ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

હોન્ડાની ઑલ ન્યૂ Amaze 2024 ખરીદવી કે નહીં ? જાણો અહીં

કારની કિંમત રૂ. 8 લાખથી શરૂ થાય છે અને ટોપ એન્ડ વેરિઅન્ટની એક્સ-શોરૂમ કિંમત...
07:13 PM Dec 21, 2024 IST | Vipul Sen
કારની કિંમત રૂ. 8 લાખથી શરૂ થાય છે અને ટોપ એન્ડ વેરિઅન્ટની એક્સ-શોરૂમ કિંમત...
HondaAmage_Gujarat_first main

પીયૂષ શર્મા : Honda ની નવી Amaze Car ભારતીય બજારમાં લૉન્ચ થઈ ચૂકી છે. આ કારમાં ઘણા શાનદાર ફીચર્સ આપવામાં આવ્યા છે. કારની કિંમત રૂ. 8 લાખથી શરૂ થાય છે અને ટોપ એન્ડ વેરિઅન્ટની એક્સ-શોરૂમ કિંમત રૂ. 10.90 લાખ છે. તાજેતરમાં મારુતિ સુઝુકીએ પણ તેની નવી Dezire Car લોન્ચ કરી છે. આ બંને કાર સાથે, સબ-ફોર-મીટર સેડાન સેગમેન્ટને નવું જીવન મળ્યું છે. તાજેતરમાં અમને ગોવામાં (Goa) હોન્ડા અમેઝ ચલાવવાનો મોકો મળ્યો. આ કેવા પ્રકારની કાર છે ? તે શા માટે ખરીદવી જોઈએ ? શું તે મારુતિની (Maruti Suzuki) નવી Dezire Car સાથે સ્પર્ધા કરશે ? આ તમામ સવાલોનાં જવાબ ઓટો એક્સપર્ટ પીયૂષ પંજાબીએ આપ્યા છે. તો અહીં વાંચો વિગત...

Design (Exterior)

વર્ષ 2024 Amaze ની ફ્રંટ અને રિયર પ્રોફાઇલ બદલવામાં આવી છે. આગળથી તે થોડી હોન્ડા એલિવેટ (Honda Elevate) જેવી દેખાશે, જ્યારે પાછળનાં ભાગથી તે તમને હોન્ડા સિટીની (Honda City) યાદ અપાવશે અને બાજુની પ્રોફાઇલ Amaze જેવી જ છે. આગળનાં ભાગમાં પ્રોજેક્ટર હેડલેમ્પ્સની ડિઝાઇન સરસ છે, રિયર ટેલેંપ્સ પણ સુંદર લાગે છે. આ કારને જે ખાસ બનાવે છે તે તેની રૂફલાઈન, જે વર્તમાન અમેઝ કરતા વધુ ઝુકેલી છે, જેના કારણે તેને સેમી-કૂપે લુક મળે છે. ટોપ એન્ડ વેરિઅન્ટમાં તમને 15 ઇંચનાં એલૉયઝ મળશે. દેખાવમાં નવી અમેઝ સુંદર લાગે છે.

આ પણ વાંચો - BAJAJ CHETAK નું સર્વશ્રેષ્ઠ સ્કુટર, મિનિટોમાં ચાર્જ થયા બાદ 153 કિલોમીટર ચાલશે

ઇન્ટિરિયર (કેબિન)

નવી Amaze ની કેબિન પણ હવે નવી છે. લેઆઉટ બદલવામાં આવ્યો છે, હા હોન્ડા કાર પરિવારમાંથી કેટલીક વસ્તુઓ લેવામાં આવી છે પરંતુ, તે સારી લાગે છે. ડ્યુઅલ-ટોન બ્લેક અને બેજ થીમ સાથે, સ્ટીયરિંગ વ્હીલ પરિચિત દેખાશે. સીટ્સ આરામદાયક છે અને A પિલર પણ ઠીક છે, જેના કારણે કેબિનમાંથી સારું વ્યૂ મળે છે. ઇન્સ્ટ્રુમેન્ટ ક્લસ્ટર સેમી ડિજિટલ છે. 8 ઇંચનું ઇન્ફોટેનમેન્ટ પણ આપવામાં આવ્યું છે. ડેશબોર્ડ પર હાર્ડ પ્લાસ્ટિકનો ઉપયોગ કરવામાં આવ્યો છે પરંતુ, તેની ગુણવત્તા સારી છે. હવે તેમાં રિયર AC વેન્ટ્સ પણ આપવામાં આવ્યા છે. એકંદરે કેબિનમાં જગ્યા સારી છે. બીજી રોમાં હેડરૂમ થોડો મર્યાદિત લાગે છે, પરંતુ માત્ર 6 ફૂટથી વધુ ઊંચા લોકો માટે. લેગરૂમ પર્યાપ્ત છે, ઘૂંટણ માટેની જગ્યા પણ સારી છે. ખાસ વાત એ છે કે આ વાહનમાં બૂટ સ્પેસ 416 લિટર છે, તેમાં સારો એવો સામાન રાખી શકાય છે.

ફીચર્સની ભરમાર

નવી Amaze માં 6 એરબેગ્સ, ઓટોમેટિક ક્લાઈમેટ કંટ્રોલ, વાયરલેસ ચાર્જર, એડેપ્ટિવ ક્રૂઝ કંટ્રોલ છે. આ સાથે, તેમાં સેગમેન્ટ-ફર્સ્ટ ADAS અને લેન વોચ કેમેરા પણ છે. તમને જણાવી દઈએ કે, Honda Amaze તેના સેગમેન્ટમાં પ્રથમ કાર છે જે ADAS ઓફર કરે છે, જો કે તે કેમેરા આધારિત છે અને રડાર આધારિત નથી. કૅમેરા આધારિત એ રડાર આધારિત જેટલું અસરકારક નથી પણ કંઈક ન હોવા કરતાં કંઈક હોવું વધુ સારું છે. આ સિવાય, 8 ઈંચની ટચસ્ક્રીન, LED પ્રોજેક્ટર હેડલેમ્પ, વાયરલેસ Apple CarPlay અને Android Auto, એર પ્યુરીફાયર અને LED ટેલલાઈટ જેવી સુવિધાઓ ઉપલબ્ધ છે.

આ પણ વાંચો - બસમાં ફ્લાઇટ જેવી સુવિધા એરહોસ્ટેસની જેમ સ્ટાફ આપશે ચા નાસ્તો, ટિકિટ પણ 30 ટકા સુધી ઘટશે

ડ્રાઇવિંગ અનુભવ

નવી Amaze માં વર્તમાન અમેઝ જેવું જ એન્જિન મળશે. 1.2-લિટર, ચાર-સિલિન્ડર iVTEC પેટ્રોલ એન્જિન છે, જે 89bhp પાવર અને 110Nm ટોર્ક જનરેટ કરે છે. ખાસ વાત એ છે કે મેન્યુઅલ ગિયરબોક્સની સાથે તમને CVT ગિયરબોક્સ પણ મળે છે. કંપનીનો દાવો છે કે તેની માઈલેજ 19.46kmpl હશે. તમે મેન્યુઅલ સાથે ડ્રાઇવિંગનો વધુ આનંદ માણશો, જો કે શહેરમાં CVT સારું રહેશે, તે એક સ્મૂથ ગિયરબોક્સ છે. તેના NVH સ્તરમાં ઘટાડો કરવામાં આવ્યો છે, પરંતુ ઉચ્ચ આરપીએમ પર એન્જિનની ગર્જના કેબિનમાં સંભળાય છે. સસ્પેન્શન સોફ્ટ સાઇડ પર છે, જે ખરાબ રસ્તાઓ પર પણ આરામદાયક રાઈડ પ્રદાન કરે છે. ડ્રાઇવિંગનો એકંદર અનુભવ ન તો બહુ સારો કે અને ન તો બહુ ખરાબ. આ સેગમેન્ટ પ્રમાણે હોન્ડા Amaze એક સારો વિકલ્પ છે. ખરીદતા પહેલા બંને ગિયરબોક્સ અજમાવી જુઓ.

શા માટે ખરીદવી ?

નવી Amaze ની સૌથી ખાસ વિશેષતા ADAS છે જે આ સેગમેન્ટમાં અન્ય કોઈ વાહન ઓફર કરતું નથી. તો આ કાર ખરીદવાનું એક કારણ આ હોઈ શકે છે. બાકીના ભાગમાં, તમને ફોર સિલિન્ડર એન્જિન અને CVT ગિયરબોક્સ મળે છે જે AMT કરતાં સ્મૂધ છે. મારુતિ સુઝુકી અમેઝ વિશે વાત કરીએ તો, તમને 3 સિલિન્ડર એન્જિન મળે છે અને ગિયરબોક્સ AMT છે. પરંતુ Amaze 5 સ્ટાર રેટિંગ આપે છે, જોકે Honda એ પણ કહે છે કે તેમનું વાહન સલામતીની દૃષ્ટિએ સારું છે. એકંદરે નવી Amaze પહેલા કરતા વધુ સારી છે, રોડ પ્રેજેંસમાં સુધારો થયો છે. સુવિધાઓ પણ સારી રીતે ઉમેરવામાં આવી છે. હવે તમારે નક્કી કરવાનું છે કે તમારી જરૂરિયાતો શું છે અને શું Amaze તે જરૂરિયાતો પૂરી કરવામાં સક્ષમ છે. જો હા તો આ ખરીદો, જો ના હોય તો તમારી પાસે Maruti Dzire, Hyundai Aura અને Tata Tigor પણ છે.

આ પણ વાંચો - WhatsApp યુઝર્સને મળશે ChatGPT ની મજા! પ્લેટફોર્મ પર AI ચેટબોટ ની સુવિધા, આ રીતે કરી શકાશે ઉપયોગ

Tags :
Gujarat FirstHonda AmazeHonda Amaze 2024Honda Amaze carHonda Amaze NewsMaruti Suzuki DZire
Next Article