Banaskantha : ઘરે જતી બે બહેનો પાસે નરાધમો આવ્યા, એકનું અપહરણ કરી કારમાં દુષ્કર્મ આચર્યું અને પછી..!
- Banaskantha નાં દાંતીવાડામાં યુવતીનું અપહરણ બાદ દુષ્કર્મ
- બહેનો ઘરે જતી હતી તે દરમિયાન બની ઘટના
- કારમાં આવેલા અજાણ્યા શખ્સોએ કિશોરીનું અપહરણ કરી આચર્યું દુષ્કર્મ
બનાસકાંઠામાં (Banaskantha) દુષ્કર્મની હૈયું કંપાવતી ઘટના બની છે. ઘરે જતી બહેનો સાથે ઇકો ગાડીમાં આવેલા અજાણ્યા શખ્સોએ બીભત્સ માગણીઓ કરી હતી. આથી, બંને યુવતી જીવ બચાવવા દોડી તો આરોપીઓએ તેમનો પીછો કરી એક યુવતીનું અપહરણ કરી કારમાં દુષ્કર્મ આચર્યું હતું. ત્યાર બાદ પીડિતાને પાલનપુર ગઢ નજીક છોડી નરાધમો ફરાર થયા હતા. આ મામલે પોલીસે અજાણ્યા ઇસમો સામે ગુનો નોંધી તેમની શોધખોળ આદરી છે.
આ પણ વાંચો - Dipika Patel Suicide : કોર્પોરેટર ચિરાગ સોલંકીની કલાકો સુધી પૂછપરછ, ચોંકાવનારા ખુલાસા થવાની વકી
બે બહેનો દૂધ ભરાવી ઘરે જતી ત્યારે બની ઘટના
બનાસકાંઠા જિલ્લાનાં (Banaskantha) દાંતીવાડા તાલુકામાં આવેલા એક ગામમાં બે બહેનો દૂધ ભરાવીને ઘરે જઈ રહી હતી, ત્યારે એક ઇકો ગાડી તેમની પાસે આવી હતી અને કારમાં બેઠેલા અજાણ્યા શખ્સોએ યુવતીઓ પાસે બીભત્સ માગણી કરી હતી. આથી, યુવતીઓ ડરી ગઈ હતી અને ત્યાંથી ભાગી હતી. જો કે, નરાધમોએ અહીં જ નહીં અટક્યા અને યુવતીઓનો પીછો કર્યો હતો. દરમિયાન, બે પૈકી 18 વર્ષીય યુવતીનું આરોપીઓએ અપહરણ કર્યું હતું. ત્યાર બાદ બંને આરોપીઓએ ગાડીમાં વારા ફરતી યુવતી સાથે દુષ્કર્મ આચર્યું હતું અને પછી પાલનપુરનાં ગઢ નજીક યુવતીને ઉતારી ફરાર થયા હતા.
આ પણ વાંચો - Mehsana : ઊંઝા હાઈવે પર ગાય સાથે અથડાતા ઇકો કાર ડિવાઇડર કૂદી પટકાઈ, બે લોકોના મોત
કારમાં દુષ્કર્મ આચરી પીડિતાને ઉતારી નરાધમો ફરાર થયાં
પીડિતાએ વિમળા વિદ્યાલયની સામે આવેલા પેટ્રોલ પંપ પર જઈ પરિવારને ફોન કરીને સમગ્ર આપવીતી વર્ણવી હતી. પીડિતાનો પરિવાર પોલીસ સાથે ત્યાં પહોંચ્યો હતો અને ત્યારબાદ પોલીસ મથકે પીડિતાને લઈ જઈ અજાણ્યા શખ્સો વિરુદ્ધ ફરિયાદ નોંધી હતી. દાંતીવાડા પોલીસે (Dantiwada Police) પીડિતાનું મેડિકલ ચેકઅપ કરાવી આરોપીઓની શોધખોળ આદરી છે.
આ પણ વાંચો - અમદાવાદ-ભુજ Namo Bharat Rapid Railમાં નવેમ્બર સુધીમાં એક લાખથી વધુ લોકોએ મુસાફરી કરી


