Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

B.Ed - M.Ed કોલેજમાં લાલીયાવાડી સામે એક્શન, કેન્દ્રીય શિક્ષા વિભાગે NCTEને કાર્યવાહી કરવા આપ્યો છૂટો દોર

2900 કોલેજોમાં ચાલતી લાલીયાવાડી NCTEને ધ્યાને આવી છે. તેમાં વિદ્યાર્થીઓની હાજરી અને નિયમ પાલનમાં બેદરકારી દેખાઈ
b ed   m ed  કોલેજમાં લાલીયાવાડી સામે એક્શન  કેન્દ્રીય શિક્ષા વિભાગે ncteને કાર્યવાહી કરવા આપ્યો છૂટો દોર
Advertisement
  • 2900 કોલેજોમાં ચાલતી લાલીયાવાડી NCTEને ધ્યાને આવી
  • વિદ્યાર્થીઓની હાજરી અને નિયમ પાલનમાં બેદરકારી દેખાઈ
  • NCTE 31 માર્ચ સુધીમાં 2900 કોલેજ સામે કરશે સખત કાર્યવાહી

બી.એડ-એમ.એડ કોલેજમાં લાલીયાવાડી સામે એક્શન લેવામાં આવશે. જેમાં 2900 કોલેજોમાં ચાલતી લાલીયાવાડી NCTEને ધ્યાને આવી છે. તેમાં વિદ્યાર્થીઓની હાજરી અને નિયમ પાલનમાં બેદરકારી દેખાઈ છે. NCTE 31 માર્ચ સુધીમાં 2900 કોલેજ સામે સખત કાર્યવાહી કરશે. જેમાં કેન્દ્રીય શિક્ષા વિભાગે NCTEને કાર્યવાહી કરવા છૂટો દોર આપ્યો છે.

રાજસ્થાનમાં 457 કોલેજો જે 4 વર્ષના BA-B.Ed અને B.Sc-B.Ed અભ્યાસક્રમો ચલાવતી હતી તે બંધ થવાના આરે

રાજસ્થાનમાં 457 કોલેજો જે 4 વર્ષના BA-B.Ed અને B.Sc-B.Ed અભ્યાસક્રમો ચલાવતી હતી તે બંધ થવાના આરે છે. આ અભ્યાસક્રમોની જગ્યાએ ઇન્ટિગ્રેટેડ ટીચર એજ્યુકેશન પ્રોગ્રામ (ITEP) શરૂ કરવાનો હતો, પરંતુ નેશનલ કાઉન્સિલ ફોર ટીચર એજ્યુકેશન (NCTE) એ હજુ સુધી તેને માન્યતા આપી નથી. NCTE એ દરેક કોલેજ પાસેથી 1.77 લાખ રૂપિયા એકઠા કર્યા હતા, જે કુલ 8.08 કરોડ રૂપિયા થાય છે. પરંતુ માન્યતાના અભાવે આ કોલેજોનું ભવિષ્ય જોખમમાં છે. આ નિર્ણય રાષ્ટ્રીય સ્તરે લેવામાં આવ્યો છે, જ્યાં 4 વર્ષના B.Ed કોર્સને બંધ કરવાની જાહેરાત કરવામાં આવી છે.

Advertisement

વિદ્યાર્થીઓના પ્રવેશના અભાવે આ સત્ર 2025-26 શૂન્ય સત્ર બનવાનો ભય

દરમિયાન, રાજસ્થાનમાં PTET 2025 માટેની અરજી પ્રક્રિયા, જે 4 વર્ષના B.Ed કોર્સમાં પ્રવેશ માટે હતી, તેને મુલતવી રાખવામાં આવી છે. હવે બે વર્ષના B.Ed. માં પ્રવેશ માટેની અરજી પ્રક્રિયા કોર્ષ ચાલી રહ્યો છે, જેના માટે ઉમેદવારો 7 એપ્રિલ સુધી ઓનલાઈન અરજી કરી શકે છે. NCTE એ 3 માર્ચ સુધીમાં 457 કોલેજોનું નિરીક્ષણ કરીને તેમને 4 વર્ષના ITEP કોર્ષ માટે માન્યતા આપવાની હતી. પરંતુ NCTE ટીમે હજુ સુધી આ કોલેજોની મુલાકાત લીધી નથી કે તેમને માન્યતા આપી નથી. આ કારણે, નવા સત્ર 2025-26 માં આ કોર્ષમાં પ્રવેશ શક્ય બનશે નહીં. જો આ અંગે ટૂંક સમયમાં કોઈ નિર્ણય લેવામાં નહીં આવે, તો વિદ્યાર્થીઓના પ્રવેશના અભાવે આ સત્ર 2025-26 શૂન્ય સત્ર બનવાનો ભય છે.

Advertisement

ગયા વર્ષે, NCTE એ 4 વર્ષના BA-B.Ed અને B.Sc-B.Ed અભ્યાસક્રમો બંધ કરી દીધા હતા

ગયા વર્ષે, NCTE એ 4 વર્ષના BA-B.Ed અને B.Sc-B.Ed અભ્યાસક્રમો બંધ કરી દીધા હતા અને તેના સ્થાને નવો 4 વર્ષનો ITEP અભ્યાસક્રમ શરૂ કરવાનો આદેશ જારી કર્યો હતો. દર વર્ષે લગભગ 50 હજાર વિદ્યાર્થીઓ આ કોર્ષમાં પ્રવેશ લે છે. પરંતુ ITEP કોર્સ શરૂ ન થવાને કારણે, આ વખતે 50 હજાર વિદ્યાર્થીઓ આ 4 વર્ષના કોર્સમાં પ્રવેશ લઈ શકશે નહીં, જેના કારણે તેમનું ભવિષ્ય જોખમમાં મુકાયું છે. નવી જોગવાઈઓ હેઠળ, NCTE એ B.Ed કોલેજોને આ કોર્ષ ચલાવવા માટે માન્ય ધોરણો પૂર્ણ કરવાનો નિર્દેશ આપ્યો હતો. પરંતુ કોલેજો દ્વારા ફી વસૂલવા છતાં, NCTE એ નિરીક્ષણ માટે ટીમ મોકલી ન હતી, જેના કારણે કોલેજોમાં આ કોર્સના ધોરણો પૂર્ણ થઈ રહ્યા છે કે નહીં તે તપાસી શકાયું ન હતું. આનાથી રાજ્યના કોલેજ સંચાલકોમાં રોષ ફેલાયો છે કારણ કે ITEP અભ્યાસક્રમો માટેની અરજીઓ રદ કરવામાં આવી રહી છે અથવા કોલેજોને કારણદર્શક નોટિસ જારી કરવામાં આવી રહી છે.

આ પણ વાંચો: Defence News : હવે લદ્દાખમાં '72 Division'ની દિવાલ, ભારતીય સેનાએ ચીનના ખતરાનો સામનો કરવા માટે બનાવ્યો પ્લાન

Tags :
Advertisement

.

×