Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

સ્વાતિ માલીવાલ સાથે કથિત ગેરવર્તણૂકના મામલામાં આવ્યો નવો વળાંક, જુઓ આ Viral Video

Video Viral : આમ આદમી પાર્ટીની રાજ્યસભા સાંસદ સ્વાતિ માલીવાલ (AAP Rajya Sabha MP Swati Maliwal) સાથે કથિત ગેરવર્તણૂક (Misbehavior) ના મામલામાં નવો વળાંક (New Turn) આવ્યો છે. આ વીડિયો 13 મેનો છે અને તે મુખ્યમંત્રીના આવાસની અંદર (Inside the...
સ્વાતિ માલીવાલ સાથે કથિત ગેરવર્તણૂકના મામલામાં આવ્યો નવો વળાંક  જુઓ આ viral video
Advertisement

Video Viral : આમ આદમી પાર્ટીની રાજ્યસભા સાંસદ સ્વાતિ માલીવાલ (AAP Rajya Sabha MP Swati Maliwal) સાથે કથિત ગેરવર્તણૂક (Misbehavior) ના મામલામાં નવો વળાંક (New Turn) આવ્યો છે. આ વીડિયો 13 મેનો છે અને તે મુખ્યમંત્રીના આવાસની અંદર (Inside the Chief Minister's Residence) નો હોવાનું કહેવાય છે. જોકે, ગુજરાત ફર્સ્ટ (Gujarat First) આ વીડિયોની પુષ્ટિ કરતું નથી. સૂત્રોની માનીએ તો આ વીડિયોમાં સ્વાતિ માલીવાલ (Swati Maliwal) અને કેટલાક કર્મચારીઓ વચ્ચે દલીલબાજી જોવા મળી રહી છે.

13 મેનો વીડિયો વાયરલ

વીડિયોમાં સ્વાતિ માલીવાલ (Swati Maliwal) અને કેટલાક કર્મચારીઓ કોઈ વાત પર દલીલ કરતા સાંભળવા મળે છે. વીડિયોમાં સ્વાતિ માલીવાલ કહેતી સંભળાય છે કે તેણે 112 પર ફોન કર્યો છે. બીજી તરફ સ્ટાફ બહાર જવાનું કહેતો સાંભળવા મળે છે. સૂત્રોની માનીએ તો આ વીડિયોમાં જોવા મળે છે કે સ્વાતિ માલીવાલ મુખ્યમંત્રી હાઉસ (CM House) ની અંદર બેઠી છે જ્યાં કેટલાક કર્મચારીઓ (Employees) તેમને બહાર જવા માટે કહી રહ્યા છે. આ દરમિયાન તે બિભવ પર ગુસ્સે થઈ રહી છે. દરમિયાન તે કહેતી સંભળાય છે કે, આજે હું આ બધા લોકોને બતાવીશ, તમારે જે કરવું હોય તે કરી લો, તમારી પણ નોકરી હું ખાઇ જઇશ... તમે મને હમણાં જ DCP સાથે વાત કરાવો. હું પહેલા SHO સિવિલ લાઈન્સ સાથે વાત કરીશ. જે થશે તે અહીં થશે. જો તમે મને સ્પર્શ કરશો તો હું તમારી નોકરી પણ ખાઈ જઇશ. વળી આ દરમિયાન ત્યાં હાજર કર્મચારીઓ સ્વાતિને વિનંતી કરતા જોવા મળે છે. આના પર સ્વાતિ કહે છે, 'મેં હમણાં જ 112 પર ફોન કર્યો છે, પોલીસ આવવા દો, પછી વાત કરીએ. 'આના પર કર્મચારીઓ કહે છે કે  પોલીસ પણ બહાર આવશે, અહીં નહીં આવે? સ્વાતિ કહે છે ના, હવે જે થશે તે અંદર જ થશે, તે અંદર આવશે. જ્યારે કર્મચારીઓ સ્વાતિને બહાર આવવા વિનંતી કરે છે, ત્યારે તે કહે છે, 'ફેંકી દો તમે...તમે ફેંકી દો...આ...'

Advertisement

Advertisement

મને 7-8 વખત થપ્પડ માર્યા : સ્વાતિ માલીવાલ

જણાવી દઈએ કે, રાજ્યસભા સાંસદ સ્વાતિ માલીવાલ સાથે દુર્વ્યવહારના મામલામાં પોલીસે FIR નોંધી દીધી છે. ફરિયાદમાં માત્ર બિભવને જ આરોપી બનાવવામાં આવ્યો છે. સ્વાતિ કહે છે કે, તેને લાત મારવામાં આવી હતી. પેટ અને શરીર પર પણ હુમલો થયો છે. સ્વાતિએ દિલ્હી પોલીસને 4 દિવસ પહેલા કરેલા PCR કોલ વિશે પણ વિગતવાર માહિતી આપી છે.  સ્વાતિ માલીવાલે પોલીસને આપેલા પોતાના નિવેદનમાં કહ્યું કે, 'મારી તરફથી કોઈ પણ પ્રકારની ઉશ્કેરણી કર્યા વિના તેણે (બિભવ) મને થપ્પડ મારવાનું શરૂ કર્યું. હું ચીસો પાડતી રહી, તેણે મને ઓછામાં ઓછા 7-8 વાર થપ્પડ માર્યા હશે. હું સંપૂર્ણ આઘાતમાં હતી અને મદદ માટે વારંવાર ચીસો પાડતી હતી. મારી જાતને બચાવવા મેં તેને મારા પગથી દૂર ધકેલી દીધો. દરમિયાન, તેણે ફરીથી મને ધક્કો માર્યો અને મને નિર્દયતાથી મારવાનું શરૂ કર્યું. મારું શર્ટ ખેંચ્યું. મારા શર્ટના બટનો ખૂલી ગયા. તેણે મારું માથું પકડીને ટેબલ પર માર્યું. હું મદદ માટે સતત બૂમો પાડી રહી હતી અને મારા પગથી તેને દૂર ધક્કો મારી રહી હતી.

મારી છાતી અને પેટ પર મારી લાત

તેમ છતાં બિભવ કુમાર રાજી ન થયો અને તેણે મારી છાતી, પેટ અને કમરના નીચેના ભાગે પગ વડે લાત મારીને હુમલો કર્યો. મને ખૂબ પીડા થઈ રહી હતી અને હું તેને રોકવા માટે વિનંતી કરતો રહ્યો. મારો શર્ટ ઉતરી રહ્યો હતો. તેમ છતાં તે મારા પર હુમલો કરતો રહ્યો. મેં તેને વારંવાર કહ્યું કે મને પીરિયડ્સ આવી રહ્યા છે અને મને છોડી દો. તેમ છતા તેને જરાય દયા ન બતાવી અને સંપૂર્ણ બળ સાથે વારંવાર મારા પર હુમલો કરવાનું ચાલુ રાખ્યું. કોઈક રીતે હું છટકી ગઇ અને ભાગી ગઇ. પછી હું ડ્રોઈંગ રૂમમાં સોફા પર બેસી ગઇ અને હુમલા દરમિયાન જમીન પર પડી ગયેલા મારા ચશ્મા ઉપાડી લીધા. આ હુમલા બાદ હું ચોંકી ગઇ હતી. મને ખૂબ જ આઘાત લાગ્યો હતો અને 112 પર ફોન કરીને ઘટનાની જાણ કરી હતી.

Gujarat First વાયરલ વીડિયોની પુષ્ટિ કરતું નથી....

આ પણ વાંચો - મારી છાતી અને ચહેરા પર કર્યો હુમલો, પેટ પર મુક્કો માર્યો… જાણો સ્વાતિ માલીવાલે પોલીસને શું શું જણાવ્યું

આ પણ વાંચો - Swati Maliwal દુર્વ્યવહાર કેસમાં મોટું કાર્યવાહી, દિલ્હી પોલીસે વિભવ કુમાર વિરુદ્ધ FIR દાખલ કરી…

Tags :
Advertisement

.

×