Ahmedabad Plane Crash : પ્લેન ક્રેશ દુર્ઘટનામાં દીવના 14 લોકોના મોત, એકનો બચાવ, દગાચી ગામમાં શોકનો માહોલ
- અમદાવાદ પ્લેન ક્રેશ દુર્ઘટનાનો મામલો
- પ્લેન ક્રેશ થયું તેમાં દીવના હતા 15 લોકો સવાર
- દીવના 15માંથી 14 લોકોના થયાં કરુણ મોત
ગઈકાલે બનેલ ગુજરાતની સૌથી મોટી પ્લેન દુર્ઘટનામાં 242 યાત્રિકોમાંથી માત્ર એક યાત્રિકનો બચાવ થયો હતો. પ્લેન દુર્ઘટનામાં દીવ જિલ્લાના 15 લોકો પ્રવાસ કરી રહ્યા હતા. જેમાં 14 ના મોત નિપજ્યા હતા અને એક નો બચાવ થયો હતો.
દીવના દગાચી ગામમાં ગમગીન માહોલ : ભાનુબેન
દીવ જિલ્લા પંચાયતના સદસ્ય ભાનુબેને જણાવ્યું હતું કે, જે પ્લેન દુર્ઘટનાગ્રસ્ત થયું. તેમાં અમારા ગામના કુલ 15 લોકો હતા. જે લોકો લંડન જવા માટે નીકળ્યા હતા.નાનકડા એવા દીવ માંથી 14 લોકો ના મોત થતાં સમગ્ર જિલ્લા માં શોક નો માહોલ જોવા મળી રહ્યો છે દીવના દગાચી ગામમાં ગમગીન માહોલ જોવા મળી રહ્યો હતો.
બધી વાતચીત થઈ ત્યારે મને બધી ખબર પડીઃ સૂઈબેન
મૃતકના સગા સુઈબેને જણાવ્યું હતું કે અમને તો કંઈ ખબર ન હતી. આ બધી વાતચીત થઈ ત્યારે મને બધી ખબર પડી હતી. મે સામેથી ફોન કર્યો ફોન ઉપાડ્યા બાદ મને એમ કહ્યું કે માં અમે પ્લેનમાં બેસી ગયા છીએ.
દાદીનું બ્લડ સેમ્પલ લઈ ગયા છેઃ કાંતાબેન
મૃતકના દાદી કાંતાબેને જણાવ્યું હતું કે, મે એમને ફોન કર્યો ત્યારે તેમણે કહ્યું કે મારા છોકરા બઉ રડી રહ્યા છે. જેથી મે કહ્યું કે સારૂ તો પછી ફોન કરજો હાલ છોકરાઓને સાચવો. તેમ કહી ફોન મુકી દીધો હતો. દીવના અગણિત લોકો લંડન અને પોર્ટુગીઝમાં વસવાટ કરે છે. ત્યારે એમાંથી એક સાથે 14 ના મોત થતાં જિલ્લા વહીવટી તંત્ર દ્વારા એમના સગા સબંધીના બ્લડ સેમ્પલ લેવામાં આવ્યા છે. દાદીનું બ્લડ સેમ્પલ લઈ જવામાં આવ્યું હતું.


