Ponzi Schemeનું કૌંભાડ કરી ભૂપેન્દ્ર ઝાલાએ ખરીદી ગ્રોમોર કોલેજ..?
- BZ ગ્રુપમાં CIDના દરોડાને લઇ સૌથી મોટા સમાચાર
- રોકાણકારોને ત્રણેક વર્ષમાં જ એકના ડબલની અપાઈ લાલચ!
- સંચાલક ભૂપેન્દ્ર ઝાલા દરોડાની કાર્યવાહી બાદ ભૂગર્ભમાં ઉતર્યો
- CID ક્રાઇમે દરોડા દરમિયાન એજન્ટોની પણ કરી પૂછપરછ
- ભુપેન્દ્ર ઝાલાનુ વધુ એક કારનામુ
- ગ્રોમોર કોલેજ પણ 101 કરોડ રુપિયામાં ખરીદવાનો કર્યો હતો પ્રયાસ
- કોલેજ ખરીદી બીઝેડ ગ્લોબલ એજ્યુકેશન કેમ્પસ બનાવ્યું
- એક અનેક કારનામા કરી ચુક્યો છે ભુપેન્દ્ર ઝાલા
- 101 કરોડ રૂપિયા ક્યાથી લાવ્યો તે પણ મોટો સવાલ
- શુ રોકાણકારોના રુપિયાથી ખરીદી લીધી કોલેજ
Ponzi Scheme : ગુજરાતમાં સૌથી મોટું સ્કેમ કરનાર અરવલ્લીનાં BZ ગ્રૂપ (BZ GROUP Scam) પર CID એ મોટી કાર્યવાહી કરી છે. પોન્ઝી સ્કીમ (Ponzi Scheme )ને લઈને BZ ગ્રુપ પર ગાળિયો કસાયો છે અને BZ ગ્રૂપ પર સીઆઇડી ક્રાઇમમાં ફરિયાદ નોંધાઇ છે. BZ GROUP નાં એજન્ટોની ઓફિસો પર CID ની વિવિધ ટીમોએ દરોડા પાડ્યા હતા. આ સ્કીમોમાં અનેક લોકોના રૂપિયા લાગેલા હતા. કંપની પર ઊંચું રિટર્ન આપવાની લાલચ આપી રૂ. 6 હજાર કરોડનું કૌભાંડ આચર્યું હોવાનો આરોપ છે. કરોડો રૂપિયા ભેગા કરી ભૂપેન્દ્ર ઝાલા એકાએક ભૂગર્ભમાં ઉતરી ગયો હોવાનું જાણવા મળે છે.
BZ ગ્રૂપ પર સીઆઇડી ક્રાઇમમાં ફરિયાદ
પોન્ઝી સ્કીમને લઇને ખાસ કરીને ઉત્તર ગુજરાતના લોકોને ફસાવનાર BZ ગ્રૂપ પર સીઆઇડી ક્રાઇમમાં ફરિયાદ નોંધાઇ છે. BZ Group ની અલગ અલગ કંપનીઓ ના સંચાલક CEO ભુપેન્દ્રસિંહ પરબતસિંહ ઝાલા દ્વારા લોકો સાથે ફ્રોડ કરવામાં આવ્યું છે.
તેણે ગ્રોમોર કોલેજ પણ 101 કરોડ રુપિયામાં ખરીદી હતી પણ...
દરમિયાન ભૂપેન્દ્ર ઝાલાનુ વધુ એક કારનામુ બહાર આવ્યું હતું. તેણે ગ્રોમોર કોલેજ પણ 101 કરોડ રુપિયામાં ખરીદી હતી તથા કોલેજ ખરીદી બીઝેડ ગ્લોબલ એજ્યુકેશન કેમ્પસ બનાવ્યું હતું. કોલેજ ખરીદવા તે 101 કરોડ રૂપિયા ક્યાંથી લાવ્યો તે પણ મોટો સવાલ છે. સવાલ પુછાઇ રહ્યો છે કે
શું રોકાણકારોના રુપિયાથી તેણે આ કોલેજ ખરીદી લીધી હતી. જો કે સંપૂર્ણ પૈસા નહીં ચૂકવાતા ગ્રોમોર સંકુલ પર જૂના માલિકોએ કબ્જો પરત લીધો હતો
BZ Group દ્વારા 6000 કરોડ કરતા વધુનું ફ્રોડ કરાયું
BZ Group દ્વારા 6000 કરોડ કરતા વધુ નું ફ્રોડ કરાયું હોવાનો આરોપ છે. BZ Group દ્વારા ગુજરાત તથા રાજસ્થાનમાં અલગ અલગ શહેરોમાં બ્રાન્ચો ખોલવામાં આવી હતી તો ઓફિસ/બ્રાન્ચો મારફતે રાષ્ટ્રિયકૃત બેન્કો તેમજ અન્ય નાણાકિય સંસ્થા કરતા વધુ ઉંચા વળતરની જાહેરાતો આપવામાં આવી હતી. રોકાણકારોને પ્રલોભન આપી BZ Group ની અલગ અલગ શાખાઓ મારફતે આશરે રૂપિયા- 6000 કરોડ રોકાણકારો પાસે ગેરકાયદેસર રીતે નાણા ઉધરાવ્યા હતા.
આ પણ વાંચો----રાજ્યમાં સૌથી મોટું સ્કેમ કરનાર BZ ગ્રૂપનો CEO BJP નો સભ્ય! રૂ. 6 હજાર કરોડનાં કૌભાંડનો આરોપ
BZ ગ્રુપની ઉત્તર ગુજરાતની તમામ ઓફિસમાં તપાસ શરુ
દરમિયાન BZ ગ્રુપની ઉત્તર ગુજરાતની તમામ ઓફિસમાં તપાસ શરુ કરાઇ છે. ભૂપેન્દ્ર ઝાલાની વિજાપુરની ઓફિસમાં CIDની તપાસ ચાલી રહી છે. વિજાપુરની અક્ષર આર્કેડમાં BZ ગ્રુપની ઓફિસ ચાલતી હતી. ભૂપેન્દ્ર ઝાલા સાબરકાંઠાથી પોન્ઝી સ્કીમ ચલાવતો હોવાનું સામે આવ્યું છે.
ત્રણેક વર્ષમાં જ એકના ડબલની લાલચ અપાઈ
BZ ગ્રુપ દ્વારા રોકાણકારોને ત્રણેક વર્ષમાં જ એકના ડબલની લાલચ અપાઈ હતી. જો કે CIDની તપાસ શરુ થતાં કરોડો રૂપિયા ભેગા કરી ભૂપેન્દ્ર ઝાલા એકાએક ભૂગર્ભમાં ઉતરી ગયો છે. CID ક્રાઇમે દરોડા દરમિયાન એજન્ટોની પણ પૂછપરછ કરી હતી.
ભૂપેન્દ્ર ઝાલાએ લોકસભાની ચૂંટણીમાં અપક્ષ ઉમેદવારી કરી હતી
દરમિયાન ચોંકાવનારી માહિતી આવી છે કે ભૂપેન્દ્ર ઝાલાએ લોકસભાની ચૂંટણીમાં અપક્ષ ઉમેદવારી કરી હતી પણ ભૂપેન્દ્ર ઝાલાએ બાદમાં ઉમેદવારી પરત પણ ખેંચી હતી. તેણે ઉમેદવારી ફોર્મ સાથે એફિડેવિટમાં આવકના આંકડા દર્શાવ્યા હતા જેમાં ITમાં રિટર્નમાં માત્ર 17.94 લાખની આવક દર્શાવી હતી. તેણે વર્ષ 2018-19માં માત્ર 4.98 લાખની આવક અને 2021-22માં રૂ.9.79 લાખની આવક દર્શાવી હતી.
રોકાણકારોને એક કા ડબલ જેવું પ્રલોભન
CEO ભુપેન્દ્રસિંહ ઝાલા દ્વારા અનેક લોકો સાથે છેતરપિંડી કરાઈ હોવાનું જણાઇ રહ્યું છે. તેણે ગુજરાત-રાજસ્થાનમાં અલગ અલગ શહેરોમાં બ્રાન્ચ ખોલી હતી અને રાષ્ટ્રીયકૃત બેન્કો, નાણાંકીય સંસ્થાઓ કરતા વધુ વળતરની લાલચ આપી હતી. રોકાણકારોને એક કા ડબલ જેવું પ્રલોભન આપી કરોડો ખંખેરાયા હતી. કરોડોની છેતરપિંડીમાં બીજા અનેક નામ ખૂલે તેવી સંભાવના છે.
આ પણ વાંચો----Breaking : લોથલમાં માટીના ખાડામાં 2 મહિલા અધિકારી દટાતા 1નું મોત


