અકસ્માત સર્જાયા બાદ ટોળાએ આરોપી તથ્ય પટેલને માર્યો ઢોર માર, Video
અમદાવાદ શહેરના ઇસ્કોન ફ્લાયઓવર પર ગત મોડી રાત્રીએ એક ભયાનક માર્ગ અકસ્માતમાં 9 લોકોના મોત થયા છે, જ્યારે 13 લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા. આ અકસ્માત સરખેજ-ગાંધીનગર (SG) હાઈવે પર ઈસ્કોન મંદિર પાસે થયો હતો. આ દુર્ઘટના ગુરુવારે સવારે લગભગ 1 વાગ્યાની આસપાસની કહેવાય છે. આ અકસ્માતનો આરોપી તથ્ય પટેલનો હાલમાં હોસ્પિટલમાં સારવાર માટે રાખવામાં આવ્યો છે.
આરોપી તથ્ય પટેલને ઢોર માર માર્યો
સોલા સિવિલ હોસ્પિટલના મેડિકલ ઓફિસર કૃપા પટેલે જણાવ્યું હતું કે, "12 લોકોને હોસ્પિટલમાં લાવવામાં આવ્યા હતા, જેમાંથી 9 ના મોત થયા હતા." તેમણે કહ્યું કે ઘાયલોની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. આ સમગ્ર ઘટનાને અંજામ આપનાર તથ્ય પટેલનો ગત મોડી રાત્રીનો એક વીડિયો વાયરલ થઇ રહ્યો છે જેમા તેને બ્રિજ પર અમુક લોકોએ ઘેરી લીધો હતો અને ઢોર માર માર્યો હતો. મળતી માહિતી અનુસાર, જે સમયે આ અકસ્માત થયો તે પછી ત્યા હાજર ટોળાએ ભેગા મળી જેગુઆર કાર ચાલક તથ્ય પટેલને બ્રિજ પર જ પકડી લીધો હતો અને ત્યા જ તેને મેથીપાક આપ્યો હતો. હાલ તથ્ય પટેલ સિમ્સ હોસ્પિટલ ખાતે સારવાર હેઠળ છે.
ઘાયલોને હોસ્પિટલમાં દાખલ કરાયા
ગુજરાત પોલીસે જણાવ્યું કે આ અકસ્માતમાં 13 લોકો ઘાયલ થયા છે. આ અકસ્માત રાત્રે 1.15 કલાકે થયો હતો. ઘાયલોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે જ્યાં તેમની સારવાર ચાલી રહી છે. હિટ એન્ડ રનમાં સામેલ જેગુઆર કારના ડ્રાઈવર તથ્ય પટેલને પણ ઈજાઓ થઈ હોવાનું પોલીસે જણાવ્યું હતું. ઈસ્કોન મંદિર પાસે આવેલ ફ્લાયઓવર હાલ હંગામી ધોરણે બંધ છે.
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, એસયુવી કારે ડમ્પરને પાછળથી ટક્કર મારી હતી, જે બાદ અફરા-તફરી મચી ગઈ હતી. પાછળથી આવી રહેલી લક્ઝરી કાર, જેની સ્પીડ 100 કિલોમીટર પ્રતિ કલાકની હોવી જોઈએ, તેણે ત્યાં એકઠા થયેલા લોકોને કચડી નાખ્યા. મૃતકોમાં બોટાદ અને સુરેન્દ્રનગરના યુવકોનો પણ સમાવેશ થાય છે.
આ પણ વાંચો – અમદાવાદમાં ફરી એકવાર વિસ્મય શાહ કેસનું પુનરાવર્તન, 10 લોકોના થયા મોત
આ પણ વાંચો – AHMEDABAD NEWS : ઇસ્કોન બ્રિજ પર મોડી રાત્રે ગોઝારો અકસ્માત, કોન્સ્ટેબલ સહિત 10 નાં મોત
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ


