Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Ahmedabad : બાંગ્લાદેશમાં હિન્દુઓ પર અત્યાચાર સામે હિન્દુ સંગઠનોનું ઊગ્ર વિરોધ પ્રદર્શન

માનવ અધિકાર દિવસે વલ્લભ સદન ખાતે માનવ સાંકળ બનાવીને વિરોધ નોંધાવવામાં આવ્યો છે.
ahmedabad   બાંગ્લાદેશમાં હિન્દુઓ પર અત્યાચાર સામે હિન્દુ સંગઠનોનું ઊગ્ર વિરોધ પ્રદર્શન
Advertisement
  1. બાંગ્લાદેશમાં હિન્દુઓ પર અત્યાચારને લઈને વિરોધ (Ahmedabad)
  2. અમદાવાદમાં વિવિધ હિન્દુ સંગઠનોનું વિરોધ પ્રદર્શન
  3. VHP ની આગેવાનીમાં હિન્દુ સંગઠનોએ કર્યો વિરોધ

બાંગ્લાદેશમાં હિન્દુઓ પર થઈ રહેલા અત્યાચારનાં વિરોધમાં આજે અમદાવાદ (Ahmedabad) ખાતે વિવિધ હિન્દુ સંગઠનો દ્વારા ઉગ્ર પ્રદર્શન કરવામાં આવ્યું છે. વિશ્વ હિન્દુ પરિષદની (VHP) આગેવાનીમાં વિવિધ હિન્દુ સંગઠનો આ વિરોધ પ્રદર્શનમાં જોડાયા છે. માનવ અધિકાર દિવસે વલ્લભ સદન (Vallabh Sadan) ખાતે માનવ સાંકળ બનાવીને વિરોધ નોંધાવવામાં આવ્યો છે. અમદાવાદનાં મેયર, ધારાસભ્યો પણ આ વિરોધમાં જોડાયા છે.

આ પણ વાંચો - Dahod : મોડી રાતે કપડાંની દુકાનમાં લાગી વિકરાળ આગ, ફાયરની 3 ગાડી તાબડતોબ પહોંચી

Advertisement

બાંગ્લાદેશમાં હિન્દુ મંદિરો અને ઘરોમાં તોડાફોડની ઘટનાઓ બની

બાંગ્લાદેશમાં છેલ્લા અમુક દિવસથી હિન્દુઓ (Hindus in Bangladesh) પર અત્યાચાર ચરમ સીમાએ પહોંચ્યો છે. પાડોશી દેશ બાંગ્લાદેશમાં (Bangladesh) તખ્તા પટલ બાદ ત્યાં રહેતા લઘુમતી હિન્દુઓ નાગરિકો પર અત્યાચારની ઘટનાઓ સતત સામે આવી રહી છે. બાંગ્લાદેશમાં કેટલાક હિન્દુ મંદિરો અને હિન્દુ નાગરિકોનાં ઘરોમાં તોડફોડ કરી આગને હવાલે કરવામાં આવ્યા છે. ત્યારે બાંગ્લાદેશમાં હિન્દુઓ પર અત્યાચારનો વિરોધ દેશ-વિદેશમાં થઈ રહ્યો છે. દરમિયાન, અમદાવાદમાં (Ahmedabad) પણ બાંગ્લાદેશમાં હિન્દુઓ પર થતાં અત્યાચાર સામે વિરોધનાં સૂર રેલાયા છે.

Advertisement

વલ્લભ સદન ખાતે માનવ સાંકળ બનાવી વિરોધ

જણાવી દઈએ કે, આજે અમદાવાદનાં વલ્લભ સદન ખાતે વિશ્વ હિન્દુ પરિષદની (VHP) આગેવાનીમાં વિરોધ પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું છે. આ વિરોધ પ્રદર્શનમાં વિવિધ હિન્દુ સંગઠનો (Hindu Organizations) જોડાયા છે. માનવ અધિકાર દિવસે (Human Rights Day) વલ્લભ સદન ખાતે માનવ સાંકળ બનાવીને વિરોધ કરવામાં આવ્યો છે. બાંગ્લાદેશમાં હિન્દુઓની સુરક્ષાની માગ કરાઈ છે. સાથે જ બાંગ્લાદેશમાં હિન્દુઓ પર થઈ રહેલા અત્યાચારને જલદી રોકવામાં આવે તેવી માગ ઊઠી છે. આ વિરોધ પ્રદર્શનમાં અમદાવાદનાં મેયર પ્રતિભા જૈન, ધારાસભ્ય અમિત ઠાકર, હર્ષદ પટેલ, કૌશિક જૈન, VHP મંત્રી અશોક રાવલ, RRS કાર્યવાહ શૈલેષ પટેલ, BAPS નાં અક્ષર વત્સલ સ્વામી, જગન્નાથ મંદિરનાં દિલીપદાસજી મહારાજ સહિત અનેક અગ્રણીઓ જોડાયા છે.

સૌ એક છે, શાંતિની સ્થાપના થાય એ જરૂરી છે : દિલીપદાસજી મહારાજ

અમદાવાદનાં (Ahmedabad) જમાલુપરનાં જગન્નાથ મંદિરનાં મહંત દિલીપદાસજી મહારાજે (Dilip Dasji Maharaj) કહ્યું કે, બાંગ્લાદેશમાં જે સ્થિતિ થઈ એ યોગ્ય બાબત નથી. બાંગ્લાદેશ જેવા નાના લઘુમતી દેશમાં આવી ઘટના સ્વીકારી ન શકાય. કેન્દ્ર સરકારને ચિન્મય સ્વામીને મુક્ત કરવામાં આવે તે માટે મધ્યસ્થી કરવા માટે અમારી માગ છે. ત્યાં જે બની રહ્યું છે, તે ન થવું જોઈએ. સૌ એક છે, શાંતિની સ્થાપના થાય એ જરૂરી છે.

આ પણ વાંચો - Weather Report : રાજ્યમાં ગુલાબી ઠંડી પડતા લોકો ઠુંઠવાયા! જાણો આગામી દિવસોમાં કેવું રહેશે ઠંડીનું જોર ?

કટ્ટરપંથીઓ દ્વારા થઈ રહેલ અત્યાચાર બંધ થવો જોઈએ : RSS

RSS ના સર કાર્યવાહ ભાનુભાઈ ચૌહાણે (Bhanubhai Chauhan) કહ્યું કે, કટ્ટરપંથીઓ દ્વારા થઈ રહેલ અત્યાચાર બંધ થવો જોઈએ. શાંતિપૂર્ણ પ્રદર્શનમાં ઇસ્કોનના ચિન્મનસ્વામીની (Chinmaya Swami) ધરપકડ યોગ્ય નથી. RSS ભારત સરકારને અપીલ કરે છે કે બાંગ્લાદેશમાં હિન્દુ અને અલ્પસંખ્યકો પર થઈ રહેલા અત્યાચાર બંધ કરાવા માટે જલદી અને યોગ્ય પગલાં લે. જ્યારે ગુજરાત પ્રાંતનાં સંઘચાલક ભરત પટેલે (Bharat Patel) કહ્યું કે, માનવ અધિકાર દિવસે માનવ અધિકારીઓની દુહાઈ આપવામાં આવે છે, પણ સ્થિતિ અલગ છે. કર્તવ્ય પાલન કરવું પડશે, બાંગ્લાદેશમાં જઈ શકવાના નથી પણ અહીં રહીને ત્યાંનાં હિન્દુઓ પ્રત્યે સહાનુભૂતિ બતાવવાની છે. દેશભરમાં વિરોધ થઈ રહ્યો છે, જેનું પરિણામ મળવાનું જ છે.

'બાંગ્લાદેશમાં સાધુ-સંતો અને હિન્દુ સમાજને ન્યાય મળે તેવી માગ છે'

ભાડજ મંદિરના હરિકૃષ્ણદાસજી મહારાજે (Harikrishna Dasji Maharaj) કહ્યું કે, છેલ્લા અમુક મહિના નહીં પણ બાંગ્લાદેશમાં ઘણા વર્ષોથી મંદિરો પર હુમલા થાય છે. ત્યાં મંદિરો પર હુમલો થાય છે, સંતોની હત્યા કરવામાં આવે છે. બાંગ્લાદેશમાં સાધુ-સંતો અને હિન્દુ સમાજને ન્યાય મળે તેવી માગ છે. આ અંગે કડક પગલાં લેવા માટે કેન્દ્ર સરકારને અનુરોધ કરીએ છીએ.

આ પણ વાંચો - Gujarat University: 16 કરોડના કૌભાંડી પ્રોફેસર કમલજીત લખતરિયાને કરાયા ટર્મિનેટ, વાંચો આ અહેવાલ

Tags :
Advertisement

.

×