Ahmedabad: ખ્યાતિ હોસ્પિટલ કાંડમાં ક્રાઈમ બ્રાંચને મળી મોટી સફળતા
- ગાંધીનગર આરોગ્ય વિભાગનો કર્મચારી સકંજામાં આવ્યો
- લાખોની સંખ્યામાં ખોટા આયુષ્યમાન કાર્ડ એપ્રૂવ કર્યા
- મિલાપ પટેલની ગાંધીનગરમાંથી કરાઈ ધરપકડ
Ahmedabad: Khyati Hospital કાંડમાં ક્રાઈમ બ્રાંચે મોટી કાર્યવાહી કરી છે. જેમાં ગાંધીનગર આરોગ્ય વિભાગનો કર્મચારી સકંજામાં આવ્યો છે. તેમાં લાખોની સંખ્યામાં ખોટા આયુષ્યમાન કાર્ડ એપ્રૂવ કર્યા હતા. જેમાં મિલાપ પટેલની ગાંધીનગરમાંથી ધરપકડ કરાઈ છે. તેમજ 10 દિવસ પહેલાં પકડાયેલી ગેંગ સાથે કનેક્શન નીકળ્યું છે. મિલાપ પટેલ 2017થી કોન્ટ્રાક્ટના આધારે કામગીરી કરતો હતો.
ખ્યાતિ હોસ્પિટલ (Khyati Hospital)'કાંડ' માં મોટા માથાઓ હજુ પણ પોલીસ પકડથી દૂર
Ahmedabadની ખ્યાતિ હોસ્પિટલ (Khyati Hospital) 'કાંડ' માં મોટા માથાઓ હજુ પણ પોલીસ પકડથી દૂર છે. આ ઘટનાને કેટલાય દિવસ વિત્યા છતાં માત્ર ડૉ. પ્રશાંત વજિરાણીની જ ધરપકડ કરવામાં આવી છે, જ્યારે અન્ય આરોપી હાલ પણ ફરાર છે. ત્યારે પોલીસની કામગીરીને લઈ લોકોમાં અનેક સવાલ થઈ રહ્યા છે. દરમિયાન, માહિતી મળી છે કે આ કેસની વધુ તપાસ ક્રાઇમ બ્રાન્ચને સોંપવામાં આવી હતી અને ક્રાઇમ બ્રાન્ચની ટીમ ખ્યાતિ હોસ્પિટલ (Khyati Hospital) પહોંચી હતી અને તપાસ આદરી હતી.
Khyati Hospital scandal : ખ્યાતિકાંડમાં ક્રાઈમ બ્રાંચની મોટી કાર્યવાહી
ગાંધીનગરનો આરોગ્ય વિભાગનો કર્મચારી સકંજામાં
લાખોની સંખ્યામાં ખોટા આયુષ્યમાન કાર્ડ એપ્રૂવ કર્યા
મિલાપ પટેલની ગાંધીનગરમાંથી કરાઈ ધરપકડ@irushikeshpatel @mohfw_gujarat #KhyatiHospitalscandal #CrimeBranch… pic.twitter.com/vozIUSH1EB— Gujarat First (@GujaratFirst) December 27, 2024
જણાવી દઈએ કે, આ મામલે વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં (Vastrapur Police Station) ડો. પ્રશાંત વજિરાણી, હોસ્પિટલનાં ડાયરેક્ટર ચિરાગ રાજપૂત, હોસ્પિટલનાં ચેરમેન કૌશિક પટેલ, સર્જન ડૉ. સંજય પટોળિયા, ડૉ. રાજશ્રી કોઠારી એમ 5 લોકો સામે ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. જ્યારે અત્યાર સુધી તમામ આરોપીઓની ધરપકડ થઈ નથી. આથી, લોકોમાં પોલીસની કામગીરીને લઈ અનેક સવાલ થઈ રહ્યા છે કે શું ખ્યાતિ હોસ્પિટલનાં મોટા નામોને છાવરવામાં આવી રહ્યા છે ? શું રાજકીય શરણ હેઠળ હોસ્પિટલનાં મોટા માથા બહાર ફરે છે ? ખ્યાતિ હોસ્પિટલનાં ચેરમેન, ડાયરેક્ટર વિદેશ ફરાર થઇ ગયા કે શું? ખ્યાતિ 'કાંડ' ના પાપીઓ ફરાર થયા કે કરી દેવાયા ?
આ પણ વાંચો: Surat: સગીર પાસેથી 100 ના દરની 51 જેટલી બનાવટી ચલણી નોટો મળી આવી, ક્યાથી આવી આ નકલી નોટો?
આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ PMJAY યોજનાની નવી SOP જાહેર કરી
આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ PMJAY યોજનાની નવી SOP જાહેર કરી છે. અમદાવાદમાં ખ્યાતિ હોસ્પિટલ જેવા કાંડ રોકવા સરકાર દ્વારા હોસ્પિટલો માટે નવી SOP જાહેર કરવામાં આવી છે. PMJAY હેઠળ એમ્પેનલ હોસ્પિટલ માટે વધુ કડક નિયમો બનાવાયા છે. કેટલાક નિયમોની વાત કરવામાં આવે તો, કાર્ડિયોલોજીની સેવામાં હોસ્પિટલોમાં ફુલ ટાઈમ ડોક્ટરો જરૂરી છે. ખાસ કિસ્સામાં ઇમરજન્સી સારવાર અતિ આવશ્યક હોય એવા સંજોગોમાં ફક્ત કાડિયોલોજિસ્ટ સેવાઓ આપતા સેન્ટર એન્જોપ્લાસ્ટિક કરી શકશે. હોસ્પિટલોએ એન્જિયોગ્રાફી તેમજ એન્જિયોપ્લાસ્ટિકની સીડી વીડિયોગ્રાફી અપલોડ કરવાની રહેશે. તેમજ વીડિયોગ્રાફી પણ કરવી પડશે. દર્દીઓ અને સગાની સંમતિ માટે લેખિતમાં અને વીડિયોગ્રાફી દ્વારા સંમતિ લેવી પડશે.
આ પણ વાંચો: ઐતિહાસિક ક્ષણનું સાક્ષી બન્યું Mundra, અદાણી પોર્ટ ખાતે સૌ પ્રથમવાર LNG સંચાલિત કન્ટેનર જહાજ પહોંચ્યું


