ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Gondal : જુના માર્કેટિંગ યાર્ડની ઘટના, સળગતી કાર 100 ફૂટ સુધી દોડી અને..! જુઓ Video

જૂના યાર્ડ ખાતે પાર્ક કરેલ કારમાં અચાનક આગ લાગી જતાં કાર ભડભડ સળગી હતી. સળગતી કાર રસ્તા પર 100 ફૂટ કરતા પણ વધુ દોડી હતી.
08:04 PM Apr 07, 2025 IST | Vipul Sen
જૂના યાર્ડ ખાતે પાર્ક કરેલ કારમાં અચાનક આગ લાગી જતાં કાર ભડભડ સળગી હતી. સળગતી કાર રસ્તા પર 100 ફૂટ કરતા પણ વધુ દોડી હતી.
Gondal_gujarat_first
  1. રાજકોટનાં Gondal ના જૂના માર્કેટિંગ યાર્ડમાં ઇકો કારમાં લાગી વિકરાળ આગ
  2. મરચાની ખરીદી કરવા આવેલ મહેસાણાના વેપારીની કારમાં અચાનક લાગી આગ
  3. ભીષણ આગ લાગ્યા બાદ કાર રસ્તા પર 100 ફૂટ કરતા વધુ દોડી
  4. વેપારીઓએ કારને રોકવાનો કર્યો પ્રયાસ, ફાયર બ્રિગેડે આગ પર કાબૂ મેળવ્યો

રાજકોટનાં (Rajkot) ગોંડલ તાલુકાનાં જૂના માર્કેટિંગ યાર્ડમાં એક ઇકો કારમાં અચાનક આગ લાગી હતી. ગોંડલ ખાતે મરચાની ખરીદી કરવા આવેલ મહેસાણાનાં (Mehsana) વેપારીની જૂના યાર્ડ ખાતે પાર્ક કરેલ કારમાં અચાનક આગ લાગી જતાં કાર ભડભડ સળગી હતી. સળગતી કાર રસ્તા પર 100 ફૂટ કરતા પણ વધુ દોડી હતી. ત્યાં હાજર લોકોએ કારને રોકવાનો પ્રયાસ પણ કર્યો હતો. આગ લાગતા કાર સંપૂર્ણ બળીને ખાખ થઈ હતી. સદનસીબે, આ દુર્ઘટનામાં કોઈ જાનહાનિનાં સમાચાર નથી. ફાયર બ્રિગેડને ઘટનાની જાણ કરતા ટીમ ત્યાં પહોંચી હતી અને આગ પર કાબૂ મેળવ્યો હતો. આ મામલે પોલીસે તપાસ હાથ ધરી છે.

આ પણ વાંચો - Surat: માંડવી કાર્યકર્તા સંમેલનમાં કુંવરજી હળપતિની જીભ લપસી, જુઓ વીડિયો

આગ લાગ્યા બાદ ઈકો કાર 100 ફૂટ રસ્તા પર દોડી

પ્રાપ્ત માહિતી અનુસાર, ગોંડલનાં જુના માર્કેટિંગ યાર્ડમાં મહેસાણા જિલ્લાનાં જોટાણા ગામનાં મરચાનાં વેપારી હસમુખભાઈ અંબાલાલ પટેલની ઈકો કાર જુના યાર્ડમાં (Gondal Marketing Yard) પાર્ક કરેલી હતી. ઘર માટે કેસર કેરી ખરીદવા ઊભા રહ્યા હતા ત્યારે કારમાં અચાનક પ્રથમ ધુમાડો નીકળતા જોત જોતમાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું. ત્યાર બાદ ઇકો કાર 100 ફૂટ કરતા પણ વધુ રસ્તા પર દોડી હતી. આસપાસનાં વેપારીઓ અને રાહદારીઓએ કારને ઊભી રાખવાનો પ્રયત્નો પણ કર્યા હતા. જો કે, 100 ફૂટ આગળ જઈ કાર ઊભી રહી ગઈ હતી.

આ પણ વાંચો - Gandhinagar : એક તરફ કોંગ્રેસનું રાષ્ટ્રીય અધિવેશન, બીજી તરફ BJP નું સક્રિય કાર્યકતા સંમેલન

કારમાં આગ લાગતા બળીને ખાખ થઈ, જાનહાનિ નહીં

આ ઘટનાની જાણ ગોંડલ નગરપાલિકા ફાયર વિભાગને (Fire Department) કરતા ફાયરની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી અને સતત પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવ્યો હતો. ઈક્કો કારમાં આગ લાગતા કાર બળીને ખાખ થવા પામી હતી. જો કે, કારમાં આગ ક્યાં કારણોસર લાગી જાણવા મળ્યું નથી. જુના માર્કેટિંગ યાર્ડ ખાતે સાંજનાં સમયે મોટી સંખ્યામાં લોકો શાકભાજી, ફ્રૂટ લેવા આવતા હોય છે. કારમાં આગ લાગતા અને રસ્તા પર કાર દોડતા લોકોમાં થોડીવાર માટે દોડભાગ મચી જવા પામી હતી. સદનસીબે આ દુર્ઘટનામાં કોઈ જાનહાનિનાં સમાચાર નથી. આ મામલે પોલીસે તપાસ હાથ ધરી છે.

અહેવાલ : વિશ્વાસ ભોજાણી, ગોંડલ

આ પણ વાંચો - ધોરણ 10 અને 12ના પરિણામ ક્યારે જાહેર થશે...જાણો વિગતવાર

Tags :
Car Fire VideoFire in Eeco CarGondalGondal Fire DepartmentGondal marketing yardGUJARAT FIRST NEWSMehsanaRAJKOTTop Gujarati Newsviral video
Next Article