Rashmika Mandanna સાથેની મુસાફરીમાં મોતને નજીકથી જોયું, Shraddha Das એ ખોલ્યા રાઝ
- રશ્મિકા મંદાના અને શ્રદ્ધા દાસ એક જ ફ્લાઇટમાં મુસાફરી કરી રહ્યા હતા
- ફ્લાઇટ ક્રેશ થતા રહી ગઇ હોવાનો અનુભવ શ્રદ્ધાએ વર્ણવ્યો
- રશ્મિકા મંદાના એક મીઠી વ્યક્તિ હોવાનું તેણીએ જણાવ્યું
Shraddha Das Talks On Rashmika Mandanna : તે સફર રશ્મિકા મંદાના સાથેનો છેલ્લો સફર બની શકતો હતો. જેમાં લોકપ્રિય અભિનેત્રી શ્રદ્ધા દાસ સાથે તેઓ મુસાફરી કરી રહ્યા હતા. શ્રદ્ધાએ તાજેતરની વાતચીતમાં આ વાતનો ખુલાસો કર્યો હતો. આ ઘટના ત્યારે બની જ્યારે બંને અભિનેત્રીઓ ફ્લાઇટમાં સાથે મુસાફરી કરી રહી હતી અને અચાનક ફ્લાઇટમાં ટેકનિકલ ખામી સર્જાઈ હતી. શ્રદ્ધા દાસના મતે, તેણીને એવું લાગ્યું કે, તે મૃત્યુનો સામનો કરી રહી છે. જો કે, ફ્લાઇટનું ઇમરજન્સી લેન્ડિંગ કરતા એક મોટી દુર્ઘટના ટળી ગઈ હતી.
શ્રદ્ધા દાસે નજીકથી મૃત્યુને જોવાનો પોતાનો અનુભવ વર્ણવ્યો
શ્રદ્ધા દાસે (Shraddha Das Talks On Rashmika Mandanna) વાતચીતમાં આ ઘટનાને યાદ કરતાં કહ્યું કે તે રશ્મિકા મંદાનાની સાથે મુંબઈથી હૈદરાબાદ મુસાફરી કરી રહી હતી. દરમિયાન ફ્લાઇટમાં ટેકનિકલ ખામી સર્જાઈ હતી અને તેને ઇમરજન્સી લેન્ડિંગ કરાવવું પડ્યું હતું. તે ક્ષણે, તેણીને એવું લાગ્યું કે, વિમાન લગભગ ક્રેશ થવાનું છે. શ્રદ્ધાના મતે, તે ફ્લાઇટમાં પહેલી વાર રશ્મિકા મંદાનાને મળી હતી. શ્રદ્ધાના મતે, "રશ્મિકા અને મારો ફ્લાઇટનો અનુભવ સાથે હતો, જ્યાં અમારી ફ્લાઇટ લગભગ ક્રેશ થઈ ગઈ હતી. હું તે સમયે તેને મળી હતી. તે ખૂબ જ મધુર વ્યક્તિ છે."
શ્રદ્ધા દાસ કોણ છે ?
38 વર્ષીય શ્રદ્ધા દાસ (Shraddha Das Talks On Rashmika Mandanna) એક મોડેલ અને અભિનેત્રી છે. તે તેલુગુ અને હિન્દી ફિલ્મોમાં કામ કરવા માટે જાણીતી છે. તેણીએ 2008 માં અલ્લારી નરેશ અને મંજરી ફડનીસ અભિનીત ફિલ્મ "સિદ્દુ ફ્રોમ સિકાકુલમ" થી ફિલ્મી કારકિર્દીની શરૂઆત કરી હતી. તેણીની હિન્દી ફિલ્મ "લાહોર" 2010 માં રિલીઝ થઈ હતી, જેમાં તેણીએ અનાહદની મુખ્ય ભૂમિકા ભજવી હતી. શ્રદ્ધાએ "દિલ તો બચ્ચા હૈ જી", "ઝિદ", "ગ્રેટ ગ્રાન્ડ મસ્તી", "બાબુમોશાય બંદૂકબાજ" અને "સર્ચ: ધ નૈના મર્ડર કેસ" જેવી હિન્દી ફિલ્મોમાં કામ કર્યું છે. હિન્દી અને તેલુગુ ઉપરાંત, તેણીએ કન્નડ, મલયાલમ, બંગાળી અને અંગ્રેજી ફિલ્મોમાં પણ કામ કર્યું છે.
રશ્મિકા મંદાનાના કેરિયરની ઝાંખી
રશ્મિકા મંદાનાની (Shraddha Das Talks On Rashmika Mandanna) વાત કરીએ તો, તે દક્ષિણ ભારતીય અને હિન્દી બંને ફિલ્મોમાં લોકપ્રિય અભિનેત્રી બની છે. તેણી ૨૦૨૫માં અત્યાર સુધીમાં પાંચ ફિલ્મોમાં દેખાઈ છે: "ચાવા", "સિકંદર", "કુબેરા", "થામા" અને "ધ ગર્લફ્રેન્ડ". તેની આગામી ફિલ્મોમાં "કોકટેલ 2" અને "માયસા"નો સમાવેશ થાય છે.
આ પણ વાંચો ----- Samantha Ruth Prabhu ના રિલેશનશીપને લઇને અટકળો તેજ


