Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Ahmedabad : GMDC ગ્રાઉન્ડમાં જનમેદની, PM મોદીએ 8 હજાર કરોડનાં વિકાસ કામોની ભેટ આપી

PM મોદીનાં હસ્તે ગુજરાતને 8 હજાર કરોડનાં વિકાસ કામોની ભેટ અમદાવાદના GMDC ગ્રાઉન્ડ ખાતેથી કરોડોનાં વિકાસ કાર્યોનું લોકાર્પણ-ઉદઘાટન ભુજથી અમદાવાદ વચ્ચે દોડશે દેશની પ્રથમ નમો ભારત રેપિડ રેલ Ahmedabad : ગુજરાત પ્રવાસ દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ (PM Narendra Modi)...
ahmedabad   gmdc ગ્રાઉન્ડમાં જનમેદની  pm મોદીએ 8 હજાર કરોડનાં વિકાસ કામોની ભેટ આપી
Advertisement
  1. PM મોદીનાં હસ્તે ગુજરાતને 8 હજાર કરોડનાં વિકાસ કામોની ભેટ
  2. અમદાવાદના GMDC ગ્રાઉન્ડ ખાતેથી કરોડોનાં વિકાસ કાર્યોનું લોકાર્પણ-ઉદઘાટન
  3. ભુજથી અમદાવાદ વચ્ચે દોડશે દેશની પ્રથમ નમો ભારત રેપિડ રેલ

Ahmedabad : ગુજરાત પ્રવાસ દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ (PM Narendra Modi) ગુજરાતને કરોડોનાં વિકાસકામોની ભેટ આપી છે. અમદાવાદનાં GMDC ગ્રાઉન્ડ (GMDC Ground) ખાતેથી વડાપ્રધાન નરેન્દ્ર મોદીનાં હસ્તે 8 હજાર કરોડ રૂપિયાનાં વિકાસકામોની ભેટ રાજ્યને અપાઈ છે. પીએમ મોદીએ રૂ. 8 હજાર કરોડનાં વિકાસ કાર્યોનું ઉદ્ધાટન અને લોકાર્પણ કર્યું છે.

 આ પણ વાંચો - Gandhinagar : RE-INVEST-2024 માં CM ભૂપેન્દ્ર પટેલે કહ્યું- PM મોદી એવા વિઝનરી નેતા છે જે હંમેશાં..!

Advertisement

PM મોદીએ 8 હજાર કરોડનાં વિકાસ કાર્યોનું ઉદ્ધાટન-લોકાર્પણ કર્યું

ગાંધીનગરનાં (Gandhinagar) મહાત્મા મંદિર ખાતેથી 4th ગ્લોબલ રિન્યૂએબલ એનર્જી ઇન્વેસ્ટર્સ મિટ અને એક્ષ્પોનો (4th Global Renewable Energy Investors Meet and Expo) શુભારંભ કરાવ્યા બાદ પીએમ મોદી અમદાવાદનાં (Ahmedabad) GMDC ગ્રાઉન્ડ ખાતે યોજાનારા કાર્યક્રમમાં ભાગ લેવા પહોંચ્યા હતા. અહીં, તેમણે રાજ્યને રૂ. 8 હજાર કરોડનાં વિકાસકામોની ભેટ આપી છે. આ કાર્યક્રમમાં 1 લાખથી વધુ લોકો ઉપસ્થિતિ રહ્યા છે. પીએમ મોદીએ સામખિયાળીથી ગાંધીધામ રેલવે લાઇનનો શિલાન્યાસ કર્યો. સાથે જ દેશની પ્રથમ નમો ભારત રેપિડ રેલને PM મોદીનાં હસ્તે લીલીઝંડી અપાઈ હતી. હવે, ભુજથી અમદાવાદ વચ્ચે દેશની પ્રથમ નમો ભારત રેપિડ રેલ દોડશે.

Advertisement

આ પણ વાંચો - ગાંધીનગર અને અમદાવાદને જોડતી Metro Phase-2 નો પીએમ મોદીએ કરાવ્યો શુભારંભ

ભુજથી અમદાવાદ વચ્ચે દેશની પ્રથમ નમો ભારત રેપિડ રેલ દોડશે

પીએમ મોદી દ્વારા ભેટ કરાયેલ વિકાસકામો હેઠળ અમદાવાદમાં (Ahmedabad) આઇકોનિક રોડનો વિકાસ કરાશે. બાકરોલ, હાથીજણ, રામોલ અને પાંજરાપોળ જંક્શન પર ફ્લાયઓવર બનાવાશે. પીએ મોદીએ 30 મેગાવોટની સોલાર સિસ્ટમનું ઉદઘાટન પણ કર્યું હતું. સાથે જ કચ્છ (Kutch) ખાતે 35 મેગાવોટનાં BESS સોલર પીવી પ્રોજેક્ટનું ઉદઘાટન કર્યું. ઉપરાંત, મોરબી અને રાજકોટમાં (Rajkot) 220 કિલોવોલ્ટ સબસ્ટેશનનું ઉદઘાટન કર્યું. પીએમ મોદીએ નાણાકીય સેવા કેન્દ્રો સત્તામંડળની સિંગલ વિન્ડો IT સિસ્ટમનો શુભારંભ કર્યો. પ્રધાનમંત્રી આવાસ યોજનાનાં 30 હજારથી વધારે મકાનોને મંજૂરી આપી છે, જે હેઠળ PMAY યોજના હેઠળ મકાનોનું નિર્માણ શરૂ કરાશે. સાથે જ PMAY નાં મકાનો લાભાર્થીઓને સુપરત પણ કર્યા છે.

 આ પણ વાંચો - VADODARA : વડાપ્રધાન મોદી વડોદરાવાસીઓને આપશે મોટી ભેટ

Tags :
Advertisement

.

×