UP : જેલમાંથી છુટવાનો એવો કેવો આનંદ કે કેદી....
- ઉત્તર પ્રદેશના કન્નૌજ જિલ્લાનો એક વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ
- આ વીડિયો જેલની બહારનો છે જ્યાં છુટેલો કેદી ડાન્સ કરી રહ્યો છે
- પોલીસકર્મીઓ પણ તાળીઓ પાડીને તેને ખુશ કર્યો
UP : ઉત્તર પ્રદેશ (UP)ના કન્નૌજ જિલ્લાનો એક વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયો જેલની બહારનો છે. એક યુવક ઘણા મહિનાઓથી જેલમાં બંધ હતો. જ્યારે તેને છોડવામાં આવ્યો ત્યારે તેની ખુશીની કોઈ સીમા ન રહી. તેણે ગેટની બહાર ડાન્સ કરીને પોતાની ખુશી વ્યક્ત કરી. એવું કહેવામાં આવી રહ્યું છે કે આ કેદી ઘણા મહિનાઓથી પોતાનો દંડ ભરવામાં સક્ષમ ન હતો. જેના કારણે તેની મુક્તિ શક્ય બની ન હતી. વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે કેદી ડાન્સ કરી રહ્યો છે, નજીકમાં ઉભેલા પોલીસકર્મીઓ પણ તાળીઓ પાડીને તેને ખુશ કરી રહ્યા છે.
શિવ નાગર છેલ્લા 9 મહિનાથી જેલમાં હતો
કેદીનું નામ શિવ નાગર હોવાનું કહેવાય છે, જે છેલ્લા 9 મહિનાથી જેલમાં હતો. યુપી પોલીસે તેની ડ્રગ સ્મગલિંગ કેસમાં ધરપકડ કરી હતી. આ કેસમાં કોર્ટે તેને 1 વર્ષની કેદની સજા ફટકારી હતી. તેના પર 1000 રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો હતો. શિવ અનાથ હતો . તેના કેસની વકીલાત કરવા માટે કોઈ નહોતું. તે છિબ્રામાળની કાંસીરામ કોલોનીનો રહેવાસી છે. બંધારણ દિન નિમિત્તે જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળના પ્રયાસોથી તેમને મુક્ત કરવામાં આવ્યો હતો. તેની સાથે અન્ય એક કેદીને પણ મુક્ત કરવામાં આવ્યો છે. કેટલીક સંસ્થાઓએ તેનો દંડ જમા કરાવ્યો હતો, ત્યારબાદ તે જેલના સળિયામાંથી બહાર આવ્યો હતો.
આ પણ વાંચો---Viral Video: લગ્નની કારમાં અચાનક ફુટ્યા ફટાકડા, video Viral
ડાન્સ બાદ જેલની બહાર ઉભેલા સુરક્ષાકર્મીઓએ પણ શિવને તાળીઓ પાડીને પ્રોત્સાહિત કર્યો
ડાન્સ બાદ જેલની બહાર ઉભેલા સુરક્ષાકર્મીઓએ પણ શિવને તાળીઓ પાડીને પ્રોત્સાહિત કર્યો હતો. આ સાથે પોલીસે તેને ફરીથી જેલમાં ન જવું પડે તે માટે જીવનમાં સારું કામ કરીને આગળ વધવા જણાવ્યું હતું. કેદી જેલમાંથી બહાર આવ્યો અને ગુનાથી દૂર રહેવાનો સંકલ્પ કર્યો.
ફતેહપુરના કેદીને પણ મુક્ત કર્યો
બીજો કેદી અંશુ ગિહર છે, તેને એક મહિના પહેલા જામીન મળ્યા હતા. પરંતુ કોઈએ તેના જામીન લીધા ન હતા. જેના કારણે તે પણ અંદર હતો. આ પછી ઓથોરિટીએ સુપ્રીમ કોર્ટના આદેશને ટાંકીને તેને જેલમાંથી બહાર કાઢ્યો હતો. ગિહર મૂળ ફતેહપુરનો રહેવાસી છે. શિવ નાગરે જેલની બહાર ડાન્સ કર્યો, તેના વીડિયો પર લોકોની કમેન્ટ આવી રહી છે. જેલ સ્ટાફના જણાવ્યા અનુસાર તેને મુક્તિ પહેલા ઈમાનદારીનો પાઠ ભણાવવામાં આવ્યો છે.
આ પણ વાંચો---રૂમાલ પહેરીને India Gate પહોંચી છોકરી, અશ્લીલ ડાન્સનો Video Viral