Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Ahmedabad News: આઝાદ સોસાયટીમાં પાણીની ટાંકી ધસી પડી, સ્થાનિકોનું રેસ્ક્યુ કરાયું

બિરઝૂ એપાર્ટમેન્ટમાં ધાબે મુકેલ ટાંકી પડવાની ઘટના ફાયર વિભાગની ટીમ ઘટનાસ્થળે પહોંચી સ્થાનિકોનું રેસ્ક્યુ કરી નીચે ઉતારવામાં આવ્યા Ahmedabad News: અમદાવાદના આઝાદ સોસાયટીમાં પાણીની ટાંકી ધસી પડી છે. જેમાં બિરઝૂ એપાર્ટમેન્ટમાં ધાબે મુકેલ ટાંકી પડવાની ઘટના બની છે. ત્યારે...
ahmedabad news  આઝાદ સોસાયટીમાં પાણીની ટાંકી ધસી પડી  સ્થાનિકોનું રેસ્ક્યુ કરાયું
Advertisement
  • બિરઝૂ એપાર્ટમેન્ટમાં ધાબે મુકેલ ટાંકી પડવાની ઘટના
  • ફાયર વિભાગની ટીમ ઘટનાસ્થળે પહોંચી
  • સ્થાનિકોનું રેસ્ક્યુ કરી નીચે ઉતારવામાં આવ્યા

Ahmedabad News: અમદાવાદના આઝાદ સોસાયટીમાં પાણીની ટાંકી ધસી પડી છે. જેમાં બિરઝૂ એપાર્ટમેન્ટમાં ધાબે મુકેલ ટાંકી પડવાની ઘટના બની છે. ત્યારે ફાયર વિભાગની ટીમ ઘટનાસ્થળે પહોંચી છે. જેમાં સ્થાનિકોનું રેસ્ક્યુ કરી નીચે ઉતારવામાં આવ્યા છે. તાજેતરમાં જ નારણપુર વિસ્તારમાં આવેલા મંગલમૂર્તિ હાઉસિંગમાં પાણીની ટાંકી ધડકાભેર કડકભૂસ થઇ હતી.

રિ-ડેવલોપમેન્ટની પ્રક્રિયા ઝડપથી કરવા માટે માંગણી

ઉલ્લેખનીય છે કે સિમેન્ટની બનેલી પાણી ટાંકી અચાનક તૂટી પડતાં સ્થાનિક રહીશો ઘરની બહાર દોડી આવ્યા હતા. અચાનક પાણીની ટાંકી તૂટી પડતાં આસપાસના ફ્લેટને પણ નુકસાન થયું હોવાનું જાણવા મળ્યું હતુ. જોકે સદનસીબે કોઇ જાનહાનિ થઇ ન હતી. તેમજ સ્થાનિક રહીશો રિ-ડેવલોપમેન્ટની પ્રક્રિયા ઝડપથી કરવા માટે માંગણી કરી છે.

Advertisement

જાણો અગાઉની શું હતી ઘટના

નારણપુરાના શાસ્ત્રીનગર રોડ પર આવેલી મંગલમૂર્તિ હાઉસિંગ સોસાયટીમાં 5 નંબરના બ્લોકમાં આવેલી પાણી ટાંકી અચાનક તૂટી પડી પડતાં લોકો ઘરની બહાર દોડી આવ્યા હતા. 5 હજાર લીટરની પાણીની ટાંકી અચાનક તૂટી પડતાં ઠેર ઠેર પાણી જ પાણી થઇ ગયું હતું. આ ટાંકીના બીમ અને કોલમના સળિયાઓને કાટ લાગી ગયો હોવાથી પાણીના વજનના લીધે ટાંકીનો સ્લેબ તૂટી પડ્યો હતો. જોકે આ ઘટનામાં કોઇ જાનહાનિ થઇ ન હતી.

Advertisement

આ પણ વાંચો: Ahmedabad Rain: અમદાવાદમાં હિલ સ્ટેશન આબુ જેવા દ્રશ્યો સર્જાયા, ધીમી ધારે વરસાદી માહોલ જામ્યો

Tags :
Advertisement

.

×