Breaking : લોથલમાં માટીના ખાડામાં 2 મહિલા અધિકારી દટાતા 1નું મોત
- ધોળકાના હડપ્પા સંસ્કૃતિના લોથલમાં બની દર્દનાક ઘટના
- લોથલમાં દિલ્હી અને ગાંધીનગરની ટીમ રીચર્સ માટે ગઈ હતી
- માટીના સેમ્પલ લેવા ઊંડા ખાડામાં ઉતરેલા બે મહિલા અધિકારી દટાયા
- આ ઘટનામાં 1નું મોત થયું છે જ્યારે અન્ય 1ને ઇજા
Breaking News : અમદાવાદા ધોળકાના લોથલમાંથી ચોંકાવનારા સમાચાર (Breaking News) સામે આવી રહ્યા છે. લોથલમાં માટીના સેમ્પલ લેવા ઊંડા ખાડામાં ઉતરેલા બે મહિલા અધિકારી દટાયા છે. આ ઘટનામાં 1નું મોત થયું છે જ્યારે અન્ય 1ને બહાર કાઢવાની કામગિરી કરાઇ છે.
લોથલમાં દિલ્હી અને ગાંધીનગરની ટીમ રીચર્સ માટે ગઈ હતી
અમદાવાજ જિલ્લાના ધોળકાના હડપ્પા સંસ્કૃતિના લોથલમાં દિલ્હી અને ગાંધીનગરની ટીમ રીચર્સ માટે ગઈ હતી ત્યારે આ દર્દનાક ઘટના બની છે. મળેલી માહિતી મુજબ લોથલમાં 2 મહિલા અધિકારી માટીના સેમ્પલ લેવા ખાડામાં ઉતરી હતી. મહિલા અધિકારીઓ જે ખાડામાં સેમ્પલ લેવા ઉતરી ગઇ હતી તે ખાડો 15 ફૂટ ઉંડો હતો.
આ પણ વાંચો----Shameful : ભાવનગરમાં બાળકીને પીંખી દેવાઇ તો અમરેલીમાં યુવતી સાથે સામુહિક દુષ્કર્મ
દિલ્હીની 1 મહિલા અધિકારીનું મોત
અચાનક જ ખાડાની માટીની ભેખડ ધસી જતાં બંને મહિલા અધિકારી દટાયા હતા. ઘટનામાં 1 મહિલા અધિકારીનું મોત થયું છે જ્યારે અન્ય અધિકારીને બચાવવાની કામગિરી શરુ કરાઇ હતી.
Dholka : Lothalમાં માટીના સેમ્પલ લેવા ઊંડા ખાડામાં ઉતરેલા બે મહિલા અધિકારી દટાયા | Gujarat First
- એકનું મોત અન્ય એક ને 108 પોલીસ સહિતની ટીમ બહાર કાઢવાની કામગીરી શરૂ
- ધોળકાના હડપ્પા સંસ્કૃતિ નું આવેલું લોથલ માં દિલ્હી અને ગાંધીનગર ની ટીમ રીચર્સ માટે ગઈ હતી
- ત્યાં 15 ફૂટ થી… pic.twitter.com/NGb8JC7ftF— Gujarat First (@GujaratFirst) November 27, 2024
ઉંડા ખાડામાં માટી નીચે દબાયેલા મહિલા અધિકારીને બચાવાયા
આ મહિલા ઉંડા ખાડામાં માટી નીચે દબાયેલી હોવાથી અને જીવીત હોય 108 એમ્બ્યુલન્સનો સ્ટાફ અને બગોદરા અને કોઠ પોલીસ.ફાયર સહિતની ટીમ મહિલા અધિકારીને બહાર કાઢવાની કામગીરી કરી હતી
ગાંધીનગર અને દિલ્હીના ચાર થી વધુ અધિકારીઓ સરકારી ગાડી લઈ લોથલ ગયા હતા
મળેલી માહિતી મુજબ ગાંધીનગર અને દિલ્હીના ચાર થી વધુ અધિકારીઓ સરકારી ગાડી લઈ લોથલ ગયા હતા અને મરણ જનાર મહિલા અધિકારી દિલ્હીના હોવાનું પ્રાથમિક અનુમાન વ્યક્ત કરાયું છે. ઇજાગ્રસ્ત મહિલાને સારવાર માટે હોસ્પિટલમાં લઇ જવાઇ છે.
આ પણ વાંચો----Khyati કાંડના આરોપીઓ લોકોના હ્રદય ચીરીને સરકારને ચૂનો ચોપડતાં


