ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Surat : હોટેલ બાદ હવે ફરી એકવાર flight ને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી!

સુરતમાં હોટેલ બાદ ફરી flight ને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી વડોદરા-ગોવા જતી ફ્લાઇટને બોમ્બથી ઊડાવવાની ધમકી મળી ફલાઇટમાં બોમ્બ મુકાયો હોવાની ઇ-મેઈલ દ્વારા આપી ધમકી ફ્લાઇટને ઇમર્જન્સી સુરત એરપોર્ટ પર કરાવવી પડી લેન્ડિંગ રાજ્યમાં હોટેલ બાદ ફરી એકવાર ફ્લાઇટને...
08:20 PM Oct 27, 2024 IST | Vipul Sen
સુરતમાં હોટેલ બાદ ફરી flight ને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી વડોદરા-ગોવા જતી ફ્લાઇટને બોમ્બથી ઊડાવવાની ધમકી મળી ફલાઇટમાં બોમ્બ મુકાયો હોવાની ઇ-મેઈલ દ્વારા આપી ધમકી ફ્લાઇટને ઇમર્જન્સી સુરત એરપોર્ટ પર કરાવવી પડી લેન્ડિંગ રાજ્યમાં હોટેલ બાદ ફરી એકવાર ફ્લાઇટને...
  1. સુરતમાં હોટેલ બાદ ફરી flight ને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી
  2. વડોદરા-ગોવા જતી ફ્લાઇટને બોમ્બથી ઊડાવવાની ધમકી મળી
  3. ફલાઇટમાં બોમ્બ મુકાયો હોવાની ઇ-મેઈલ દ્વારા આપી ધમકી
  4. ફ્લાઇટને ઇમર્જન્સી સુરત એરપોર્ટ પર કરાવવી પડી લેન્ડિંગ

રાજ્યમાં હોટેલ બાદ ફરી એકવાર ફ્લાઇટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતા દોડધામ મચી જવા પામી હતી. વડોદરા-ગોવાની ફ્લાઇટનને (Vadodara Goa Flight) બોમ્બથી ઉડાવી દેવાની ધમકીભર્યો ઇ-મેઇલ મળતા ફ્લાઇટનું સુરત એરપોર્ટ (Surat Airport) ખાતે ઇમરજન્સી લેન્ડિંગ કરાવવાની ફરજ પડી હતી. એરપોર્ટ પોલીસ, ફાયરની ટીમ અને ડોગ સ્કવોડની ટીમ દ્વારા ફ્લાઇટનું સઘન ચેકિંગ કરાયું હતું. જ્યારે, ફ્લાઇટમાં સવાર તમામ મુસાફરોને સુરત એરપોર્ટ પર ઉતારી દેવાયા હતા.

આ પણ વાંચો - Gir Somnath : BJP નાં નેતાના પુત્રનું અકસ્માતમાં મોત, બુલેટ લઈને રાજકોટ જતો હતો યુવાન

ફરી એકવાર ફ્લાઈટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી!

રાજ્યમાં ફરી એકવાર ફ્લાઇટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી હતી. આ વખતે વડોદરાથી ગોવા જતી ફ્લાઇટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકીભર્યો ઇ-મેઇલ મળતા ફ્લાઇટને તાત્કાલિક ધોરણે સુરત એરપોર્ટ (Surat Airport) પર ઇમરજન્સી લેન્ડિંગ કરાવ્યું હતું. ત્યાર બાદ એરપોર્ટ પોલીસ, ફાયરની ટીમ (Fire Team) અને ડોગ સ્કવોડની ટીમ દ્વારા મુસાફરોને ફ્લાઇટમાંથી સુરક્ષિત બહાર કાઢીને ચેકિંગ હાથ ધરાયું હતું. તમામ મુસાફરોને સુરત એરપોર્ટ પર ઉતરાવાની ફરજ પડી હતી.

આ પણ વાંચો - Amreli : દિવાળીનાં બે દિવસ પહેલા ભૂકંપનો આંચકો, આ વિસ્તારોમાં ધરતી ધ્રુજી

સુરત એરપોર્ટ પર ફ્લાઇટનું કરાયું ઇમરજન્સી લેન્ડિંગ

પ્રાથમિક અહેવાલ અનુસાર, ગોવા જતી ફ્લાઇટ વડોદરાથી ઉપડી ગયા બાદ આ ધમકીભર્યો ઇ-મેઈલ મળ્યો હતો. જણાવી દઈએ કે, ગઈકાલે રાજકોટની (Rajkot) ફાઈવ સ્ટાર હોટેલો સહિત 10 હોટેલને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપતો મેઈલ મળ્યો હતો. રાજકોટની (Rajkot) ઇમ્પીરિયલ પેલેસ, સયાજી હોટેલ, સિઝન્સ હોટેલ અને હોટેલગ્રાન્ડ રેજંસી સહિત 10 હોટેલોને એક સાથે આ ધમકીભર્યો ઇ-મેઈલ મળ્યો હતો. બોમ્બની ધમકીનો મેઈલ આવતા રાજકોટ શહેર પોલીસ દોડતી થઈ હતી અને તપાસ હાથ ધરી હતી. જ્યારે થોડા દિવસ પહેલા અમદાવાદમાં (Ahmedabad) ઈન્ડિગો ફલાઇટમાં બોમ્બની ધમકી અંગેનું એક ટ્વીટ સામે આવ્યું હતું. જો કે, તપાસ કરાતા કોઈ શંકાસ્પદ વસ્તુ મળી નહોતી.

આ પણ વાંચો - Rajkot : દિવાળી ટાણે પરિવાર પર આભ ફાટ્યું, બે માસૂમોએ પિતાની છત્રછાયા ગુમાવી

Tags :
AhmedabadAirport PoliceBomb Threat EmailBreaking News In GujaratiCrime NewsFire Team and Dog Squad TeamGujarat FirstGUJARAT FIRST NEWSGujarati breaking newsGujarati NewsIndiGo Flight Bomb ThreatLatest News In GujaratiNews In GujaratiRajkot HotelsSurat AirportVadodara Goa Flight
Next Article