Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

રાહુલ ગાંધીના હિંદુઓ પર નિવેદન બાદ હવે સંત સમાજમાં પણ નારાજગી

આજે સોમવારના દિવસ લોકસભામાં ભારે હોબાળો જોવા મળ્યો હતો. કોંગ્રેસ સાંસદ અને લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીના આજે હિંદુઓ અંગેના નિવેદન બાદ PM મોદી, ગૃહમંત્રી અમિત શાહ સહિત દિગ્ગજ ભાજપના નેતાઓ નારાજગી વ્યક્ત કરી હતી. ભાજપના જોરદાર પ્રહાર બાદ હવે...
રાહુલ ગાંધીના હિંદુઓ પર નિવેદન બાદ હવે સંત સમાજમાં પણ નારાજગી
Advertisement

આજે સોમવારના દિવસ લોકસભામાં ભારે હોબાળો જોવા મળ્યો હતો. કોંગ્રેસ સાંસદ અને લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીના આજે હિંદુઓ અંગેના નિવેદન બાદ PM મોદી, ગૃહમંત્રી અમિત શાહ સહિત દિગ્ગજ ભાજપના નેતાઓ નારાજગી વ્યક્ત કરી હતી. ભાજપના જોરદાર પ્રહાર બાદ હવે સંત સમાજમાં પણ આ નિવેદન પર નારાજગી જોવા મળી રહી છે. હવે સ્વામી અવધેશાનંદ ગિરીએ રાહુલ ગાંધીના નિવેદન પર વાંધો ઉઠાવ્યો છે. તેમજ રાહુલ ગાંધીને માફી માંગવા અપીલ કરી હતી.

સંત સમાજે રાહુલના નિવેદન પર ઉઠાવ્યો વાંધો

કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીના ગૃહમાં હિંદુઓ અંગેના નિવેદન પર ભાજપે લોકસભામાં જોરદાર પ્રહારો કર્યા છે. પણ આ એક ટ્રેલર જ હતું કારણ કે, હવે દેશભરમાં રાહુલ ગાંધીના નિવેદન પર વિરોધ જોવા મળી રહ્યો છે. રાહુલ ગાંધીના હિંદુવાદી નિવેદનને કારણે હવે સંતોએ પણ પોતાનો વિરોધ વ્યક્ત કર્યો છે. સ્વામી અવધેશાનંદ ગિરીએ રાહુલ ગાંધીના નિવેદન પર વાંધો ઉઠાવ્યો છે. તેમજ રાહુલ ગાંધીને માફી માંગવા અપીલ કરી હતી. તેમણે કહ્યું કે, હિંદુઓ દરેકમાં તેમના ભગવાન જુએ છે. હિંદુઓ કહે છે કે આખી દુનિયા તેમનો પરિવાર છે. આ સાથે અવધેશાનંદે કહ્યું કે હિંદુઓને હિંસક કહેવું અથવા તેઓ નફરત ફેલાવે તે કહેવું યોગ્ય નથી. આવી વાતો કરીને રાહુલ ગાંધી સમગ્ર સમાજને બદનામ અને અપમાનિત કરી રહ્યા છે. હિંદુ સમાજ ઘણો ઉદાર છે. આ એક એવો સમાજ છે જે હંમેશા દરેકના કલ્યાણ, સુખ અને સન્માન માટે પ્રાર્થના કરે છે. સ્વામી અવધેશાનંદ ગિરીએ કહ્યું કે, રાહુલ ગાંધી વારંવાર કહે છે કે હિંદુઓ હિંસક છે અને હિંદુઓ નફરત પેદા કરે છે… હું તેમના આ શબ્દોની નિંદા કરું છું. તેમણે આ શબ્દો પાછા લેવા જોઈએ. સમગ્ર સમાજને દુઃખ થયું છે અને સંત સમાજમાં ગુસ્સો છે... તેઓએ આ માટે માફી માંગવી જોઈએ.

Advertisement

Advertisement

લોકસભામાં રાહુલ ગાંધીએ શું કહ્યું હતું?

લોકસભામાં રાષ્ટ્રપતિના અભિભાષણ પર આભાર પ્રસ્તાવ પર બોલતા વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ કહ્યું હતું કે, બંધારણ પર સંગઠિત હુમલા કરવામાં આવી રહ્યા છે. રાહુલ ગાંધીએ કહ્યું- શિવજીનો ફોટો જુઓ, જમીનમાં ત્રિશૂળ કોતરેલું છે. તે અહિંસાની વાત કરે છે. તમે લોકો આખો દિવસ પોતાને હિંદુ કહો છો અને હિંસાની વાતો કરો છો. તમે લોકો (ભાજપના સાંસદો તરફ ઈશારો કરીને) હિંદુ નથી. રાહુલ ગાંધીએ કહ્યું કે, પોતાને હિંદુ કહેનારા આ લોકો હિંદુ નથી, ભાજપે અયોધ્યાના લોકોના મનમાં ડર જગાડ્યો છે, હિંદુઓ ભય ફેલાવી શકતા નથી. આ પછી તેમણે ભગવાન શિવની તસવીર લહેરાવી અને એમ પણ કહ્યું કે ભાજપ ભય ફેલાવી રહી છે.

આ પણ વાંચો - લોકસભામાં રાહુલ ગાંધીના નિવેદન પર હોબાળો, મોદી, શાહ બાદ નડ્ડાએ ઉઠાવ્યો વાંધો

આ પણ વાંચો - Rahul Gandhi in Lok Sabha : ઓમ બિરલા પર કોંગ્રેસ નેતાના અંગત પ્રહાર

Tags :
Advertisement

.

×