Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Ayodhya : રામ લલાનું ભવ્ય મંદિર કઇ રીતે બંધાયું ? વાંચો આ અહેવાલ

અહેવાલ---ઉમંગ રાવલ, અમદાવાદ કરોડો ભક્તોની આસ્થા સમાન અયોધ્યામાં રામ લલાના ભવ્ય મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાને હવે ગણતરીના દિવસો બાકી છે ત્યારે ભક્તોમાં અપાર ઉત્સાહ જોવા મળી રહ્યો છે. દાયકાઓના સંઘર્ષ બાદ આખરે રામ લલાનું મંદિર તૈયાર થયું છે ત્યારે આ મંદિરના...
ayodhya   રામ લલાનું ભવ્ય મંદિર કઇ રીતે બંધાયું   વાંચો આ અહેવાલ
Advertisement

અહેવાલ---ઉમંગ રાવલ, અમદાવાદ

કરોડો ભક્તોની આસ્થા સમાન અયોધ્યામાં રામ લલાના ભવ્ય મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાને હવે ગણતરીના દિવસો બાકી છે ત્યારે ભક્તોમાં અપાર ઉત્સાહ જોવા મળી રહ્યો છે. દાયકાઓના સંઘર્ષ બાદ આખરે રામ લલાનું મંદિર તૈયાર થયું છે ત્યારે આ મંદિરના નિર્માણમાં મહત્વની ભૂમિકા ભજવનારા વાસ્તુકાર ચંદ્રકાંત સોમપુરાના પરિવારમાં પણ ખુશીનો માહોલ છે. પિતા ચંદ્રકાંત સોમપુરાની સાથે મંદિરની ડિઝાઇન અને આખુ સ્ટ્રકચર તૈયાર કરવામાં મદદ કરનારા આશિષ સોમપુરા પણ ખુશ છે. ગુજરાત ફર્સ્ટે આશિષ સોમપુરા સાથે ખાસ વાતચીત કરી હતી.

Advertisement

Advertisement

સાથે પેન્સિલ લઇ જવાની પણ મંજૂરી ન હતી

ગુજરાત ફર્સ્ટે રામ મંદિરના નિર્માણની અતથી ઇતિ સુધીની કહાણી આશિષ સોમપુરાના મુખે સાંભળી છે. આશિષ સોમપુરાએ કહ્યું કે 32 વર્ષ પહેલા વીએચપીના અગ્રણી અશોક સિંઘલ સાથે તેમના પિતા મંદિર ક્યાં બનાવવું તે જોવા માટે અયોધ્યા ગયા હતા. તે વખત રામ મંદિરનું સ્થળ રીતસર છાવણીમાં ફેરવાયું હતું. અંદર જવાની પરમિશન પણન હતી. અમને અંદર જવા દેવાયા હતા પણ સાથે પેન્સિલ લઇ જવાની પણ મંજૂરી ન હતી.

ડગલાં માંડીને મંદિર અને મંદિર પરિસરનું ક્ષેત્રફળનું માપ લીધું

તે સમયે ચંદ્રકાંત સોમપુરા હાલના મંદિરના સ્થળ પર ગયા હતા અને ડગલાં માંડીને મંદિર અને મંદિર પરિસરનું ક્ષેત્રફળનું માપ લીધું હતું. ત્યારબાદ તેનો નકશો તૈયાર કરાયો હતો. પોતાના મગજમાં જ તેમણે મંદિરનો નકશો તૈયાર કર્યો હતો અને ત્યારબાદ લગભગ ત્રણ નકશા બનાવી વીએચપી, મંદિરના ટ્રસ્ટીઓ અને અલગ અલગ સંસ્થાઓને બતાવ્યા હતા. જેમાંથી એક નકશો ફાઇનલ થયો હતો.

ઘણા બધા ઉતાર ચઢાવ આવ્યા

આશિષ સોમપુરાએ કહ્યું કે જે તે સમયે સોમપુરા પરિવારે વિચાર્યું પણ ન હતું કે મંદિર બનશે કે કેમ કારણ કે જ્યારથી મંદિર બનાવવાની વાતો થતી ત્યારથી લઈને સુપ્રીમ કોર્ટનો ચૂકાદો આવ્યો ત્યાં સુધી ઘણા બધા ઉતાર ચઢાવ આવ્યા હતા. એક સમયે એવો પણ હતો કે લોકોને થઈ ગયું હતું કે હવે મંદિર બનશે કે કેમ એક પ્રશ્ન થતો પરંતુ જ્યારે સુપ્રીમ કોર્ટનો ચુકાદો આવ્યો અને ચુકાદામાં જે હામી આવી કે જે જગ્યાએ રામ મંદિર બનાવવાનું છે ત્યાં રામના અવશેષો મળી આવ્યા છે મંદિર પહેલા હતું તેના અવશેષો મળી આવ્યા છે આ વાત ફલીત તથા આખરે નક્કી થયું કે રામ મંદિર જ્યાં હતું ત્યાં જ બનશે ત્યારે ખુશી છવાઇ ગઇ હતી.

નાગર શૈલીથી આ મંદિરનું નિર્માણ કરવામાં આવ્યું

તેઓ કહે છે કે જ્યારે ચૂકાદો આવ્યો ત્યારે તે ક્ષણ અમારા માટે ગર્વની ક્ષણ હતી. તેમણે કહ્યું કે રામ એ મૂળ તો વિષ્ણુનું સ્વરૂપ હતા અને વિષ્ણુના દર્શન થાય એ માટે નાગર શૈલીથી આ મંદિરનું નિર્માણ કરવામાં આવ્યું છે અને તે કાર્ય ખૂબ કઠિન ભર્યું હતું.

40 વર્ષથી મહેનત કરતા હતા તે બધાની આશા ફળી

તેમણે કહ્યું કે જ્યારે શરુઆત કરી ત્યારે મંદિરની ડિઝાઇન બનાવી અને કામ ચાલું થયું ત્યારે એમ હતું કે થોડા સમયમાં નવું કંઇ થશે. 92થી 96ના વર્ષમાં સ્પીડમાં કામ થયું અને ત્યારબાદ કામ ઘટી ગયું હતું. માત્ર 15થી 20 કાગરિગરો જ કામ કરતા. એક વખતે એવું પણ થયું કે મંદિર પુરુ થશે કે કેમ. ચૂંટણીમાં જ રામ મંદિરની વાતો થતી હતી. પણ વડાપ્રધાને કેસ ડે ટુ ડે હિયરીંગ કર્યો ત્યારે આશા બંધાઇ . જે દિવસે ચૂકાદો આવ્યો ત્યારે થયું કે 40 વર્ષથી મહેનત કરતા હતા તે બધાની આશા ફળી. અમારા માટે તે ગર્વની ક્ષણ હતી.

આ પણ વાંચો----DRDO એ સ્વદેશી હાઈ-સ્પીડ ફ્લાઈંગ વિંગ UAVનું સફળતાપૂર્વક પરીક્ષણ કર્યું, જાણો તેની વિશેષતાઓ

Tags :
Advertisement

.

×