Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Ahmedabad Iscon bridge Accident : બળાત્કારી પિતાએ પુત્રનો કર્યો બચાવ, જાણો શું કહ્યું...

અમદાવાદના ચકચારી ઇસ્કોન અકસ્માત કેસમાં આરોપી તથ્ય પટેલનો પિતા પ્રજ્ઞેશ પટેલ પોતાના પુત્રના બચાવમાં ઉતારી આવે છે. પત્રકારોના પ્રશ્નોના જવાબ આપતા પ્રગ્નેશે પોતાનો પુત્ર નિર્દોષ હોવાનો લૂલો બચાવ કર્યો હતો. તથ્ય પટેલના પિતા પ્રજ્ઞેશ પટેલનું નિવેદન સામે આવ્યું છે. તેમણે...
ahmedabad iscon bridge accident   બળાત્કારી પિતાએ પુત્રનો કર્યો બચાવ  જાણો શું કહ્યું
Advertisement

અમદાવાદના ચકચારી ઇસ્કોન અકસ્માત કેસમાં આરોપી તથ્ય પટેલનો પિતા પ્રજ્ઞેશ પટેલ પોતાના પુત્રના બચાવમાં ઉતારી આવે છે. પત્રકારોના પ્રશ્નોના જવાબ આપતા પ્રગ્નેશે પોતાનો પુત્ર નિર્દોષ હોવાનો લૂલો બચાવ કર્યો હતો.

તથ્ય પટેલના પિતા પ્રજ્ઞેશ પટેલનું નિવેદન સામે આવ્યું છે. તેમણે જણાવ્યું છે કે, મારા વાઈફ ઉપર રાત્રે ફોન આવ્યો હતો અને કહ્યું કે તથ્યનો એક્સિડન્ટ થયો છે. તે બાદ હું સ્થળ પર ગયો અને જોયું કે ખૂબ જ પબ્લિક ઉભી હતી. અને તથ્ય લોહી લૂહાણ હતો. ત્યાર બાદ તથ્યને ગાડીમાં બેસાડીને નીકળી ગયો અને રસ્તામાંથી પોલીસને ફોન કર્યો હતો. તેમણે પોલીસને જણાવ્યું કે, મારા દીકરાનો એક્સિડન્ટ થયો છે અને તેણે ખૂબ લોહી નીકળવાના કારણે હું તેણે હોસ્પિટલ લઈ જઈ રહ્યો છું. આ સિવાય બીજા બે ત્રણ છોકરા તથ્યની સાથે હતા.

Advertisement

Advertisement

તેમણે ગુજરાત ફર્સ્ટના રિપોર્ટર સાથે વાત કરતા જણાવ્યું કે, ત્યાં પહોંચ્યો ત્યારે મે જોયું કે ત્યાં ઉભેલી પબ્લિક તથ્યને મારતી હતી જેના કારણે મારે ત્યાંથી તથ્યને લઇ જવો પડ્યો હતો. પ્રજ્ઞેશ પટેલે વધુમાં જણાવ્યું કે, આ ખૂબ દુઃખદ ઘટના છે. એક્સિડન્ટમાં માર્યા ગયેલા લોકો પ્રત્યે દુઃખ વ્યક્ત કરું છું. મહત્વનું છે કે હાલમાં તથ્ય સીમ્સ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. અને જે પણ કાયદાકીય કાર્યવાહી થશે તે કરવા તૈયાર છીએ તેવું પ્રજ્ઞેશ પટેલે જણાવ્યું હતું. મહત્વનું છે કે, જે જેગુઆર કારથી અકસ્માત થયો હતો તે કારની નંબર પ્લેટ પણ સરકાર માન્ય નથી અને કાર ભાગીદારના નામે છે. પિસ્તોલ કાઢવાની બાબતે પ્રજ્ઞેશ પટેલે કહ્યું કે, મે આવું કઈંજ નથી કર્યું બીજા કોઈએ કર્યું હોય તો ખબર નથી.

આ બાબત પર વકીલનું પણ નિવેદન સામે આવ્યું છે તેમણે જણાવ્યું છે કે, અજાણતા થતી ઘટના કે એક્સિડન્ટ થાય તેને જ અકસ્માત કહેવાય છે. વકીને જણાવ્યું કે, અગાઉ રોડ વચ્ચે થાર કાર અને ટ્રક વચ્ચે અકસ્માત થયો હતો તેણે હટાવવા કોઈપગલા લેવામાં આવ્યા નહતા. પોલીસ દ્વારા કોઈ બેરીકેડ કે બેરીયર મુકવામાં આવ્યું નહતું. તેમણે કહ્યું, 165 ની સ્પીડ એ ફક્ત બકવાસ વાત છે. એવી કોઈ સ્પીડ નહતી. આ એક તપાસનો વિષય છે. અને તપાસમાં સહભાગી થવા અમે તૈયાર છીએ. રસ્તા પર સ્ટ્રીટ લાઈટો પણ નહતી. આ સિવાય તેમણે જણાવ્યું કે અમે પોલીસને જાણ કરેલી છે અને ડ્રગ્સ કે દારૂનું સેવન કર્યું છે તે વાત એકદમ ખોટી છે.

10 લોકોના કરૂણ મૃત્યુ

આ ભયાનક અકસ્માતમાં પોલીસ કોન્સ્ટેબલ સહિત 10 લોકોના મૃત્યુ નિપજ્યાં છે. જ્યારે આ અકસ્માતમાં 10થી વધુ લોકોને ઈજાઓ પહોંચી છે. તથ્ય પટેલ નામના કાર ચાલકે અકસ્માત સર્જ્યો હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે.

મૃતકોના નામ

નિરવ – ચાંદલોડિયા
અક્ષય ચાવડા – બોટાદ
રોનક વિહલપરા – બોટાદ
ધર્મેન્દ્ર સિંહ (પોલીસ કોન્સ્ટેબલ)
કૃણાલ કોડિયા – બોટાદ
અમન કચ્છી -સુરેન્દ્રનગર
અરમાન વઢવાનિયા – સુરેન્દ્રનગ
નિલેશ ખટિક ઉંમર 38 વર્ષીય (હોમગાર્ડ)

કેવી રીતે થયો અકસ્માત?

મળતી માહિતી મુજબ, અમદાવાદના એસજી હાઈવે પર ગુરુવારે મોડી રાત્રે એક જ જગ્યાએ સતત બે રોડ અકસ્માતો થયા હતા. જેમાં 10 લોકોના મોત થયા હતા, જ્યારે 13 લોકો ઘાયલ થયા હતા. હાઇવે પર એસયુવીએ પાછળથી એક ડમ્પરને ટક્કર મારી હતી. આ પછી રસ્તા પર હોબાળો મચી ગયો હતો અને અકસ્માત જોવા માટે ઘણા રાહદારીઓએ રસ્તો બ્લોક કરી દીધો હતો, જ્યારે કેટલાક લોકોએ ઘાયલોને મદદ કરવાનો પ્રયાસ શરૂ કર્યો હતો. જ્યારે ઘાયલોને હોસ્પિટલમાં મોકલવામાં આવી રહ્યા હતા, ત્યારે એક ઝડપી જગુઆર કાર ભીડમાં ઘૂસી ગઈ હતી.

આ પણ વાંચો : Ahmedabad News : કોણ હતો એ નબીરો જેણે 10 લોકોને કચડ્યા ?, તેના પિતાના નામે પણ છે દુષ્કર્મનો આરોપ

Tags :
Advertisement

.

×