12 મિત્રો, 12 જૂન અને 12 નંબરની સીટ,કોલેજકાળના મિત્રોની વિજય રૂપાણીને ભાવુક શ્રદ્ધાંજલિ
- અમદાવાદમાં થયેલ પ્લેન ક્રેશ દૂર્ઘટનાનો મામલો
- સ્વ. વિજયભાઈ રુપાણીના મિત્રએ ભાવાત્મક વીડિયો
- સ્વ. વિજયભાઈ રુપાણીના મિત્ર મનસુરભાઈએ બનાવ્યો વીડિયો
- વિજય રૂપાણી મિત્ર જ્યોતિન્દ્ર મહેતા નો શોક સંદેશ
- વિજય રૂપાણી નજીક ના મિત્ર માં જ્યોતિન્દ્ર મહેતા છે
અમદાવાદ પ્લેન ક્રેશ દૂર્ઘટનામાં પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીના અવસાન બાદ તેમના જીવનના સંસ્મરણો અને મિત્રતા ભરેલા પળો હવે બધાની આંખે પાણી લાવી રહ્યાં છે. ખાસ કરીને તેમના કોલેજકાળના જૂના મિત્રો જ્યોતિન્દ્ર મહેતા અને મનસુરભાઈ જસદણવાલાએ ભાવુક હ્રદયથી વીતી ગયેલા પળોને યાદ કરતાં સ્વ.વિજય રૂપાણીને શ્રદ્ધાંજલિ પાઠવી છે.
વિજયભાઈની પ્લેનની 12 નંબરની સીટ
સ્વ.વિજય રૂપાણીના 12 મિત્રોના “ડર્ટી ડર્ઝન” નામના ગ્રુપની યાદોથી લઈને પુત્ર પુજીતના મૃત્યુ પછીના પરિવર્તન બાદની અનેક ઘટનાઓમાં વિજયભાઈનું સાદગીભર્યું જીવનચરિત્ર ઝલકે છે. આજે એ 12 મિત્રો, 12મી જૂનનો દિવસ અને વિજયભાઈની પ્લેનની 12 નંબરની સીટ આ બધું જ એક વિચિત્ર યોગાનુયોગ બની જીવનની અનિશ્ચિતતાની અનુભૂતિ કરાવે છે.
સ્વ.વિજય રૂપાણીના નિધનની પુષ્ટી બાદ જ્યારે સૌ કોઈ શોકમાં ગરકાવ થયા છે. ત્યારે પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીના મિત્ર જ્યોતિન્દ્ર મહેતાનો એક ભાવનાત્મક વીડિયો સામે આવ્યો છે. જેમાં તેઓ કહે છે કે, વિજયભાઈ આજે આપણી વચ્ચે નથી, એ વાત માનવામાં આવતી નથી.વિજયભાઈ એ માત્ર મુખ્યમંત્રી જ ન હતા, પણ સાચા અર્થમાં તેઓ એક કોમન મેન પણ હતા. તે બધા સાથે સમાન વ્યવહાર કરતાં હતા, દરેક વ્યક્તિની વાત સાંભળતા હતા. તેઓ કોલેજ કાળથી મારા મિત્ર છે. તેઓ હંમેશા દરેકને મદદરૂપ થતાં હતાં.
અમદાવાદમાં પ્લેશ ક્રેશ દુર્ઘટનાથી કરુણાંતિકા
પૂર્વ CM વિજય રૂપાણીના નિધનથી ભારે આધાત
સ્વ. વિજય રૂપાણી મિત્ર જ્યોતિન્દ્ર મહેતાનો શોક સંદેશ
સહકારી અગ્રણી જ્યોતિન્દ્ર મહેતાનો અમેરિકાથી શોક સંદેશ#Gujarat #AirIndiaPlaneCrash #PlaneCrashAhmedabad #PlaneCrash #AirlineFlightCrash… pic.twitter.com/dkMlkW7NJi— Gujarat First (@GujaratFirst) June 13, 2025
વધુમાં તેઓ કહે છે કે, અમારા 12 મિત્રોનું ગ્રુપ કે જેનું નામ 'ડર્ટી ડર્ઝન' હતું. આ ડર્ટી ડર્ઝન ગ્રુપ દર ઉત્તરાયણના દિવસે અચુક મળતું હતું. જ્યારે વિજયભાઈ રૂપાણીના 3 વર્ષના પુત્ર પુજીત રૂપાણીનું મૃત્યુ થયું તે, બાદથી વિજયભાઈએ પોતાનું જીવન સમાજકાર્ય માટે સમર્પિત કરી દીધું હતું. વિજયભાઈના પત્ની અંજલીબેન અને વિજયભાઈ દરેક નાના બાળકોમાં પુજીતને જોતા અને તેમના માટે બને તેટલી મદદ કરવા પહોંચી જતાં હતાં. જ્યોતિન્દ્ર મહેતા વિજય રૂપાણી સાથે વિતાવેલા જુના દિવસોને યાદ કરીને ભાવુક થઈ ગયા હતા. જ્યોતિન્દ્ર મહેતાએ સ્વ. વિજય રૂપાણીને શ્રદ્ધાંજલી આપી હતી અને પરિવારને સાંત્વના પાઠવી હતી..
મહત્વનું છે કે, 1973માં બનેલાના તેમના 12 મિત્રોનું ગ્રુપ ખુબ પ્રચલિત હતું અને આજે દરેક મિત્રો તેને યાદ કરી રહ્યાં છે. જેમાં સ્વ વિજય રૂપાણીના અન્ય એક મિત્ર મનસુરભાઈ જસદણવાલાએ પણ એક ભાવાત્મક વીડિયો શેર કર્યો છે. જેમાં તેમણે પ્લેન દુર્ઘટનામાં મૃત્યુ પામેલા લોકોને શ્રદ્ધાંજલી પાઠવી હતી. વિજયભાઈ રૂપાણી અને મનસુરભાઈ કોલેજકાળના મિત્રો હતા. આ દુ:ખદ ઘટના વિશે વાત કરતા મનસુરભાઈ વિજયભાઈ રૂપાણીને યાદ કરીને ભાવુક થઈ ગયા હતા..
મહત્વનું છે કે, સ્વ. વિજય રૂપાણી અને મનસુરભાઈ ધર્મેન્દ્ર કોલેજમાં અભ્યાસ કર્યા હતા અને તેઓ પણ ડર્ટી ડર્ઝન ગ્રુપના મેમ્બર હતા. મનસુરભાઈ વિજયભાઈ વિશે વાત કરતા કહે છે કે, વિજયભાઈનું આકસ્મિક મૃત્યુ થયું છે, તે ખુબ જ દુ:ખદ છે. કોલેજકાળથી સીએમ સુધીની યાત્રામાં અમે હંમેશા તેમની સાથે રહ્યાં છે. અમે 12 મિત્રો હંમેશા સાથે રહેતા અને આ 12 નંબરનો આંકડો કે, જે 12 જૂન જ્યારે વિજયભાઈનું મૃત્યુ થયું અને 12 નંબરની તેમની પ્લેનની સીટ હતી, એટલે 12 મિત્રો, 12 જુન અને 12 નંબરની સીટ. આ આકસ્મિક વસ્તુઓ બની છે


