Ahmedabad: કલેક્ટર કચેરી ખાતે બેઠકનો ધમધમાટ, આપાતકાલીન સમયે પહોંચી વળવા અપાશે તાલીમ
- અમદાવાદ કલેક્ટર ઓફીસમાં બેઠકનો ધમધમાટ
- જિલ્લામાં સિવિલ ડિફેન્સની તાલીમને લઇ બેઠક
- દરેક ગામ સુધી સિવિલ ડિફેન્સની તાલીમ મળે તેવું આયોજન
- લોકોમાં એક પ્રકારની જાગૃતતા આવે તે માટે તાલીમ
- લોકોને ડરવાની જરૂર નથી પરંતુ જાગૃતતા જરૂરી: કલેક્ટર
અમદાવાદ કલેક્ટર કચેરી ઓફીસમાં બેઠકોનો ધમધમાટ શરૂ થયો છે. જિલ્લામાં સિવિલ ડિફેન્સની તાલીમને લઈ બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે. તેમજ દરે ગામ સુધી સિવિલ ડિફેન્સની તાલીમ મળે તેવું આયોજન કરવામાં આવ્યું છે. લોકોમાં એક પ્રકારની જાગૃતિ લાવવા માટે તાલીમનું પણ આયોજન કરવામાં આવનાર છે.
આપાતકાલીન સમયે પહોંચી વળવા તાલીમનું આયોજન
તેમજ સરકારી અધિકારીઓની ટીમને પણ તાલીમ આપવામાં આવશે. આપાતકાલીન સમયે કેવી રીતે બચવું તે અંગે તાલીમ કેમ્પનું આયોજન કરવામાં આવશે. આગામી એક બે દિવસમાં તાલીમ શરૂ કરવામાં આવશે. આ તાલીમમાં પોલીસ, હોમગાર્ડ જવાન, શિક્ષણાધિકારી સહિતની ટીમને તાલીમ અપાશે. તેમજ જિલ્લા પંચાયત સહિતના અધિકારીઓની ટીમ તાલીમ આપશે.
લોકોએ ડરવાની જરૂર નથી: સુજીત કુમાર (અમદાવાદ કલેક્ટર)
ભારત-પાકિસ્તાન વચ્ચે યુદ્ધની સ્થિતિને લઈ અમદાવાદ જિલ્લા કલેક્ટર સુજીત કુમારે જણાવ્યું હતું કે, ફેક મેસેજ પર કોઈ રિએક્શન કરવાની જરૂર નથી. કોઈ અનિચ્છનિય બનાવ બને તે તાત્કાલીક જે તે અધિકારીને જાણ કરવી. દરેક ગામ સુધી અવરનેસ પહોંચાડવામાં આવે તે જરૂરી છે. તેમજ લોકોએ ડરવાની જરૂર નથી. પરંતું જાગૃતતા જરૂરી છે.
આ પણ વાંચોઃ LIVE: India- Pakistan War : 'કોઈપણ આતંકવાદી કૃત્યને યુદ્ધ ગણવામાં આવશે', ભારત સરકારનો સ્પષ્ટ સંદેશ
તમામ લોકોને તાલીમ આપવામાં આવશે
તેમજ કલેક્ટર કચેરીના અધિકારી દ્વારા જણાવ્યું હતું કે, બેઠકમાં અમદાવાદ જિલ્લા કલેક્ટર સુજીત કુમાર હાજર હતા. એસપી તેમજ તમામ જિલ્લાના અધિકારીઓ હાજર હતા. તેમજ તેઓ દ્વારા એનએસએસ, એનસીસી તેમજ જેટલા પણ કમિટીનાં મેમ્બર્સ છે. તે તમામને કેવી રીતે મોકડ્રીલ આપવામાં આવે છે. તેમજ સાયરન વાગે ત્યારે તેનો શું મેસેજ હોય છે. કારણ કે સાયરન ત્રણ પ્રકારના હોય છે. તેમજ સુરક્ષાની વ્યસ્થા કેવી રીતે કરવી તે તમામ પ્રકારની તાલીમ આપવામાં આવશે.
આ પણ વાંચોઃ KUTCH : કચ્છના કલેક્ટરે લોકોને 'નાગરિક ધર્મ' નિભાવવા અપીલ કરી
Beta feature
Beta feature


