Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Ahmedabad Plane Crash: પીડિતોની યાદમાં ગૂગલે હોમપેજ પર લગાવી કાળી રિબિન

દેશ અને દુનિયામાં શોકની લાગણી ફેલાઇ છે ત્યારે દેશ આજે મૃતકોને શ્રદ્ધાંજલિ પાઠવી રહ્યો છે. ત્યારે ગૂગલે પણ પોતાના હોમપેજ પર બ્લેક રિબિન (Google black ribbon)મૂકીને પીડિતોને યાદ કર્યા
ahmedabad plane crash  પીડિતોની યાદમાં ગૂગલે હોમપેજ પર લગાવી કાળી રિબિન
Advertisement
  • અમદાવાદ વિમાન દુર્ઘટનાના પીડિતોને શ્રદ્ધાંજલિ
  • પીડિતોની યાદમાં ગુગલે કાળી રિબીન લગાવી
  • હોમપેજ પર કાળી રિબીન લગાવીને શ્રદ્ધાંજલિ આપી
  • એર ઈન્ડિયાનું વિમાન ક્રેશ થતા 265 લોકોના મોત
  • અમદાવાદથી લંડન જતી ફ્લાઈટ થઈ દુર્ઘટનાગ્રસ્ત

Ahmedabad Plane Crash : અમદાવાદમાં થયેલા પ્લેન ક્રેશને(Ahmedabad Plane Crash) લઇને દેશ અને દુનિયામાં શોકની લાગણી ફેલાઇ ગઇ છે.આ હિચકારી ઘટનાથી સૌ કોઇ ચકિત ગઇ ગયા છે. જિંદગી અણધારી છે, ક્યારે પણ કંઇ પણ થઇ શકે છે. આ બાબત આપણને પ્લેન દુર્ઘટનાથી સમજાઇ ગઇ છે. આખો દેશ આજે મૃતકોને શ્રદ્ધાંજલિ પાઠવી રહ્યો છે. ત્યારે ગૂગલે પણ પોતાના હોમપેજ પર બ્લેક રિબિન (Google black ribbon)મૂકીને પીડિતોને યાદ કર્યા.

ગૂગલે પીડિતોને આપી શ્રદ્ધાંજલિ

મહત્વનું છે કે અમદાવાદથી લંડન જતી ફ્લાઇટ ક્રેશ થવાથી 200થી વધારે લોકોના મોત થયા છે. એક જ યાત્રીનો જીવ બચ્યો છે. આ ઉપરાંત પ્લેન જ્યાં અથડાયુ ત્યાં રેસિડેન્ટ ડોક્ટર્સ અને વિદ્યાર્થીઓ હતા. તેઓને પણ ભયંકર નુકસાન થયુ છે. ઇજાગ્રસ્તોને સારવાર અર્થે ખસેડાયા છે. ઘણા લોકોએ તો પોતાનો જીવ પણ ગુમા્વી દીધો હતો.

Advertisement

Advertisement

આ પણ  વાંચો - AHMEDABAD : ગુજરાત ATS ને મળ્યું ડીવીઆર, દૂર્ઘટનાનું કારણ શોધવા તપાસ શરુ

Air indiaએ DP કર્યુ બ્લેક

ગુજરાતના અમદાવાદમાં એક મોટી હવાઈ દુર્ઘટના બની. અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પરથી ઉડાન ભર્યા પછી તરત જ એર ઈન્ડિયાનું વિમાન ક્રેશ થયું. આ વિમાન અમદાવાદ એરપોર્ટથી લંડનના ગેટવિક એરપોર્ટ માટે ઉડાન ભરી રહ્યું હતું. એર ઈન્ડિયાના વિમાન AI-171માં 242 મુસાફરો સવાર હતા. આ વિમાન દુર્ઘટના બાદ એર ઈન્ડિયાએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પરથી તેનું ડીપી અને બેકગ્રાઉન્ડ પિક્ચર હટાવી દીધું હતો. એર ઈન્ડિયાએ તેનો લોગો બ્લેક કરી દીધો હતો

આ પણ  વાંચો - Plane crash :અમદાવાદ પ્લેન ક્રેશમાં મુંબઈનો પરિવાર વિખેરાયો, 4 લોકોએ જીવ ગુમાવ્યા

દિગ્ગજો અમદાવાદમાં

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પ્લેનક્રેશ થવાને કારણે ક્ષતિગ્રસ્ત થયેલી મેડિકલ હોસ્ટેલ અને મેસ બિલ્ડિંગનું નિરીક્ષણ કર્યું હતું. આ મુલાકાતમાં વડાપ્રધાનની સાથે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, કેન્દ્રીય ઉડ્ડયન મંત્રી કિંજારાપ્પુ રામ મોહન નાયડુ, કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી. આર. પાટીલ, કેન્દ્રીય રાજ્ય ઉડ્ડયન મંત્રી મુરલીધર મોહોલ, ગુજરાતના નાગરિક ઉડ્ડયન મંત્રી બલવંતસિંહ રાજપૂત, ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી, રાજ્યમંત્રી જગદીશ વિશ્વકર્મા, મુખ્ય સચિવ પંકજ જોશી, ગૃહ વિભાગના અધિક મુખ્ય સચિવ મનોજકુમાર દાસ, રાજ્ય પોલીસ વડા વિકાસ સહાય સહિત વહીવટીતંત્રના ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Tags :
Advertisement

.

×