સુરતમાં ગર્ભ પરિક્ષણ કરતા તબીબને રંગે હાથ ઝડપી લેવાયો
અહેવાલઃ રાબિયા સાલેહ, સુરત
દેશભરમાં એક તરફ બેટી બચાવ અને બેટી પઢાવ અંગે જાગૃતતા લાવવા સરકાર દ્વારા વિવિધ કાર્યક્રમો યોજવામાં આવી રહ્યા છે , એનજીઓ સામાજિક સંસ્થાઓ દ્વારા બેટી બચાવો બેટી પઢાઓને લઈ રેલીઓ યોજવામાં આવી રહી છે ત્યાં બીજી તરફ સુરતમાં એક ક્લિનિકમાં કાયદાનો જાણે કોઈ ડર એજ ના હોય તેમ ગેરકાયદે ગર્ભ પરીક્ષણ કરવામાં આવતું હોવાનું ઝડપાયું છે.
મદદગાર તબીબ
સુરતમાં વાઇટ કોલર સામાજીક નરભક્ષીઓ દિકરીઓને ગર્ભમાં જ ખતમ કરી દેવાના કારસા કરી રહ્યા હોવાનું તંત્ર ને ધ્યાને આવ્યું છે.,જો કે ગર્ભ પરીક્ષણ કરવુ મોટો ગુનો સાથે જ કાયદા નો ભંગ કરનાર વ્યક્તિ ને તેની સજા પણ થાય છે. છતા ઘણા ડૉક્ટરો થોડા પૈસાની લાલચમાં આ ગુનો કરતા હોય છે. તાજેતરમાં આવો એક કિસ્સો સુરત શહેરના પર્વત પાટિયા વિસ્તારમાં રંગે હાથ ઝડપાયો છે.
સુરત જિલ્લા પંચાયતની આરોગ્ય શાખાના પી.સી. એન્ડ પી. એન. ડી. ટી. સેલ ને મળેલી બાતમી ના આધારે વિભાગે તબીબ વિરૂદ્ધ કાયદેસર ની કાર્યવાહી કરી છે. સુરત જિલ્લા પંચાયતની આરોગ્ય શાખાને બાતમી મળી હતી કે શહેરના પર્વત પાટિયા વિસ્તારમાં આવેલા લાભુબાનગર, નોબલ સ્કૂલ સામે, ડોમિનોઝ પિઝાની નજીક આવેલા બ્રહ્મા ક્લિનિકમાં ગર્ભપરીક્ષણ કરવામાં આવી રહ્યું છે,જેને આધારે ટીમે તપાસ હાથ ધરી હતી અને તબીબ રાજેશ ધોળીયાને ગર્ભ પરિક્ષણ કરતા રંગે હાથ ઝડપી લીધા હતા.
મહિલા દલાલ
ઓક્ટોબર ૨૦૨૧ માં પીસીપીએનડીટી એક્ટ અંતર્ગત છેલ્લે કેસ કરવામાં આવ્યો હતો, ત્યાર બાદ ગત રોજ ફરી એક વાર આજ રીત ની કાર્યવાહી કરાઇ છે ..સુરતમાં પર્વત પાટિયા વિસ્તારમાં આવેલા લાભુબા કોમ્પલેક્ષ માં ચલાવતાં બ્રહ્મા ક્લિનિક ઉપર કાર્યવાહી કરાઈ છે. આ ક્લિનિક માં ડો.રાજેશ બી. ધોળિયા છેલ્લા કેટલાક વર્ષો થી ક્લિનિક ચાલવી ગેરકાયદે કામ કરી રહ્યા હતા. (BHMS, CCH)) PC & PNDT (પૂર્વ પ્રસૂતિ નિદાન પરીક્ષણ અધિનિયમ)- ૧૯૯૪ અને નિયમ ૧૯૯૬ મુજબ સોનોગ્રાફી કરવા માટે તેઓ લાયકાત ધરાવતા ન હતા,આ સમગ્ર તપાસ જિલ્લા મુખ્ય આરોગ્ય અધિકારી અનિલ પટેલે કરી હતી,અધિકારી એ તેમને કાયદાનો ભંગ કરીને મહિલા દર્દી પર હેન્ડી મશીનથી ગેરકાયદે સોનોગ્રાફી કરતા રંગેહાથ ઝડપી લેવાયા હતા.સાથે જ તેમની પાસેથી સોનોગ્રાફીમાં ઉપયોગમાં લેવાતું અનરજિસ્ટર્ડ ‘હેન્ડી પોર્ટેબલ ટેબ્લેટ' પણ મળી આવ્યું હતું. ક્લિનિક કે હેન્ડી પોર્ટેબલ મશીનની પી.સી. એન્ડ પી.એન.ડી.ટી. એક્ટ મુજબ નોંધણી કરાવવામાં આવી ન હતી. જેથી PC & PNDT એક્ટની કલમ- ૧૯૯૪ તથા નિયમ-૧૯૯૬ના ભંગ બદલ ફરિયાદ દાખલ કરી કાયદાકીય કાર્યવાહી કરવામાં આવી છે,તબીબ ની ધરપકડ કરી બીજી વાર કાયદાનો કોઈ ભંગ ના કરે તેવો દાખલો બેસાડવામાં આવ્યો છે.





