Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

નર્મદા કેનાલ પર થયેલી હત્યા-લૂંટના કેસમાં અમદાવાદ ક્રાઈમ બ્રાંચના મહિલા પીઆઈએ જામીન પર છૂટેલાં Psycho Killer ને પકડ્યો

મોનિષ માળી જેવા જ એક સાયકો કિલરે તાજેતરમાં અડાલજ નર્મદા કેનાલ પર બેસેલા કપલ પૈકી યુવકની હત્યા કરી લૂંટ ચલાવી હતી.
નર્મદા કેનાલ પર થયેલી હત્યા લૂંટના કેસમાં અમદાવાદ ક્રાઈમ બ્રાંચના મહિલા પીઆઈએ જામીન પર છૂટેલાં psycho killer ને પકડ્યો
Advertisement

Psycho Killer : વર્ષ 2018-19માં ગાંધીનગર જિલ્લામાં ત્રણ-ત્રણ લોકોની ગોળી મારીને હત્યા કરનારા સિરિયલ કિલરે હાહાકાર મચાવ્યો હતો. મોનિષ માળી નામના સિરિયલ કિલર (Serial Killer Monish Mali) ને સપ્ટેમ્બર-2019માં ઝડપી લઈ Gujarat ATS ની ટીમે હત્યાનો સિલસિલો અટકાવ્યો હતો. મોનિષ માળી જેવા જ એક સાયકો કિલરે તાજેતરમાં અડાલજ નર્મદા કેનાલ પર બેસેલા કપલ પૈકી યુવકની હત્યા કરી લૂંટ ચલાવી હતી. આ મનોરોગી હત્યારા (Psycho Killer) ને શોધી કાઢવા મથી રહેલી પોલીસ ટીમો પૈકી અમદાવાદ ક્રાઈમ બ્રાંચ (Ahmedabad Crime Branch) સફળ રહી છે. હત્યારાને રાજકોટ જિલ્લાના કાગદડી ગામેથી અટકમાં લેવાયો છે.

Psycho Killer એ લૂંટના ઈરાદે હત્યા અને હત્યાનો પ્રયાસ કર્યો

ગત શુક્રવારની મોડી રાતે ગાંધીનગરના અંબાપુર ગામ પાસેથી પસાર થતી નર્મદા કેનાલ પર બર્થ-ડેની ઊજવણી કરવા કારમાં એક કપલ આવ્યું હતું. સૂમસામ વિસ્તારમાં રાત્રિનો લાભ લઈને એક શખ્સે લૂંટના ઈરાદે કારમાં બેસેલા કપલ પર છરી વડે હુમલો કર્યો હતો. જેમાં યુવક વૈભવ મનવાણીનું મોત નિપજ્યું હતું અને યુવતી ઘાયલ થઈ હતી. લૂંટ વીથ મર્ડરની ઘટના અડાલજ પોલીસ સ્ટેશન (Adalaj Police Station) ની હદમાં બનતા જિલ્લા પોલીસ દોડતી થઈ ગઈ હતી. અડાલજ પોલીસે આ મામલે અજાણ્યા શખ્સ સામે ગુનો નોંધ્યો હતો. પ્રાથમિક તપાસમાં ગુનાહિત ભૂતકાળ ધરાવતો Psycho Killer વિપુલ પરમાર હોવાનું સામે આવ્યું હતું.

Advertisement

આ પણ વાંચો - રાજ્યભરમાં સરકારી બાબુઓ વિરૂદ્ધ ભ્રષ્ટાચારની અરજીઓ કરી લાખોના તોડ કરતા પત્રકારને ACB Gujarat એ પકડ્યો

Advertisement

Psycho Killer ને પકડવા અનેક ટીમો કામે લાગી

નર્મદા કેનાલ પર યુવક-યુવતી પર જીવલેણ હુમલો કરી હત્યા અને લૂંટનો ગુનો આચરનારા આરોપીને પકડવા ગાંધીનગર જિલ્લાની પોલીસ ટીમો કામે લાગી ગઈ હતી. પૂર્વ અમદાવાદ અને દહેગામ પાસેના કડાદરા ગામે રહેતો વિપુલ પરમાર ઉર્ફે વિમલ ઉર્ફે નીલ આરોપી હોવાની ચોક્કસ માહિતી મળતા અમદાવાદ ક્રાઈમ બ્રાંચ પણ આ દિશામાં દોડતી હતી. રિઢા હત્યારાને ઝડપી લેવા પોલીસ ટીમો દિવસ-રાત એક કરીને કામે લાગી હતી. દરમિયાનમાં ક્રાઈમ બ્રાંચના મહિલા પીઆઈ એમ.એસ.ગોહેલ (Madhuri S Gohel PI) અને તેમની ટીમને આજે સફળતા મળી છે. રાજકોટ જિલ્લાના કાગદડી ગામે છુપાયેલા હત્યારા વિપુલ પરમાર (Psycho Killer Vipul Parmar) ને ઝડપી લઈ તેની પાસેથી એક મોબાઈલ ફોન તેમજ કેટલીક રોકડ રકમ કબજે કરી છે.

આ પણ વાંચો - Navratri 2025 : વડોદરામાં ગરબા ગ્રાઉન્ડમાં સ્ટોલ ચલાવતા, સુરતમાં ઢોલ વગાડતા કલાકારો વિધર્મી નીકળ્યા!

માનસિક રોગી એવો વિપુલ અગાઉ પણ હત્યા-લૂંટ કરી ચૂક્યો છે

વર્ષ 2021ના અરસામાં અડાલજ પોલીસ સ્ટેશનની હદમાં આવેલી નર્મદા કેનાલ પર હત્યા અને બે લૂંટ ચલાવી ચૂક્યો છે વિપુલ પરમાર. આ ઉપરાંત ઇન્ફો સિટી પોલીસ સ્ટેશનની હદમાં એક લૂંટ અને પૂર્વ અમદાવાદના નિકોલ પોલીસ સ્ટેશન (Nikol Police Station) ની હદમાં હત્યાના પ્રયાસનો ગુનો આચરી ચૂક્યો છે. વર્ષ 2021માં ગાંધીનગર જિલ્લા એલસીબી (Gandhinagar LCB) એ વિપુલ પરમારની ધરપકડ કરતા તે જેલમાં ધકેલાયો હતો. ગત ઑક્ટોબર-2024માં વિપુલ પરમારને જામીન મળતા તે જેલ મુક્ત થયો હતો.

Tags :
Advertisement

.

×