemini 2.5 Flash Image Model ને તેના WhatsApp બોટમાં જોડી દીધું છે, જેને Nano Banana તરીકે પણ ઓળખવામાં આવે છે. Perplexity એ હવે Nano Banana ટૂલને તેના પ્લેટફોર્મમાં જોડી દીધું છે, આ વાત કંપનીના સહ-સ્થાપક અને CEO, અરવિંદ શ્રીનિવાસે તેમના LinkedIn એકાઉન્ટ પર શેર કર્યો છે.
Nano Banana is available on Perplexity WhatsApp bot
+1 (833) 436-3285 https://t.co/FhAmdYqs9d
— Aravind Srinivas (@AravSrinivas) September 18, 2025
પ્રોમ્પ્ટની વિગતો પર આધારિત હશે
આ જોડાણ સાથે, વપરાશકર્તાઓ હવે WhatsApp પર Perplexity AI નો ઉપયોગ કરીને છબીઓ બનાવી શકશે. વપરાશકર્તાઓ સરળ ભાષાના પ્રોમ્પ્ટનો ઉપયોગ કરીને છબીઓ બનાવી શકશે. નોંધનીય છે કે, આઉટપુટની ગુણવત્તા મોટે ભાગે પ્રોમ્પ્ટની વિગતો પર આધારિત હશે. તેઓના LinkedIn પોસ્ટમાં, શ્રીનિવાસે એક નાનો વિડીયો શેર કર્યો છે. વિડીયોમાં, એક યુઝર ચેટબોટને ફોટામાં પોતાને ટાલ પાડવા માટે કહે છે. Perplexity બોટે માત્ર થોડી સેકંડમાં સચોટ આઉટપુટ ઉત્પન્ન કર્યું હોવાનું દેખાય છે.
WhatsApp Perplexity બોટમાં Nano Banana નો ઉપયોગ કેવી રીતે કરવો
સૌપ્રથમ, WhatsApp ખોલો અને Perplexity AI નો WhatsApp નંબર +1 (833) 436-3285 નો ઉમેરો કરો. એકવાર તમે છબી પસંદ કરી લો, પછી તેને અપલોડ કરો અને બદલાવ માટે માટે પૂછો.
છબીને રૂપાંતરિત કરવા માટે, તમે આવા સંકેતો આપી શકો છો
- છબીને સૂક્ષ્મ વિગ્નેટિંગ સાથે 1970 ના દાયકાના વિન્ટેજ દેખાવમાં ફેરવો
- વ્યક્તિને Pixar-શૈલીના કાર્ટૂન પાત્રમાં ફેરવો, પરંતુ પોઝ અને પોશાક એ જ રાખો
- વિષયને ખૂબ નાનો બનાવો
- વ્યક્તિને વાદળો વચ્ચે તરતા, ચમકતા અવકાશયાત્રી હેલ્મેટમાં મૂકો
- ચિત્રોને તેજસ્વી અને વિરોધાભાસી રંગો સાથે Andy Warhol ના પોપ-આર્ટ પ્રિન્ટમાં ફેરવો
આ પણ વાંચો ----- મિત્રો અને સંબંધીઓને મોકલો AI ટૂલ, Google લઇને આવ્યું આ ખાસ સુવિધા


