ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Patan : સમી-રાધનપુર હાઇવે પર ગમખ્વાર અકસ્માતમાં 3ના મોત,9 ઇજાગ્રસ્ત

પાટણમાં ગમખ્વાર અકસ્માતમાં 3ના મોત,9 ઇજાગ્રસ્ત બે ગાડીઓ વચ્ચે સર્જાયો ગમખ્વાર અકસ્માત સમી રાધનપુર હાઇવે માર્ગ પર સર્જાયો અકસ્માત એક ગાડીમાં સવાર સમી પો.સ્ટેશનના મહિલા કર્મચારીનું મોત  મહિલા કર્મચારી રેખા દેસાઇ સાથે તેમના પતિનું મોત  અન્ય કારમાં સવાર બાળકનું...
06:57 PM Oct 22, 2023 IST | Vipul Pandya
પાટણમાં ગમખ્વાર અકસ્માતમાં 3ના મોત,9 ઇજાગ્રસ્ત બે ગાડીઓ વચ્ચે સર્જાયો ગમખ્વાર અકસ્માત સમી રાધનપુર હાઇવે માર્ગ પર સર્જાયો અકસ્માત એક ગાડીમાં સવાર સમી પો.સ્ટેશનના મહિલા કર્મચારીનું મોત  મહિલા કર્મચારી રેખા દેસાઇ સાથે તેમના પતિનું મોત  અન્ય કારમાં સવાર બાળકનું...

પાટણના સમી-રાધનપુર હાઇવે માર્ગ ઉપર સર્જાયેલા ગમખ્વાર અકસ્માતમાં મહિલા પોલીસ કર્મી સહિત 3ના મોત થયા છે જ્યારે 9 વ્યક્તિને ઇજા પહોંચી છે.

મહિલા પોલીસ કર્મી અને તેમના પતિનું મોત

મળેલી માહિતી મુજબ પાટણના સમી રાધનપુર હાઇવે પર વરાણા ગામ પાસે ખોડીયાર હોટલ પાસે આ અકસ્માત સર્જાયો હતો જેમાં 3 વ્યકતિા મોત થયા છે અને 9 વ્યકતિ ઘાયલ થયા છે. સ્વિફ્ટ કાર અને ઈકો પેસેન્જર કાર વચ્ચે આ ગમખ્વાર અકસ્માત થયો હતો. સિફ્ટ કારમાં સમી પોલીસ સ્ટેશનના મહિલા પોલીસ કર્મચારી રેખાબેન દેસાઈ અને તેમના પતિ પણ બેઠેલા હતા અને અકસ્માતમાં બંનેનું મોત થયું હતું.

એક બાળકનું પણ મોત

અકસ્માતમાં ઇકો કારમાં સવાર એક બાળકનું પણ મોત થયું છે. 9 ઘાયલ મુસાફરોને ધારપુર હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે અને ત્યાં તેમની સારવાર હાલ ચાલી રહી છે. ઘટનાના પગલે સ્થાનિક પોલીસ સ્થળ પર પહોંચી છે અને ત્યાપ શરુ કરી છે.

આ પણ વાંચો---AHMEDABAD : પૂર્વ પ્રેમીકા પોલીસકર્મીના ત્રાસ અને ધમકીઓથી કંટાળીને પોલીસકર્મીનો આપઘાત

Tags :
AccidentDeathGujaratPatanpoliceSami Radhanpur Highway
Next Article