WhatsApp ના Status નો સંપૂર્ણ કંટ્રોલ તમારા હાથમાં, આ રહ્યા સેટીંગ્સ
- વોટ્સએપ દ્વારા યુઝર્સને વધુ સુવિધાઓ આપવામાં આવી
- હવે સ્ટેટસ પર સંપૂર્ણ કંટ્રોલની સાથે ભાષાંતરની સુવિધા આપવામાં આવી
- આ ફીચર 19 થી વધુ ભાષાઓમાં શોધી શકશે
WhatsApp Status Privacy : WhatsApp પર તમારું સ્ટેટસ (WhatsApp Status Privacy) શેર કરવું એ આપણા રોજિંદા જીવનનો એક ભાગ બની ગયું છે. પરંતુ શું તમે જાણો છો કે, તમારું WhatsApp સ્ટેટસ કોણ જોઈ શકે છે, અને કોણ નહીં ? જો તમે તમારા સ્ટેટસને ચોક્કસ લોકો સુધી મર્યાદિત રાખવા માંગતા હોવ અથવા તેને અન્ય લોકોથી છુપાવવા માંગતા હો, તો આ સેટિંગ્સ (WhatsApp Status Privacy) ખૂબ જ ઉપયોગી છે. તમારું સ્ટેટસ ફક્ત તમારા સંપર્કોને જ દેખાશે (WhatsApp Status Privacy), અને તમે ચોક્કસ લોકો અને જૂથોને પણ બાકાત રાખી શકો છો. તમે જે પણ પસંદ કરો છો, તમારું સ્ટેટસ ફક્ત તે લોકો સાથે જ શેર કરવામાં આવશે જેમને તમે ઇચ્છો છો. તમે એક સરળ પ્રક્રિયા દ્વારા તમારા સ્ટેટસની પ્રાઇવસીને જાતે નિયંત્રિત કરી શકો છો.
કેવી રીતે સેટ કરવું
- પહેલા, તમારા WhatsApp ના Settings પર જાઓ
- હવે, Settings માં Privacy પર જાઓ.
- Status માં Status પર જાઓ.
- આમ કર્યા પછી, Status Privacy નો વિભાગ ખુલશે. તમને પૂછવામાં આવશે, who can see my status updates ? તમને ત્રણ વિકલ્પો આપવામાં આવશે.
- પહેલો My Contacts" છે, બીજો "My Contacts except" છે, અને ત્રીજો "Only share with" છે.
- હવે તમારે "My Contacts except" પસંદ કરવાની જરૂર છે. આમ કરવાથી એક કોન્ટેક્ટ લિસ્ટ સામે આવશે, જ્યાં તમે તે વ્યક્તિને પસંદ કરી શકો છો જેની પાસેથી તમે તમારું સ્ટેટસ છુપાવવા માંગો છો. તેઓ હવે તમારું સ્ટેટસ જોઈ શકશે નહીં.
ઇન-એપ ચેટ ટ્રાન્સલેશન ફીચર
WhatsApp યુઝર્સ માટે એક મોટું અપડેટ રજૂ કરી રહ્યું છે. યુઝર્સ હવે એપમાં સીધા જ ચેટ્સનું ભાષાંતર કરી શકશે. "રીઅલ-ટાઇમ મેસેજ ટ્રાન્સલેશન" નામની આ નવું ફીચર એન્ડ્રોઇડ અને iOS બંને પ્લેટફોર્મ પર ઉપલબ્ધ છે. મેટા અનુસાર, આ ફીચર વોટ્સએપના વિશ્વભરમાં 3 અબજથી વધુ યુઝર્સ માટે ભાષા અવરોધોને દૂર કરવામાં મદદ કરશે. આઇફોન યુઝર્સ આ ફીચર 19 થી વધુ ભાષાઓમાં શોધી શકશે, જ્યારે એન્ડ્રોઇડ પર, તે શરૂઆતમાં અંગ્રેજી, સ્પેનિશ, હિન્દી, પોર્ટુગીઝ, રશિયન અને અરબીમાં ઉપલબ્ધ થશે.
આ પણ વાંચો ---- એક નવી Aadhaar App, મળશે યૂનિક ફીચર અને નંબર બદલવાની પ્રક્રિયા હશે


