Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

વેગનરના વિદ્રોહ બાદ પુતિને PM મોદીને યાદ કર્યા, જાણો શું કરી ચર્ચા

પુતિને ભારતના PM મોદી સાથે ફોન પર વાત કરી હતી. વાતચીત દરમિયાન, મોદીએ પુતિનને સિસ્ટમની સ્થિરતા અને સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે રશિયન નેતૃત્વની નિર્ણાયક કાર્યવાહી માટે તેમની સમજણ અને સમર્થન વ્યક્ત કર્યું. તમને જણાવી દઈએ કે, રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને...
વેગનરના વિદ્રોહ બાદ પુતિને pm મોદીને યાદ કર્યા  જાણો શું કરી ચર્ચા
Advertisement

પુતિને ભારતના PM મોદી સાથે ફોન પર વાત કરી હતી. વાતચીત દરમિયાન, મોદીએ પુતિનને સિસ્ટમની સ્થિરતા અને સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે રશિયન નેતૃત્વની નિર્ણાયક કાર્યવાહી માટે તેમની સમજણ અને સમર્થન વ્યક્ત કર્યું.

તમને જણાવી દઈએ કે, રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ફોન કર્યો અને તેમની સાથે અનેક મુદ્દાઓ પર ચર્ચા કરી. રાષ્ટ્રપતિ પુતિને PM મોદી સાથે વેગનરના વિદ્રોહ અને યુક્રેન સાથે ચાલી રહેલા યુદ્ધ અંગે ચર્ચા કરી છે. આ સાથે પુતિને PM મોદીને રશિયાના પગલા વિશે પણ માહિતી આપી હતી.

Advertisement

રોયટર્સના અહેવાલ મુજબ વ્લાદિમીર પુતિને PM મોદી સાથે ફોન પર યુક્રેનની આસપાસની સ્થિતિ અને વેગનર ગ્રૂપના બળવાને કારણે ઉભી થયેલી સ્થિતિ વિશે વાત કરી હતી. પુતિને PM મોદી સાથે ચર્ચા કરી કે કેવી રીતે મોસ્કોએ વેગનર વિદ્રોહને ઉકેલ્યો.

Advertisement

આખી વાતચીતમાં શું થયું?

મીડિયા રિપોર્ટ્સનું માનીએ તો બંને વિશ્વ નેતાઓએ એકબીજા સાથે ફોન પર વાત કરી છે. ક્રેમલિને કહ્યું છે કે રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને આજે ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે ટેલિફોન કોલ પર વાત કરી હતી, જેમાં તેઓએ યુક્રેનની આસપાસની સ્થિતિ અને મોસ્કોમાં સશસ્ત્ર વિદ્રોહ અંગે ચર્ચા કરી હતી. આ દરમિયાન તેણે તેના ઉકેલ વિશે પણ વાત કરી. વાતચીત દરમિયાન, મોદીએ પુતિનને સિસ્ટમની સ્થિરતા અને સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે રશિયન નેતૃત્વની નિર્ણાયક કાર્યવાહી માટે તેમની સમજણ અને સમર્થન વ્યક્ત કર્યું.

આ પણ વાંચો : શું ચીનના દાણા પાણી ભરાઈ ગયા છે !, અમેરિકાએ બાયો ચડાવી, ભારત પાસે માંગી મદદ

Tags :
Advertisement

.

×