Elon Musk સાથે કરેલ છેતરપિંડી પાકિસ્તાનને ભારે પડશે...!!!
- Starlink ને પરમેનન્ટ લાયસન્સ આપવામાં પાકિસ્તાનની આડોડાઈ
- પાકિસ્તાનની છેતરપિંડીથી Elon Musk ભારે ગુસ્સે થયા
- પાકિસ્તાન અનેક મલ્ટીનેશનલ સાથે છેતરપિંડી કરી ચૂક્યું છે
Elon Musk : 22મી એપ્રિલે કરેલ ના પાક હરકતથી પાકિસ્તાન અત્યારે ચોમેરથી ઘેરાઈ ગયું છે. પાકિસ્તાન પર અત્યારે સમગ્ર વિશ્વ ફિટકાર વરસાવી રહ્યું છે. આ સ્થિતિમાં ભારત સાથે થનારા યુદ્ધના ભણકારાએ Pakistan ને હચમચાવી દીધું છે. અત્યારે પાકિસ્તાન રઘવાઈ સ્થિતિમાં ન કરવાના નિર્ણયો કરી રહ્યું છે. પાકિસ્તાને Elon Musk ની કંપની Starlink ને લાયસન્સ આપવા બાબતે છેતરપિંડી કરી છે. હવે પાકિસ્તાનની પાયમાલ અને કથળેલ હાલત અને એલોન મસ્કની મજબૂત આર્થિક, રાજકીય અને ટેકનોલોજી ક્ષેત્રે હેસિયત વચ્ચે કોઈ પ્રકારની સરખામણી શક્ય નથી. પાકિસ્તાનને એલોન મસ્ક સાથે શિંગડા ભરાવવા ભારે પડશે.
Starlink ના લાયસન્સમાં છેતરપિંડી
પાકિસ્તાને એલોન મસ્કની Starlink ની કંપનીને પોતાના દેશમાં ઈન્ટરનેટ સર્વિસીઝ પૂરી પાડવા માટે ટેમ્પરરી લાયસન્સ આપ્યું હતું. હવે મુદત અને તમામ પ્રકારની શરતો પૂરી થવા છતા પાકિસ્તાન સ્ટારલિંકને પરમેનન્ટ લાયસન્સ આપવામાં ધાંધિયા કરી રહ્યું છે. માર્ચ-2025માં પાકિસ્તાન સરકારે સ્ટારલિંકને ટેમ્પરરી લાયસન્સ આપ્યું હતું. હવે પરમેનન્ટ લાયસન્સ આપવા માટે પાકિસ્તાન સરકાર સ્ટારલિંકને કેટલાક ટેકનિકલ અને સુરક્ષા પરીક્ષણો પાસ કરવા માટે દબાણ કરી રહ્યું છે. એલોન મસ્ક પાકિસ્તાનની આ હરકતથી ખફા છે. પાકિસ્તાનની પાયમાલ અને કથળેલ આર્થિક વ્યવસ્થા જોતા લાગે છે કે જો એલોન મસ્ક કોઈ કાયદાકીય પગલું ભરે તો તેની સામે લડત આપવા પણ પાકિસ્તાન સમર્થ નથી.
આ પણ વાંચોઃ YouTube ભારતીયો યુટ્યુબર્સ પર મહેરબાન...3 વર્ષમાં આપ્યા 21000 કરોડ રુપિયા
Starlink સર્વિસીઝ લોન્ચિંગ પોસ્ટપોન
પાકિસ્તાને એલોન મસ્કની સ્ટારલિંકની કંપનીને પોતાના દેશમાં ઈન્ટરનેટ સર્વિસીઝ પૂરી પાડવા માટે પરમેનન્ટ લાયસન્સ આપવા માટે નવી શરતો મુકી છે. જેથી સ્ટારલિંક સર્વિસીઝ લોન્ચિંગમાં વિલંબ થશે. પાકિસ્તાનની આ છેતરપિંડીને કારણે સ્ટારલિંકને ફરીથી નવેસરથી અરજી કરવી પડશે. આ પહેલી વાર નથી જ્યારે પાકિસ્તાને કોઈ નીતિમાં આવી ગરબડ કરી હોય. સ્ટારલિંક સિવાય પણ પાકિસ્તાન અનેક મલ્ટીનેશનલ કંપનીઓ સાથે છેતરપિંડી કરી ચૂક્યું છે. પહેલા પાકિસ્તાન દુનિયાભરની કંપનીઓને આમંત્રણ આપે છે પણ પછીથી એવી શરતો લાદે છે જે પૂરી કરવી અશક્ય છે. આ જ કારણ છે કે મોટી કંપનીઓ પાકિસ્તાનમાં રોકાણ કરવા માંગતી નથી.
Starlink's plan to launch satellite internet in Pakistan is facing fresh delays.#StarlinkPakistan #SatelliteInternet #PTAUpdate pic.twitter.com/tS8iGFXP4o
— Startup Pakistan (@PakStartup) April 30, 2025
પાકિસ્તાન હાઈકોર્ટે લગાવી ફટકાર
સર્વ વિદિત છે કે પાકિસ્તાનમાં એલોન મસ્કનું સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X બેન છે. પાકિસ્તાને પોતાના દેશમાં યોજાયેલ ચૂંટણીઓમાં ગોટાળાના આરોપસર X પર બેન મુકી દીધો હતો. તેમ છતાં ત્યાંની સરકાર VPN એટલે કે વર્ચ્યુઅલ પ્રાઈવેટ નેટવર્ક દ્વારા X પર તેના એકાઉન્ટ્સ ચલાવે છે. ગત મહિને પાકિસ્તાનની હાઈકોર્ટે આ મુદ્દે પાકિસ્તાન સરકારની આકરી ઝાટકણી પણ કાઢી હતી.
આ પણ વાંચોઃ Amazon great summer Sale offer : તો શું હવે દરેકની પાસે હશે iPhone!


