Kankaria Carnival નું શાનદાર જશ્નની જેમ 7 દિવસ માટે કરાયું આયોજન
- 7 દિવસ માટે આ વર્ષો Kankaria Carnival નું આયોજન
- 10 વાગ્યાથી રાત્રે 9 કલાક સુધી Carnival ની મજા માળી શકશો
- દરેક વર્ષની જેમ આ વર્ષ પણ હજારો લોકોની ભીડ જોવા મળશે
Ahmedabad Kankaria Carnival : અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા 25 December થી 31 December સુધી 15 માં Kankaria Carnival નું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના હસ્તે Kankaria Carnival ને ખુલ્લો મુકવામાં આવશે. આ વખતે સવાર, બપોર અને સાંજ આમ 3 સ્લોટમાં આયોજન કરવામાં આવ્યું છે. જેમાં પ્રથમ સ્લોટમાં યોગ, પ્રાણાયામ જેવા કાર્યક્રમો યોજાશે. જ્યારે બપોરે ગેમીંગ નોલેજ સેશન ફોટોગ્રાફી મહેંદી જેવા સેશન પણ યોજાશે. જ્યારે સાંજે સાયરામ દવે, કિંજલ દવે, ગીતા રબારી સહિતના કલાકારો પરફોર્મન્સ આપશે. લોક ડાયરો પોલીસ બેન્ડ, લાફિંગ ક્લબ, સાંસ્કૃતિક જેવા કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. સાથે સૌ પ્રથમ વખત Kankaria Carnival માં ડ્રોન શો પણ યોજાશે.
દરેક વર્ષની જેમ આ વર્ષ પણ હજારો લોકોની ભીડ જોવા મળશે
જોકે વર્ષ 2008 માં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના મુખ્યંમંત્રી તરીકેના કર્યકાળમાં Kankaria Carnival નું આયોજન કરવામાં આવ્યું હતું. તો નિરંતર દરેક વર્ષે આ Kankaria Carnival નું આયોજન કરવામાં આવી રહ્યું છે. જોકે Kankaria Carnival માં વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે. આ Carnival માં સાહિત્ય અને ભારતની સાંસ્કૃતિ સાથે જોડાયેલા કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે. તે ઉપરાંત નાગરિકો માટે વિવિધ સ્પર્ઘાઓનું પણ આયોજન થાય છે. ત્યાર આ વર્ષ પણ વિવિધ પ્રતિયોગિતાઓનું આયોજન કરાયું છે. આશા છે કે આ કાર્યક્રમને નિહાળ માટે દરેક વર્ષની જેમ આ વર્ષ પણ હજારો લોકોની ભીડ જોવા મળશે.
આ પણ વાંચો: Gujarat ના રાજકારણ માટે કોળી સમાજનું સૌથી મોટું અલ્ટીમેટમ
10 વાગ્યાથી રાત્રે 9 કલાક સુધી Carnivalની મજા માળી શકશો
આ વર્ષે 25 December ના રોજ એક ખાસ આયોજન સ્પર્ઘાનું આયોજન કરાયું છે. જેમાં શાળાના બાળકો ભાગ લેશે. આ શાળાના બાળકો ટોફીના કાર્યક્રમથી ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં નામ નોંધાવવા માટે પ્રયત્ન કરશે. તે ઉપરાંત એક ખાસ પરેડનું પણ આયોજન કરવામાં આવ્યું છે. જોકે વિકસિત ભારતની થીમ ઉપર 25 December ના રોજ કાર્યક્રમો તૈયાર કરાવમાં આવ્યા છે. જોકે 25 December થી 31 December સુધી સવારે 10 વાગ્યાથી રાત્રે 9 કલાક સુધી Carnival ની મજા માળી શકશો.
આ પણ વાંચો: Khyati Hospital મામલે અત્યાર સુધીની સૌથી મોટી અપડેટ આવી સામે


