Kheda: નડિયાદમાં 1 ઇંચ વરસાદે પ્રિ-મોન્સૂન કામગીરીની ખોલી પોલી, ઠેર ઠેર પાણી ભરાતા ટ્રાફિકની સમસ્યા
- ખેડા જિલ્લામાં વરસાદે ખોલી તંત્રની પોલ
- નડિયાદમાં 1 ઇંચ વરસાદે પ્રિ-મોન્સૂન કામગીરીની ખોલી પોલ
- નડિયાદ પાલિકામાંથી મહાનગરપાલિકા બન્યું પણ હાલત ન સુધરી
- નડિયાદ શહેર પૂર્વ અને પશ્ચિમ બે ભાગમાં વહેંચાયું
ખેડા જિલ્લામાં વરસાદી માહોલ સર્જાવા પામ્યો છે. નડીઆદ નગર પાલિકા મહાનગર પાલિકા બની પણ સુધી તેની હાલત સુધરી નથી. પ્રિ-મોન્સૂન કામગીરીની વરસાદે પોલ ખોલી દીધી છે. નડિયાદ શહેરમાં એક ઈંચથી વધુ વરસાદ પડ્યો હતો. નડીયાદ શહેર પૂર્વ અને પશ્ચિમ બે ભાગમાં વહેચાયું છે.
ખેડા જિલ્લામાં વરસાદી માહોલ
શ્રેયસ ગરનાળા, ખોડિયાર ગરનાળા અને માઈ મંદિર સાથે વૈશાલી ગરનાળામાં પાણી ભરાયા હતા. નડીયાદ શહેર બે ભાગમાં વહેંચાયું હતું. નડિયાદ સહિત મહેમદાવાદ, મહુધા, કઠલાલ, કપડવંજ, વસો, ખેડા, માતર સહિતના તાલુકાઓમાં વરસાદ પડ્યો હતો. વરસાદ વરસતા જ ખેડૂતોમાં આનંદની લાગણી છવાઈ જવા પામી હતી. કાળા ડિંબાંગ વાદળો વચ્ચે વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી જવા પામી હતી.
આ પણ વાંચોઃJamnagar Rain: રણજીત સાગરડેમ ઓવર ફલો થતા નવા નીરના વધામણાં
પ્રિમોન્સૂન કામગીરી પર ઉઠ્યા સવાલો
નડિયાદ શહેરમાં માત્ર એક કલાક દરમ્યાન બે ઈંચ જેટલો વરસાદ વરસ્યો હતો. નડિયાદના રબારી વાડ વિસ્તાર, નાના કુંભનાથ રોડ, વીકેવી રોડ પર પાણી ભરાઈ જવાના કારણે અવર-જવર કરતા લોકોને ભારે હાલાકી ભોગવવાનો વારો આવ્યો હતો. નડિયાદ શહેરની વાત કરીએ તો સામાન્ય વરસાદમાં પણ આ વિસ્તારમાં પાણી ભરાઈ જાય છે. નડિયાદ મહાનગર પાલિકાની પ્રિ-મોન્સૂનની કામગીરી પર સવાલ ઉઠ્યા હતા.
આ પણ વાંચોઃ Gujarat Weather : હવામાન વિભાગની સાત દિવસ ભારે વરસાદની આગાહી, 24 જૂન સુધી માછીમારોને દરિયો ન ખેડવા સૂચના


