Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Ahmedabad Police : પોલીસકર્મી, હોમગાર્ડ અને ડ્રાઇવરના મૃતદેહ અમદાવાદ લવાયા, શાહીબાગ પોલીસ હેડ ક્વાર્ટર ખાતે ગાર્ડ ઓફ ઓનર

હરિયાણામાં ગુજરાત પોલીસની બોલેરો ગાડી એક અજાણ્યા વાહન સાથે અથડાઈ હતી. આ અકસ્માતમાં ગુજરાત પોલીસના 2 કર્મચારી અને 1 ડ્રાઈવરનું મોત થયું હતું
ahmedabad police   પોલીસકર્મી  હોમગાર્ડ અને ડ્રાઇવરના મૃતદેહ અમદાવાદ લવાયા   શાહીબાગ પોલીસ હેડ ક્વાર્ટર ખાતે ગાર્ડ ઓફ ઓનર
Advertisement
  • હરિયાણામાં પોલીસકર્મીઓની કારને થયો હતો અકસ્માત
  • રામોલ પોલીસ સ્ટેશનના પોલીસકર્મીઓને નડ્યો હતો અકસ્માત
  • ત્રણેય મૃતકોને અમદાવાદ પોલીસ કમિશનરની શ્રદ્ધાંજલિ

Ahmedabad Police : 26 માર્ચ બુધવારના રોજ હરિયાણામાં ગુજરાત પોલીસની બોલેરો ગાડી એક અજાણ્યા વાહન સાથે અથડાઈ હતી. આ અકસ્માતમાં ગુજરાત પોલીસના 2 કર્મચારી અને 1 ડ્રાઈવરનું મોત થયું હતું. અકસ્માતમાં મૃત્યુ પામેલા પોલીસકર્મીના મૃતેદહ અમદાવાદ લવાયા છે. જેમાં હરિયાણામાં પોલીસકર્મીઓની કારને અકસ્માત થયો હતો. જેમાં રામોલ પોલીસ સ્ટેશનના પોલીસકર્મીઓને અકસ્માત નડ્યો હતો. તેમાં કોન્સ્ટેબલ, હોમગાર્ડ અને ડ્રાઇવરનું અકસ્માતમાં મોત થયું હતું.

Advertisement

ત્રણેય મૃતકોને અમદાવાદ પોલીસ કમિશનરે શ્રદ્ધાંજલિ અર્પી

ત્રણેય મૃતકોને અમદાવાદ પોલીસ કમિશનરે શ્રદ્ધાંજલિ અર્પી છે. તેમજ શાહીબાગ પોલીસ હેડ ક્વાર્ટર ખાતે ગાર્ડ ઓફ ઓનર અપાશે. હરિયાણાનાં ડબવાલી ખાતે આ અકસ્માત થયો હતો. જેમાં પોક્સોના કેસમાં તપાસ માટે પંજાબના લુધિયાણા જઇ રહ્યા હતા. જેમાં રામોલ પોલીસના પીએસઆઇ સોલંકી તથા 3 પોલીસ જવાનો પોસ્કોના ગુનાની તપાસમાં લુધિયાણા ખાતે જઈ રહ્યા હતા. ત્યારે સરકારી બોલેરોને હરિયાણાનાં ડબવાલી ખાતે અકસ્માત થતા 1 પોલીસકર્મી સહિત 3 નાં મોત થયા છે. તેમજ PSI સોલંકી ઇજાગ્રસ્ત થતાં સારવાર માટે ખસેડાયા છે.

Advertisement

સ્થાનિક ACP અને અન્ય પોલીસ અધિકારી હરિયાણા જવા રવાના થયા હતા

અકસ્માતની જાણ થતાં જ સ્થાનિક ACP અને અન્ય પોલીસ અધિકારી હરિયાણા જવા રવાના થયા હતા. ઘટનામાં અમદાવાદના રામોલ પોલીસ સ્ટેશનથી કર્મચારીઓ પંજાબ તપાસ કરવા જઈ રહ્યાં હતા તે દરમિયાન સરકારી બોલેરો કારનો અકસ્માત થયો હતો. અકસ્માતમાં બોલેરો ટ્રકની પાછળ ઘુસી જતા ભયંકર અકસ્માત થયો હતો. જેમાં ઘટના સ્થળે હરિયાણા પોલીસ પહોંચી ગઇ હતી અને વધુ તપાસ કરી હતી. અકસ્માત હરિયાણાના ડબવાલીના પેટ્રોલ પંપ પાસે થયો હતો. ભારતમાલા હાઈવે પર ગમખ્વાર અકસ્માત થતા પોલીસ કર્મીના મોતથી પોલીસબેડામાં શોકની લાગણી છવાઈ છે. અકસ્માતમાં પોલીસ કોન્સ્ટેબલ સુનિલ ગામીત તથા હોમગાર્ડ રવિન્દ્ર તથા ખાનગી ડ્રાઈવર કનુભાઈ ભરવાડનું મોત થયુ છે. તેમજ રામોલ પોલીસ મથકના PSI જે.પી.સોલંકી ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે.

આ પણ વાંચો: Horrible Murder in Bangalore : પત્નીની હત્યા કરી લાશને સુટકેસમાં છુપાવી, પછી પોતે સાસરિયાઓને સત્ય જણાવ્યું!

Tags :
Advertisement

.

×