લગ્ન મંડપમાં વરરાજા ધુણવા લાગ્યો અને થઇ ગયો બેહોશ, જ્યારે ઉઠ્યો ત્યારે દુલ્હન અને પોલીસ...
- વરરાજા લગ્ન મંડપમાં જ ધ્રુજવા લાગ્યા હતા
- અચાનક બેભાન થતા ડોક્ટરને બોલાવવામાં આવ્યા
- દુલ્હને વરરાજા હોશમાં આવ્યા બાદ લગ્નનો ઇન્કાર કર્યો
રાંચી : ખુલા આકાશ તળે બનેલા મંડલમાં વરરાજા ઠુંઠવાવા લાગ્યા હતા અને અચાનક બેહોશ થઇને ઢળી પડ્યો. એક દોઢ કલાક બાદ વરરાજાની સ્થિતિ સામાન્ય થઇ હતી. ખુલા આકાશ તળે બનેલા મંડલમાં વરરાજા ઠુંઠવાવા લાગ્યા હતા અને અચાનક બેહોશ થઇને ઢળી પડ્યો. એક દોઢ કલાક બાદ વરરાજાની સ્થિતિ સામાન્ય થઇ હતી.મંડપમાં વરરાજાને ફરી બેસવા માટે તૈયાર કરવામાં આવ્યો, જો કે દુલ્હને ફેરા લેવાનો ઇન્કાર કરી દીધો હતો.
ઝારખંડના દેવઘર બાબા એટલે કે વૈદ્યનાથની નગરીમાં થનારા લગ્નની ચર્ચા દેશ વિદેશમાં થતી હોય છે, એવું એટલા માટે કારણ કે વિશ્વ પ્રસિદ્ધ દ્વાદશ જ્યોતિર્લિંગ બાબા બૈદ્યનાથ ધામમાં તમામ લગ્નો થાય છે જે હંમેશા ચર્ચાનો વિષય બને છે. બિહારના દુલ્હા અને સાત સમંદર પાર ઇંગ્લેન્ડની દુલ્હનને ગત્ત દિવસોમાં બાબાની નગરીમાં વિવાહ કર્યા હતા. બીજી તરફ વિદેશી દુલ્હા અને ભારતની દુલ્હનીયાઓ પણ લગ્ન કરી ચુક્યા છે. જો કે આજથી એવા લગ્નની વાત કરી રહ્યા છીએ જેમાં વરમાલા તો થઇ પરંતુ સાત ફેરા થઇ શક્યા નહોતા.
આ પણ વાંચો : LIVE: લોકસભામાં 'વન નેશન-વન ઈલેક્શન' બિલ રજૂ કરાશે
ધામધુમથી થઇ રહ્યા હતા લગ્ન
દેવઘર જિલ્લાના મોહનપુર પ્રખંડ વિસ્તારમાં ઘોરમારામાં ભારે ઠંડી અને કોલ્ડવેવ વચ્ચે લગ્ન કરવા એક યુવકને મોંઘુ પડ્યું હતું. ઠંડીના કારણે તેના લગ્ન થતા પહેલા જ તુટી ગયા હતા. દુલ્હાપક્ષ સ્થાનીક ઘોરમારાની જ રહેવાસી હતી. અર્ણવ નામના યુવકના લગ્ન અંકિતા નામની યુવતી સાથે થવાના હતા. બંન્ને પક્ષોની સંમતીથી લગ્ન એક ખાનગી ગાર્ડન કેમ્પસમાં થઇ રહ્યા હતા. ખુબ જ ધામધુધથી લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું.
ઠંડી અને પાર્ટી પ્લોટનું ગાર્ડન ઘાતક નિવડ્યાં
સૌથી પહેલા બંન્ને પક્ષોની તરફથી મિલનનો કાર્યક્રમ શરૂ થયો. ત્યાર બાદ ખુલા આકાશ તળે વરમાળાનું સ્ટેજ બનાવવામાં આવ્યું હતું. તેના પર વરમાલાનો કાર્યક્રમ થયો. પછી લગ્ના મંડમાં તમામ લોકો પહોંચ્યા. લગ્નનો મંડપ પણ ખુલ્લો હતો. વરમાળા અને ભોજન બાદ વરરાજા અને દુલ્હન મંડપમાં બેસી ગયા. પંડિતે લગ્નની વિધિ તૈયાર કરી દીધી. બીજી તરફ દુલ્હો ધ્રુજવા લાગ્યો હતો. પહેલા તો કોઇ કાંઇ સમજી શક્યું જ નહોતું કે વરરાજા આટલું બધુ ધ્રુજી કેમ રહ્યા છે. કેટલાક લોકોને અંદાજ હતો કે કોઇ માતાજી આવ્યા છે. તો કેટલાક લોકો તેને બિમારી હોવાનું ગણગણી રહ્યા હતા. ત્યારે અચાનક વરરાજા બેભાન થઇને પડી ગયો. વરરાજાનું શરીર ઠંડુ પડી ગયું. તત્કાલ પરિવાર દ્વારા દુલ્હાને રૂમમાં લઇ ગયા અને હાથ પગ રગડીને તેને ગરમી આપવામાં આવી.
આ પણ વાંચો : Mehsana: ઊંઝા APMCની ચૂંટણીનું પરિણામ જાહેર, પૂર્વ ચેરમેન દિનેશ પટેલનો દબદબો યથાવત
ડોક્ટરની મદદથી વરરાજાને હોશમાં લવાયા
આ દરમિયાન એક સ્થાનિક ડોક્ટરની પણ મદદ લેવામાં આવી. દુલ્હાને સ્લાઇન લગાવીને ઠંડીથી રાહત આપવા માટેના ઇન્જેક્શન આપવામાં આવ્યા. આશરે દોઢ કલાક બાદ વરરાજાની સ્થિતિ સામાન્ય થઇ. મંડપમાં વરરાજા ફરી આવ્યા પરંતુ યુવતીએ ફેરા લેવાનો ઇન્કાર કરી દીધો.
દુલ્હને કહ્યું યુવક પહેલાથી જ બિમાર છે
દુલ્હનનું કહેવું હતું કે, યુવકને કોઇ બિમારી છે. માટે તે લગ્ન નહીં કરે. દુલ્હનની શંકા એટલા માટે વધી ગઇ કારણ કે સામાન્ય રીતે જાન હંમેશા યુવતીના ઘરે જતી હોય છે. પરંતુ આ કિસ્સામાં વરપક્ષ દ્વારા દુલ્હનના પરિવારને બોલાવવામાં આવ્યો હતો. એક ખાનગી બંગ્લાના ગાર્ડનમાં લગ્ન કરાવવામાં આવી રહ્યા હતા. બંન્ને પક્ષ વચ્ચે બાદમાં વિવાદ વધી ગયો અને સવારે 5 વાગ્યા સુધી બબાલ ચાલી હતી.
આ પણ વાંચો : પ્રિયંકા ગાંધીની પેલેસ્ટાઈન બેગની ભારતમાં જ નહીં પડોશી દેશમાં પણ થઇ રહી છે ચર્ચા
સમગ્ર મામલે પોલીસ પણ વિવાદ ઉકેલી ન શકી
આ મામલે માહિતી મળતા જ મોહનપુર પોલીસ પહોંચી ગઇ. માહિતી મળતા જ મોહનપુર પોલીસ સ્ટેશન પીઆઇ પ્રિયરંજન કુમાર પોલીસ સાથે પહોંચ્યા. પોલીસે બંન્ને પક્ષને સમજાવટ કરી હતી. જો કે સંમતી થઇ શકી નહોતી. સવારે 8 વાગ્યા સુધી વિવાદ ચાલતા આખરે વર પક્ષ જાન લઇને પરત ફરી ગયો. જ્યારે યુવતીનો પરિવાર પણ ભાગલપુર (બિહાર) પોતાના ઘરે પરત ફરી ગયા હતા.
આ પણ વાંચો : Ahmedabad: સરકારને મોટાપાયે ચૂનો લગાડવાના કૌભાંડનો પર્દાફાશ, ક્રાઈમ બ્રાન્ચની તપાસમાં થયો મોટો ખુલાસો