Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

BSE Sensex માં 600 પોઈન્ટનો ઉછાળો, અદાણીના શેર હજું પણ લાલ

સપ્તાહના છેલ્લા ટ્રેડિંગ દિવસે શુક્રવારે શેરબજારમાં હરિયાળી જોવા મળી સેન્સેક્સમાં 600 પોઈન્ટનો ઉછાળો નિફ્ટી 180 પોઈન્ટના ઉછાળા સાથે ટ્રેડ થઈ રહ્યો છે અદાણી સ્ટોક્સ હજુ પણ લાલ BSE Sensex : અદાણી ગ્રૂપના ચેરમેન અબજોપતિ ગૌતમ અદાણી વિરુદ્ધ અમેરિકામાં તપાસના...
bse sensex માં 600 પોઈન્ટનો ઉછાળો  અદાણીના શેર હજું પણ લાલ
Advertisement
  • સપ્તાહના છેલ્લા ટ્રેડિંગ દિવસે શુક્રવારે શેરબજારમાં હરિયાળી જોવા મળી
  • સેન્સેક્સમાં 600 પોઈન્ટનો ઉછાળો
  • નિફ્ટી 180 પોઈન્ટના ઉછાળા સાથે ટ્રેડ થઈ રહ્યો છે
  • અદાણી સ્ટોક્સ હજુ પણ લાલ

BSE Sensex : અદાણી ગ્રૂપના ચેરમેન અબજોપતિ ગૌતમ અદાણી વિરુદ્ધ અમેરિકામાં તપાસના સમાચારની અસર ગઈ કાલે શેરબજાર પર દેખાઈ હતી અને સેન્સેક્સ અને નિફ્ટી દિવસભર ઘટાડા સાથે લાલ નિશાનમાં ટ્રેડ થઈ રહ્યા હતા. પરંતુ સપ્તાહના છેલ્લા ટ્રેડિંગ દિવસે શુક્રવારે શેરબજારમાં હરિયાળી જોવા મળી રહી છે. બોમ્બે સ્ટોક એક્સચેન્જના 30 શેરોવાળા સેન્સેક્સ (BSE Sensex)માં 600 પોઈન્ટનો ઉછાળો જોવા મળી રહ્યો છે, જ્યારે નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી 180 પોઈન્ટના ઉછાળા સાથે ટ્રેડ થઈ રહ્યો છે. દરમિયાન, અદાણી સ્ટોક્સ હજુ પણ લાલ દેખાઈ રહ્યા છે.

સેન્સેક્સમાં 600નો ઉછાળો આવ્યો

ગઈકાલના ઘટાડા બાદ શુક્રવારે BSE સેન્સેક્સ મજબૂત ઉછાળા સાથે ખુલ્યો હતો. સેન્સેક્સે 77,349.74 ના સ્તરે ટ્રેડિંગ શરૂ કર્યું, તેના અગાઉના 77,155 ના બંધની તુલનામાં લગભગ 200 પોઈન્ટ્સનો વધારો થયો અને થોડીવારમાં, વેગ પકડીને, તે 608 પોઈન્ટ ચઢીને 77,764 ના સ્તરે પહોંચ્યો. બીજી તરફ, NSE નિફ્ટીએ પણ 181.30 પોઈન્ટ્સનો વેગ પકડ્યો હતો અને તે 23,541.10ના સ્તરે પહોંચ્યો હતો.

Advertisement

અદાણીના શેરમાં આજે પણ મોટો ઘટાડો

અબજોપતિ ગૌતમ અદાણીની શેરબજારમાં લિસ્ટેડ કંપનીઓમાં ગઈકાલે અમેરિકામાં તપાસના સમાચાર આવ્યા બાદ હોબાળો થયો હતો. શુક્રવારે પણ અદાણી સ્ટોક્સ લાલ નિશાન પર ખુલ્યા હતા. ફ્લેગશિપ કંપની અદાણી એન્ટરપ્રાઈઝ (અદાણી એનેટ શેર) ના શેર્સ ઘટાડા સાથે ખુલ્યા છે અને 2 ટકા નીચે ટ્રેડ થઈ રહ્યા છે. આ સિવાય અમેરિકામાં જેની તપાસ ચાલી રહી છે તે કંપની અદાણી ગ્રીન એનર્જીના શેરમાં 8.76 ટકાનો ઘટાડો થઈ રહ્યો છે.

Advertisement

અદાણી પોર્ટ્સ શેર (4.09%), અદાણી પાવર શેર (3.56%), અદાણી ટોટલ ગેસ (3.63%), અદાણી એનર્જી સોલ્યુશન્સ (5.72%) અને અદાણી વિલ્મર શેર (2.34%) ખોટ સાથે વેપાર કરી રહ્યા છે. બીજી તરફ એસીસી શેર, અંબુજા સિમેન્ટ શેર અને એનડીટીવીના શેરમાં નજીવો વધારો જોવા મળી રહ્યો છે.

આ પણ વાંચો-----કેન્યાએ Adani Group સાથે ડીલ કરી રદ, અમેરિકામાં આક્ષેપો બાદ નિર્ણય

ગ્રીન ઝોનમાં 1462 શેર ખૂલ્યા

શુક્રવારે શેરબજારમાં ઉછાળા વચ્ચે લગભગ 1462 કંપનીઓના શેર ગ્રીન ઝોનમાં ઉછાળા સાથે ખૂલ્યા હતા, જ્યારે 889 શેરો ઘટાડા સાથે લાલ નિશાનમાં ખુલ્યા હતા. 119 શેરની સ્થિતિમાં કોઈ ફેરફાર થયો નથી.

બેન્કિંગ શેરોએ બજારને ટેકો આપ્યો

ગુરુવારના ઘટાડા પછી, સપ્તાહના છેલ્લા ટ્રેડિંગ દિવસે શુક્રવારે બેંકિંગ શેરોએ બજારને ટેકો આપ્યો હતો. ICICI બેન્ક શેર, SBI શેર, IndusInd શેર લગભગ 1-2 ટકા ઉછળ્યો. આ સિવાય મિડકેપ કંપનીઓમાં સમાવિષ્ટ SJVN શેર (4.54%), ગોદરેજ પ્રોપર્ટીઝ શેર (3.42%), Paytm શેર (2.80%) ટ્રેડ થઈ રહ્યા હતા. સ્મોલકેપ કંપનીઓમાં EKI શેર 9.98%, કોપરાન શેર 8.29% અને DCAL શેર 6.92% વધીને ટ્રેડ થઈ રહ્યો હતો.

ગઈકાલે બજારમાં કોહરામ મચ્યો હતો

આ પહેલા ગુરુવારે છેલ્લા કારોબારી દિવસે શેરબજારમાં નાસભાગનું વાતાવરણ જોવા મળ્યું હતું. દિવસભર ઘટાડા સાથે કારોબાર કર્યા બાદ 30 શેરો વાળા પ્રમુખ સેન્સેક્સ 422 પોઈન્ટ ઘટીને બંધ થયો હતો જ્યારે નિફ્ટી પણ 171 પોઈન્ટ ઘટીને બંધ થયો છે. દરમિયાન, અદાણી શેર્સમાં 20 ટકાનો ઘટાડો થયો હતો અને અદાણી જૂથના માર્કેટ કેપમાં રૂ. 2.5 લાખ કરોડનો ઘટાડો થયો હતો.

આ પણ વાંચો----અમેરિકાથી આવેલા અદાણીના સમાચાર બાદ Stock Market કડડભૂસ..

Tags :
Advertisement

.

×