ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

સુરતના હીરાના કારખાનેદારે ધીરેન્દ્ર શાસ્ત્રીને આપ્યો આ પડકાર

બાબા બાગેશ્વર ધામના ધીરેન્દ્ર શાસ્ત્રી મહારાજનો ગુજરાતમાં ત્રણ સ્થળોએ દિવ્ય દરબાર યોજાવા જઇ રહ્યો છે. અમદાવાદ, રાજકોટ અને સુરત ખાતે યોજાનારા દિવ્ય દરબારની તડામાર તૈયારી કરાઇ રહી છે. ત્યારે સુરતના એક કારખાનેદારે વિરોધ નોંધાવ્યો છે. મહત્વનું છે કે, સુરતમાં આવનાર...
05:04 PM May 17, 2023 IST | Dhruv Parmar
બાબા બાગેશ્વર ધામના ધીરેન્દ્ર શાસ્ત્રી મહારાજનો ગુજરાતમાં ત્રણ સ્થળોએ દિવ્ય દરબાર યોજાવા જઇ રહ્યો છે. અમદાવાદ, રાજકોટ અને સુરત ખાતે યોજાનારા દિવ્ય દરબારની તડામાર તૈયારી કરાઇ રહી છે. ત્યારે સુરતના એક કારખાનેદારે વિરોધ નોંધાવ્યો છે. મહત્વનું છે કે, સુરતમાં આવનાર...

બાબા બાગેશ્વર ધામના ધીરેન્દ્ર શાસ્ત્રી મહારાજનો ગુજરાતમાં ત્રણ સ્થળોએ દિવ્ય દરબાર યોજાવા જઇ રહ્યો છે. અમદાવાદ, રાજકોટ અને સુરત ખાતે યોજાનારા દિવ્ય દરબારની તડામાર તૈયારી કરાઇ રહી છે. ત્યારે સુરતના એક કારખાનેદારે વિરોધ નોંધાવ્યો છે.

મહત્વનું છે કે, સુરતમાં આવનાર 26 અને 27 મેના રોજ બાગેશ્વર ઉર્ફે ધીરેન્દ્ર શાસ્ત્રી સુરતમાં દિવ્ય દરબાર તરીકે કાર્યક્રમ યોજવા જઇ રહ્યા છે. ત્યારે સુરતના એક કારખાને દારે બાબા ધીરેન્દ્ર શાસ્ત્રીને પડકાર આપ્યો છે. જનક બાબરીયા તરફથી ધીરેન્દ્ર શાસ્ત્રીને વધુ એક ચમત્કારના પરચા બતાવવાનો પડકાર આપવામાં આવ્યો છે. તેમણે કહ્યું બાબા જો ખરેખર ચમત્કારી હોય તો અમારી ટીમને દરબારમાં આમંત્રણ આપે અને  હીરાનું પેકેટ તેમને આપીશ અને તેમાં કેટલા નંગ હીરા છે તે બાબા જાણાવી આપે તો તેમના દિવ્ય શક્તિનો સ્વીકાર કરી આ તમામ હીરા તેમના ચરણોમાં અર્પણ કરવા તૈયાર છું.

તમને જણાવી દઈએ કે, સુરત, અમદાવાદ અને રાજકોટમાં મે અને જૂન મહિનામાં બાગેશ્વર બાબાનો દરબાર યોજાવાનો છે. આ દરબારમાં લાખોની સંખ્યામા ભક્તો આવી શકે તેવું અનુમાન લગાવવામા આવી રહ્યું છે. બાગેશ્વર બાબાએ માત્ર 26 વર્ષની ઉંમરમાં લાખો અનુયાયીઓ એકત્રિત કર્યા છે, જેઓ ભગવાન અને તેમના પ્રત્યે સંપૂર્ણ સમર્પિત છે.

આ પણ વાંચો : બાબા બાગેશ્વર ધીરેન્દ્ર શાસ્ત્રીનો ગુજરાતમાં યોજાશે દિવ્ય દરબાર, જાણો સમગ્ર કાર્યક્રમ

Tags :
ChallengeDhirendra Shastridiamond manufacturerGujaratSurat
Next Article