Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Ahmedabad : વટવામાં બુલેટ ટ્રેનની કામગીરી દરમિયાન દુર્ઘટના, 15 ટ્રેન આંશિક રદ કરવામાં આવી

વટવાના રિંગરોડ પાસેના બ્રિજની બાજુમાં કામગીરી દરમિયાન ક્રેન તૂટી પડી હતી
ahmedabad    વટવામાં બુલેટ ટ્રેનની કામગીરી દરમિયાન દુર્ઘટના  15 ટ્રેન આંશિક રદ કરવામાં આવી
Advertisement
  • વટવા પાસેના બ્રિજ નજીક કામગીરી દરમિયાન ક્રેન તૂટી
  • પોલીસ અને ફાયર બ્રિગેડ પહોંચી હતી ઘટનાસ્થળે
  • સદનસીબે ક્રેન તૂટવાની દુર્ઘટનામાં કોઈ જાનહાનિ નહીં

Ahmedabad : અમદાવાદના વટવામાં બુલેટ ટ્રેનની કામગીરી દરમિયાન દુર્ઘટના સર્જાઇ છે. જેમાં વટવાના રિંગરોડ પાસેના બ્રિજની બાજુમાં કામગીરી દરમિયાન ક્રેન તૂટી પડી હતી. તેમાં પોલીસ અને ફાયર બ્રિગેડ ઘટના સ્થળે પહોંચી હતી. તથા સદનસીબે ક્રેન તૂટવાની દુર્ઘટનામાં કોઈ જાનહાનિ થઇ નથી. ઉલ્લેખનીય છે કે બુલેટ ટ્રેન ટ્રેક લોન્ચર તૂટી પડવાના કારણે 25 ટ્રેન રદ કરવામાં આવી છે.

15 ટ્રેન આંશિક રદ કરવામાં આવી છે. તેમજ 5 ટ્રેન રિ-શિડ્યુલ કરાઇ

15 ટ્રેન આંશિક રદ કરવામાં આવી છે. તેમજ 5 ટ્રેન રિ-શિડ્યુલ કરાઇ છે. તેમજ 6 ટ્રેન ડાયવર્ટ કરવામાં આવી છે. ક્રેન સીધી રેલવે ટ્રેક પર પડતાં રેલ વ્યવહારને અસર પહોંચી છે. તેમજ રેલવે પોલીસે અને બુલેટ ટ્રેન અધિકારીઓ ઘટના સ્થળે પહોંચ્યા છે. તથા ક્રેન હટાવવાની કામગીરી શરૂ કરાઈ છે. રાત્રે લગભગ 11વાગ્યે, વટવા (અમદાવાદ નજીક) ખાતે વાયડક્ટ બાંધકામ માટે ઉપયોગમાં લેવાતી સેગમેન્ટલ લોન્ચિંગ ગેન્ટ્રી કોંક્રિટ ગર્ડર્સનું લોન્ચિંગ પૂર્ણ કરીને પરત ફરી રહી હતી. ભૂલથી લોન્ચિંગ ગેન્ટ્રી તેની જગ્યાએથી લપસી ગઈ. આના કારણે નજીકની રેલવે લાઇનને અસર થઈ છે.

Advertisement

NHSRCL ના વરિષ્ઠ અધિકારીઓ પોલીસ અને ફાયર સર્વિસના અધિકારીઓ સાથે ઘટનાસ્થળે હાજર

NHSRCL ના વરિષ્ઠ અધિકારીઓ પોલીસ અને ફાયર સર્વિસના અધિકારીઓ સાથે ઘટનાસ્થળે હાજર છે અને પરિસ્થિતિ પર નજર રાખી રહ્યા છે. કોઈ જાનહાનિના અહેવાલ નથી. નિર્માણાધીન માળખાને કોઈ નુકસાન થયું નથી. બુલેટ ટ્રેનની કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે.

Advertisement

અસારવા બ્રિજ 22 ફેબ્રુઆરીથી એક મહિના માટે બંધ

અસારવા બ્રિજ 22 ફેબ્રુઆરીથી એક મહિના માટે બંધ છે. તેમજ વાહન ચાલકોને તકલીફ ન પડે તે માટે વૈકલ્પિક રસ્તાની વ્યવસ્થા કરવામાં આવી છે. જેમાં દિલ્હી દરવાજા, દરિયાપુર દરવાજા, અને પ્રેમ દરવાજાથી આવતા લોકો ઈદગાહ સર્કલ અને ઈદગાહ બ્રિજ તરફ જઈ શકશે. ગિરધર નગર સર્કલ પર થઈ અસારવા ક્રોસિંગથી જમણી બાજુ વળી શકશે. તથા સરસપુર, ગોમતીનગર અને બાપુનગર તરફથી આવતા લોકો અસારવા બ્રિજની નીચે થઈ સિવિલ હોસ્પિટલ અથવા ગિરધર નગર સર્કલ તરફ જઈ શકશે.

આ પણ વાંચો: Chhota Udepur : સટુન ગામે ઢોંગી ભુવાનો વિજ્ઞાન જાથાની ટીમે કર્યો પર્દાફાશ

Tags :
Advertisement

.

×