Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

કાશ્મીરમાં આવેલા Flood માં સેનાના 2 જવાનો તણાયા...!

જમ્મુ-કાશ્મીર (Jammu and Kashmir)ના પુંછ જિલ્લામાં શનિવારે ભારતીય સેના (indian army)ના બે જવાન વહેતી નદીમાં તણાઇ ગયા હતા. અધિકારીઓએ આ અંગે માહિતી આપી છે. આમાંથી એક સૈનિકની ઓળખ નાયબ સુબેદાર કુલદીપ સિંહ તરીકે થઈ છે. અન્ય જવાન વિશે હજુ સુધી...
કાશ્મીરમાં આવેલા flood માં સેનાના 2 જવાનો તણાયા
Advertisement
જમ્મુ-કાશ્મીર (Jammu and Kashmir)ના પુંછ જિલ્લામાં શનિવારે ભારતીય સેના (indian army)ના બે જવાન વહેતી નદીમાં તણાઇ ગયા હતા. અધિકારીઓએ આ અંગે માહિતી આપી છે. આમાંથી એક સૈનિકની ઓળખ નાયબ સુબેદાર કુલદીપ સિંહ તરીકે થઈ છે. અન્ય જવાન વિશે હજુ સુધી કોઈ માહિતી મળી નથી.
કુલદીપ સિંહને શ્રદ્ધાંજલિ 
સેનાના 16 કોર્પ્સના કમાન્ડિંગ ઓફિસર અને જવાનોએ કુલદીપ સિંહને શ્રદ્ધાંજલિ આપી છે. 16 કોર્પ્સના ટ્વિટર પેજ પર લખવામાં આવ્યું છે કે વ્હાઇટ નાઈટ કોર્પ્સના કમાન્ડર અન રેન્ક નાયબ સુબેદાર કુલદીપ સિંહના સર્વોચ્ચ બલિદાનને સલામ કરે છે.

પૂરમાં તણાયા
અહેવાલો મુજબ  આ સૈનિકો પૂંચના સુરનકોટના પોષના ખાતે ડોગરા નાળાને પાર કરી રહ્યા હતા, પરંતુ ભારે વરસાદના કારણે આવેલા પૂરના કારણે પાણીના જોરદાર પ્રવાહમાં તેઓ વહી ગયા હતા.
બંનેની શોધખોળ
શનિવારે સાંજે અધિકારીઓએ જણાવ્યું હતું કે આર્મી, પોલીસ અને સ્ટેટ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સની સંયુક્ત ટીમો બંનેને શોધી રહી છે, પરંતુ હજુ સુધી કંઈ મળ્યું નથી. સેના અને પોલીસના વરિષ્ઠ અધિકારીઓ પણ ઘટનાસ્થળે પહોંચ્યા અને બચાવ કામગીરીનું નિરીક્ષણ કર્યું. દરમિયાન, ભારે વરસાદને પગલે લોકોને નદીઓ/નાળાઓથી દૂર રહેવાની સલાહ આપતા પોલીસ વાહનો જિલ્લાના વિવિધ ભાગોમાં ફરી રહ્યા છે.
જમ્મુ-કાશ્મીરમાં ભારે વરસાદ
જમ્મુ-કાશ્મીરમાં સતત વરસાદને કારણે નદીઓ અને નાળાઓમાં ઉછાળો આવ્યો છે. ખરાબ હવામાનને કારણે શનિવારે સતત બીજા દિવસે અમરનાથ યાત્રાને રોકવી પડી હતી. કોઈ તીર્થયાત્રીને ગુફા તરફ જવાની પરવાનગી ન હતી. રામબન જિલ્લામાં 270 કિલોમીટર લાંબા જમ્મુ-શ્રીનગર રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર ઘણી જગ્યાએ ભૂસ્ખલન થયું હતું. ટનલ વહી જવાને કારણે જમ્મુ-શ્રીનગર નેશનલ હાઈવે બંધ થઈ ગયો હતો.
Advertisement
Tags :
Advertisement

.

×