OnePlus મચાવશે ધૂમ,15 સિરિઝના સૌથી સસ્તા Mobile ફોન થશે લોન્ચ
- OnePlus 15 ની સૌથી સસ્તી સિરિઝ માર્કેટમાં આવશે
- આગામી 17 ડિસેમ્બરે મોબાઈલ થશે લોન્ચ (Launch)
- મોબાઈલમાં મળશે 7400 mAh ની બેટરી
- હેન્ડસેટમાં Snapdragon 8 Gen 5 ચિપસેટનો થશે ઉપયોગ
- મોબાઈલની સાથે કંપની ટેબ્લેટ પણ લોન્ચ કરશે
OnePlus આગામી 17 ડિસેમ્બરે નવો સ્માર્ટ ફોન લોન્ચ કરવા જઈ રહ્યું છે. આ નવા ફોનનું નામ OnePlus 15R રાખવામાં આવ્યું છે. આ નવા હેન્ડસેટના અનેક ફિચર્સ (Features) અત્યારથી જ જાહેર થઈ ચૂક્યા છે. કંપનીએ ખુદ તેની જાણકારી યુઝર્સ (Users) માટે રિવિલ (Reveal) કરી છે.આ નવો મોબાઈલ તાજેતરમાં લોન્ચ કરાયેલા OnePlus 15 સિરિઝની જ કોપી છે. જો કે, કંપનીએ મોબાઈલ ફોનની કિંમતનો સત્તાવાર હાલ કોઈ જ ખુલાસો કર્યો નથી. પણ કહેવામાં આવી રહ્યું છે કે, આ મોબાઈલ 15 સિરિઝનો સૌથી સસ્તો મોડેલ હશે.અને એટલે જ તેમાં અનેક અપડેટ વર્ઝન સાથે સારા સારા ફિચર્સ પણ મળશે.
OnePlus ના નવા મોબાઈલના ફિચર્સ
OnePlus 15R માં 7 હજાર 400 mAh ની બેટરી આપવામાં આવશે. આ મોટું બેટરી બેકઅપ હશે. જેની મદદથી યુઝર્સ દિવસભર બેટરી બેકઅપ મેળવી શકશે. ઉપરાંત Snapdragon 8 Gen 5 ચિપસેટનો ઉપયોગ કરવામાં આવશે. સાથોસાથ 16 GB RAM નો ઉપયોગ પણ થઈ શકશે. મોબાઈલમાં AMOLED સ્ક્રીન પૈનલ સાથે 1.5K રિઝોલ્યુશન (Resolution) મળશે. ડિસ્પ્લેમાં 165 Hz રિફ્રેશ રેટ્સ મળશે. જેમાં 1,800 Nits ની પીક બ્રાઈટનેસ (Brightness) મળશે. આ તમામની સાથે કંપની Plus Key નો સપોર્ટ પણ આપશે.
મોબાઈલમાં સારું Durability
OnePlus 15Rમાં ઉત્તમ Durability માટે કંપનીએ તેમાં IP66, IP68, IP69K રેટિંગ આપ્યું છે. આ રેટિંગ અન્ય મોબાઈલથી તેને વધુ સુવિધા આપે છે. આ સિવાય OxygenOS નો પણ ઉપયોગ કરવામાં આવ્યો છે.
મોબાઈલ Mobile ની સાથે લોન્ચ થશે ટેબ્લેટ
કંપની મોબાઈલ ફોનની સાથે સાથે ટેબ્લેટ (Tablet) મોડેલને પણ લોન્ચ કરવા જઈ રહી છે. કંપનીએ તેની જાણકારી પણ ઓફિશિયલ પોર્ટલ થકી જાહેર કરી દીધી છે. આ ટેબ્લેટને OnePlus Pad Go2 નામ આપવામાં આવ્યું છે. કંપની નવા ટેબ્લેટની સાથે S Stylus Pen નો સપોર્ટ આપશે. ટેબ્લેટમાં 5G સપોર્ટ અને પ્રોડક્ટિવિટીનું ખાસ ધ્યાન રાખવામાં આવ્યું છે. મોબાઈલની જેમ કંપની ટેબ્લેટમાં પણ નવા અને યુઝફૂલ (Useful) ફિચર્સ આપશે.
આ પણ વાંચો- iPhone 17 નું નવું મોડેલ ટૂંક સમયમાં માર્કેટમાં આવશે, જાણો સસ્તામાં સારું શું હશે


