Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

મહિલાને જોઇએ છે વર... જાહેરમાં લોકોને આપી આ ઓફર

આજના સમયે લોકો પોતાના માટે સારો જીવનસાથી શોધવાનો પ્રયત્ન કરતા હોય છે. ભારતમાં કોઇ સામાજીક સમારોહ (Social Function) યોજાય ત્યા ઘણીવાર આ અંગે વાર્તલાપ થતી હોય છે. વળી એવી ઘણી એપ્લીકેશન પણ છે કે જેમા તમે તમારા યોગ્ય વર કે...
મહિલાને જોઇએ છે વર    જાહેરમાં લોકોને આપી આ ઓફર
Advertisement

આજના સમયે લોકો પોતાના માટે સારો જીવનસાથી શોધવાનો પ્રયત્ન કરતા હોય છે. ભારતમાં કોઇ સામાજીક સમારોહ (Social Function) યોજાય ત્યા ઘણીવાર આ અંગે વાર્તલાપ થતી હોય છે. વળી એવી ઘણી એપ્લીકેશન પણ છે કે જેમા તમે તમારા યોગ્ય વર કે કન્યા શોધી શકો છો. જોકે, આજના વ્યસ્ત જીવનશૈલી (LifeStyle) માં જીવનસાથી શોધવો ઘણો મુશ્કેલ છે. ત્યારે અમેરિકાની એક મહિલાએ પોતાના માટે જીવનસાથી શોધીને આપનાર માટે એક મોટી ઓફર આપી છે.

પતિ શોધનારને મહિલા આપશે ઈનામ

34 વર્ષની એક અમેરિકાની મહિલાએ તાજેતરમાં એક જાહેરાત આપી છે. જે મુજબ તે પોતાના માટે એક જીવનસાથીની શોધ કરી રહી છે. જે પણ તેના માટે જીવનસાથી શોધશે તેને તે 4 લાખ રૂપિયાનું ઈનામ આપશે. આ મહિલાનું નામ ઈવ ટિલી-કોલ્સન (eva tilley coulson) છે જે લોસ એન્જલીસની રહેવાસી છે. તે એક કોર્પોરેટ વકીલ છે. મહિલાએ Tiktok પર એક વીડિયો જાહેર કરીને તે વ્યક્તિ સાથે કનેક્ટ થવામાં મદદ કરવા માટે અપીલ કરી છે. ઈવના TikTok પર 10,00,000 થી વધુ ફોલોઅર્સ છે. તેણે ખુલાસો કર્યો છે કે પહેલા તેણે તેના મિત્રો અને તેના બોસ સાથે આ ડીલ કરી હતી, પરંતુ હવે તે સામાન્ય લોકોને પણ આ વિશે જણાવવા માંગે છે.

Advertisement

Advertisement

ડેટિંગથી કંટાળીને લીધો નિર્ણય

ઈવ ટિલી-કોલ્સને કહ્યું કે, “તો ઓફર એ છે કે જો તમે મને મારા પતિ સાથે પરિચય કરાવો અને હું તેની સાથે લગ્ન કરીશ તો હું તમને $5,000 આપીશ. મારે તેની સાથે લાંબા સમય સુધી લગ્ન કરવાની જરૂર નથી, હું તેને 20 વર્ષમાં છૂટાછેડા આપી શકું છું, તેનાથી કોઈ ફરક નથી પડતો, પરંતુ જો તમે મને એવો કોઈ પુરુષ શોધી આપો અને હું તેની સાથે લગ્ન કરીશ, તો હું તમને $ 5,000 આપીશ. કોલ્સને કહ્યું કે તે લગભગ 5 વર્ષથી સિંગલ છે અને ડેટિંગ વગેરેથી કંટાળી ગઈ છે. જોકે તેણે લોકોને રૂબરૂમાં અને ડેટિંગ એપ્સ પર મળવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ તેને ખાસ સફળતા મળી ન હતી.

વીડિયો જોઈને લોકો પાગલ થઈ ગયા

ઈવનો આ વીડિયો અત્યાર સુધીમાં 5 લાખથી વધુ લોકો જોઈ ચૂક્યા છે. અત્યાર સુધીમાં ઈવને 25 ઑફર્સ મળી ચૂકી છે, તેમ છતાં તેમાંથી એક પણ તેને પસંદ નથી આવી. મોટાભાગની મહિલાઓ એવી છે જેઓ તેમની ખાસ ઓફર સ્વીકારે છે. દરેક પૃષ્ઠભૂમિના લોકો ઇવને તેના જીવનસાથી શોધવામાં મદદ કરવા માટે લાઇન અપ છે. ડેટિંગ માટે ઇવ ખૂબ જ ઉત્સાહિત છે.

મહિલાએ મુકી કેટલીક શરતો

34 વર્ષની ઈવે કેટલીક શરતો મૂકી છે જેને તે તેના જીવનસાથીમાં જોવા માંગે છે. તેનું કહેવું છે કે તેના ભાવિ પતિની ઉંમર 27 થી 40 વર્ષની વચ્ચે હોવી જોઈએ અને તેની ઉંચાઈ ઓછામાં ઓછી 6 ફૂટ હોવી જોઈએ. આ ઉપરાંત, તે રમુજી અને શાર્પ માઈન્ડનો હોવો જોઈએ. ઉપરાંત, તેણી ઇચ્છે છે કે તેનો ભાવિ પતિ રમત-ગમતમાં સારો હોવો જોઈએ અને એક સારો કોમ્યુનિકેટર હોવો જોઈએ.

આ પણ વાંચો - US: ગર્ભ નિરોધક ગોળીઓ ખરીદવી હવે અમેરિકામાં આઈડ્રોપ્સ ખરીદવા જેટલી સરળ, ઉંમરની કોઈ મર્યાદા નહીં

આ પણ વાંચો - US : અમેરિકાના અમીરોની યાદીમાં જયશ્રી ઉલ્લાલ અને નીરજા સેઠી સહિત ચાર ભારતીય મહિલાઓ છે અબજોની માલિક

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે

ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ

Tags :
Advertisement

.

×