Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Surat : હૈયું કંપાવી દે એવા CCTV ફૂટેજ! શાળાનાં ટ્રસ્ટી અને આચાર્યના નિવેદનમાં વિરોધભાસ!

મૃતક વિદ્યાર્થિની ભાવનાની ઉદાસિનતા અને દુ:ખ જોઈને ધ્રુજારી છૂટી જાય તેવા CCTV ફૂટેજ સામે આવ્યા છે.
surat   હૈયું કંપાવી દે એવા cctv ફૂટેજ  શાળાનાં ટ્રસ્ટી અને આચાર્યના નિવેદનમાં વિરોધભાસ
Advertisement
  1. Surat માં વિદ્યાર્થિનીનાં મોત મામલે સૌથી મોટો ઘટસ્ફોટ
  2. ગુજરાત ફર્સ્ટને હાથ લાગ્યા વિદ્યાર્થિનીનાં CCTV ફૂટેજ
  3. મૃતક વિદ્યાર્થિનીને કોમ્પ્યુટર લેબમાં બેસાડી રખાઈ હતી
  4. વિદ્યાર્થિનીની ઉદાસિનતા, દુ:ખ જોઈને ધ્રુજારી છૂટે એવો વીડિયો આવ્યો સામે
  5. આદર્શ શાળાનાં ટ્રસ્ટી અને આચાર્યનાં નિવેદનમાં વિરોધભાસ!

સુરતમાં (Surat) વિદ્યાર્થિનીનાં આપઘાત મામલે સૌથી મોટો ઘટસ્ફોટ થયો છે. મૃતક વિદ્યાર્થિનીને કોમ્પ્યુટર લેબમાં ઘણા સમય સુધી બેસાડી રખાઈ હતી, જેનાં CCTV ફૂટેજ ગુજરાત ફર્સ્ટ (Gujarat First) પાસે આવ્યા છે. ઉદાસીન ચહેરે અંદાજિત સવા કલાક સુધી વિદ્યાર્થિની બેસી રહી હોવાનું જણાયું છે. બીજી તરફ આદર્શ શાળાનાં ટ્રસ્ટી અને આચાર્યનાં નિવેદનમાં વિરોધભાસ જોવા મળ્યો છે.

વિદ્યાર્થિનીનાં CCTV ફૂટેજ આવ્યા સામે

સુરતમાં (Surat) ગોડાદરાની આદર્શ પબ્લિક સ્કૂલમાં (Adarsh ​​Public School) ધોરણ 8 માં અભ્યાસ કરતી વિદ્યાર્થિની ભાવનાએ ગળેફાંસો ખાઈ આપઘાત કર્યો હતો. બાકી સ્કૂલ ફી મુદ્દે શાળા સંચાલકો તરફથી વારંવાર કરવામાં આવતા દબાણ અને હેરાનગતિથી કંટાળી વિધાર્થિનીએ ગળે ફાંસો ખાઈ જીવન ટુંકાવ્યું હોવાનો ગંભીર આક્ષેપ પરિવારજનોએ કર્યો છે. ત્યારે, બીજી તરફ શાળા સંચાલકોએ વિદ્યાર્થિનીનાં પરિવારના આરોપોને ફગાવ્યા છે. દરમિયાન, મૃતક વિદ્યાર્થિનીને શાળાની કોમ્પ્યુટર લેબમાં કલાકો સુધી બેસાડી રખાઈ હતી, જેનાં CCTV ફૂટેજ ગુજરાત ફર્સ્ટ (Gujarat First) પાસે આવ્યા છે.

Advertisement

આ પણ વાંચો - Surat : સમાજ અગ્રણીઓની ચીમકી, આચાર્ય-વિદ્યાર્થિનીની માતા વચ્ચે ટેલિફોનિક વાતચીતનો ઓડિયો આવ્યો સામે

Advertisement

વીડિયોમાં વિદ્યાર્થિની ઉદાસીન ચહેરે જોવા મળી

આ CCTV ફૂટેજ માં વિદ્યાર્થિની ઉદાસીન ચહેરે જોવા મળે છે. સવા કલાક સુધી વિદ્યાર્થિનીને લેબમાં બેસાડી રખાઈ હતી. દીકરી રડવા જેવી થઈ ગઈ હતી પણ નિષ્ઠુર સંચાલકો માન્યા નહીં. મૃતક વિદ્યાર્થિની ભાવનાની ઉદાસિનતા અને દુ:ખ જોઈને ધ્રુજારી છૂટી જાય તેવા CCTV ફૂટેજ સામે આવ્યા છે. બીજી તરફ આ મામલે આદર્શ શાળાના ટ્રસ્ટી અને આચાર્યનાં નિવેદનમાં વિરોધભાસ જોવા મળ્યો છે.

આ પણ વાંચો - Surat : આદર્શ પબ્લિક સ્કૂલમાં ધો. 8 માં અભ્યાસ કરતી વિદ્યાર્થિનીનો આપઘાત, પરિવારનાં ગંભીર આક્ષેપ

આદર્શ શાળાના ટ્રસ્ટી અને આચાર્યનાં નિવેદનમાં વિરોધભાસ

માહિતી અનુસાર, આદર્શ શાળાનાં ટ્રસ્ટીએ કહ્યું હતું કે, વિદ્યાર્થિનીને કોઈ તકલીફ થઈ હતી એટલે બેસાડી હતી. વિદ્યાર્થિનીને પેટમાં દુ:ખાવો થતાં તેણીને બેસાડી રાખવામાં આવી હતી. ફી મુદ્દે વાલી સાથે વાત કરી હતી, વિદ્યાર્થિનીને હેરાન નહોતી કરી. જ્યારે શાળાનાં આચાર્યે કહ્યું કે, ફી બાકી હતી એટલે નીચે ઓફિસમાં બોલાવી હતી. ત્યારબાદ ફી મુદ્દે વિદ્યાર્થિનીનાં વાલી સાથે વાત કરી હતી. જો કે, આ મામલે તટસ્થ તપાસ થાય તો મસમોટા અને ચોંકાવનારા ખુલાસા થાય તેવી વકી છે.

આ પણ વાંચો - બનાસકાંઠા જિલ્લા વિભાજનનાં વિરોધ વચ્ચે Sthanik Swaraj ચૂંટણી જાહેર, BJP-કોંગ્રેસે કર્યાં દાવા!

Tags :
Advertisement

.

×