Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Surat : બસમાં વગર ટિકિટ મુસાફરી કરનાર સામે કાર્યવાહી, 30થી વધુ પેસેન્જરો ટિકિટ વગર ઝડપાયા

સુરતમાં બસમાં વગર ટિકિટે મુસાફરી કરનારા સામે કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. બસમામ 30 થી વધુ પેસેન્જરો ટિકિટ વગર ઝડપાયા હતા.
surat   બસમાં વગર ટિકિટ મુસાફરી કરનાર સામે કાર્યવાહી  30થી વધુ પેસેન્જરો ટિકિટ વગર ઝડપાયા
Advertisement
  • સુરતમાં બસમાં વગર ટિકિટે મુસાફરી કરનાર સામે કાર્યવાહી
  • પાલિકાના જાહેર પરિવહન સેવાના ચેરમેને કરી તપાસ
  • ચેરમેન સોમનાથ મરાઠેએ વિજિલન્સ ટીમ સાથે કર્યું ચેકિંગ
  • BRTS અને સિટી બસમાં અનેક પેસેન્જરો ટિકિટ વગર મળ્યા

સુરત શહેરમાં દોડતી બીઆરટીએસ અને સીટી બસમાં ટિકિટ વિના મુસાફરી કરતા પેસેન્જરો સામે કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. પાલિકાના જાહેર પરિવહનના ચેરમેન જાતે મેદાને ઉતર્યા હતા. સોમનાથ મરાઠે પોતાની વિજિલન્સ ટીમ સાથે ચેકીંગમાં ઉતર્યા હતા. અલગ અલગ બસ સ્ટેશનો પર ચેકીગ હાથ ધરવામાં આવ્યું હતું.

Advertisement

30 થી પણ વધુ પેસેન્જરનોને ટિકિટ વિના ઝડપી પાડ્યા

બીઆરટીએસ અને સીટી બસમાં ટિકિટ વિના મુસાફરી કરતા અનેક પેસેન્જરો મળી આવ્યા હતા. રૂપિયા 50 થી 100 રૂપિયા સુધીનો તમામને દંડ કરવામાં આવ્યા હતા. ટિકિટ વિના ઝડપાયેલા પેસેન્જરો વિજિલન્સ ટીમ જોડે સંઘર્ષમાં ઉતર્યા હતા. દંડ ભરવાનો આવતા જ પેસેન્જરોએ અવનવા બહાના બતાવ્યા હતા. જો કે વિજિલન્સ ટીમ દ્વારા કડક કાર્યવાહી કરી 30 થી પણ વધુ પેસેન્જરનોને ટિકિટ વિના ઝડપી પાડ્યા હતા. છેલ્લા એક માસની અંદર દોઢ લાખ સુધીનો દંડ વસૂલવામાં આવ્યો હતો. જ્યારે કસૂરવાર ડ્રાઈવર અને કંડક્ટર સામે બ્લેક લિસ્ટથી લઈ સસ્પેન્ડ સુધીની કાર્યવાહી કરવામાં આવી હતી.

Advertisement

આ પણ વાંચોઃ Gujarat rain : મોડાસા અને મેઘરજમાં ધમાકેદાર વરસાદ, હાઇવે પર પાણી ભરાતા વાહન ચાલકોને મુશ્કેલી

બસની અંદર પેસેન્જર માટે સેલ્ફ ટીકીટ લેવાની વ્યવસ્થા કરવામાં આવી

સુરત મહાનગર પાલિકાના જાહેર પરિવહન ચેરમેન સોમનાથ મરાઠેએ જણાવ્યું હતું કે, બીઆરટીએસ બસની અંદર પેસેન્જર માટે સેલ્ફ ટીકીટ લેવાની વ્યવસ્થા કરવામાં આવી છે. કંડક્ટર લેસ બસ છે. ભારતની અંદર સૌથી મોટું નેટવર્ક ધરાવતું બીઆરટીએસ કોરીડોર આપણી પાસે 108 કિલોમીટરનો છે. સુરતમાં 450 સંપૂર્ણ ઈલેક્ટ્રીક બસ બીઆરટીએસમાં આપણે દોડાવી રહ્યા છીએ. એટલી સુંદર વ્યવસ્થા છે કે ગાડીની અંદર કેમેરા છે. એસી છે. તેમજ સ્થાનકમાં પણ સીસીટીવી છે. સિક્યુરીટી છે. પરંતું અમુક પેસેન્જરો છે તેમને જ્યારે દંડ કરવા માટે પકડતા હોઈએ છીએ. અમુક પેસેન્જરોને આપણે જ્યારે દંડ કરવા માટે પકડા હોઈએ છીએ. પુખ્ત વયના હોય એના માટે 100 રૂપિયા અને બાળક હોય તેના માટે 50 રૂપિયા દંડ ફટકારવામાં આવ્યો હતો. તેમજ સરળ પાસની યોજના લાવ્યા છીએ. પેસેન્જરોને અમે હાથ જોડીને વિનંતી કરીએ છીએ કે ટીકીટ લેવી.

આ પણ વાંચોઃ VADODARA : ફરી બોગસ બર્થ સર્ટિફિકેટ મળી આવ્યું, શખ્સની અટકાયત

Tags :
Advertisement

.

×