Ahmedabad: વિપક્ષ નેતાએ સુભાષ બ્રિજની લીધી મુલાકાત, તંત્ર પર કર્યા પ્રહાર
- Ahmedabad ના સુભાષ બ્રિજની શહેઝાદખાને લીધી મુલાકાત
- શહેઝાદખાન પઠાણે તંત્ર અને સરકાર પર કર્યા આક્ષેપ
- વિપક્ષ નેતાએ કહ્યું, બ્રિજ પર દુર્ઘટના બાદ પણ તંત્ર સુધરતું નથી
- કેટલાક બ્રિજમાં માત્ર પેન-પેપરથી ઈન્સ્પેક્શન કરાયું હોવાનો આરોપ
Ahmedabad પૂર્વ અને પશ્ચિમને જોડતા સાબરમતી નદી પર આવેલા એવા સુભાષ બ્રિજ (Subhash Bridge) ને બંધ કરવામાં આવ્યો છે. અચાનક બ્રિજને બંધ કરી દેવાતા અમદાવાદ કોર્પોરેશન વિપક્ષ નેતા શહેઝાદખાન પઠાણ (Shahzad Khan Pathan) હરકતમાં આવ્યા હતા. તેમણે સુભાષ બ્રિજ પર પહોંચીને મુલાકાત લીધી હતી. આ દરમિયાન વિપક્ષ નેતાએ તંત્ર અને ભાજપ સરકાર પર આક્ષેપો કર્યા હતા.
અમદાવાદ (Amc) વિપક્ષ નેતાના પ્રહાર
શહેઝાદખાન પઠાણે સુભાષ બ્રિજની મુલાકાત લઈને નિરીક્ષણ કર્યું હતું. આ દરમિયાન તેમણે તંત્રને આડેહાથે લીધું હતું. તેમણે કહ્યું કે, ગઈકાલે મોટી દુર્ઘટના ઘટતા રહી ગઈ છે. જેના લીધે એએમસી (Amc) એ તાત્કાલિક બ્રિજ બંધ કરવો પડ્યો છે. હાટકેશ્વર બ્રિજ, મોરબી દુર્ઘટના અને ગંભીરા બ્રિજ દુર્ઘટના પછી પણ તંત્ર સુધરતું નથી. કોર્ટે તમામ બ્રિજના ઈન્સ્પેક્શન માટે હુમક કર્યો હતો. શહેઝાદખાને આરોપ કર્યો કે, શહેરમાં 80થી વધુ બ્રિજ આવેલા છે. જેમાંથી 7 બ્રિજ સાબરમતી નદી પર આવેલા છે. તંત્રએ ઈન્સપેક્શનના નામે માત્ર નાટક કર્યું હોવાનો પણ તેમણે આરોપ કર્યો છે. કેટલાક બ્રિજોમાં માત્ર પેન અને પેપર લઈને જ ઈન્સ્પેક્શન કરવામાં આવ્યું હોવાનો તેમણે આક્ષેપ કર્યો છે. શહેઝાદખાને એવી પણ આશંકા વ્યક્ત કરી છે કે, જે રીતે બ્રિજનો સ્પાન બેસી ગયો છે. તે જોતા બ્રિજનું સમારકામ આગામી 4 દિવસમાં પણ પૂર્ણ થાય તેમ લાગતું નથી.
અમદાવાદ (Ahmedabad) નો વ્યસ્ત સુભાષ બ્રિજ બંધ
અમદાવાદ શહેરના જૂના કોટ વિસ્તારમાં પ્રવેશ માટે સુભાષ બ્રિજ મહત્વનો ગણવામાં આવે છે. પૂર્વ અને પશ્ચિમ વિસ્તારને જોડતો હોવાથી આ બ્રિજ સૌથી વ્યસ્ત રહેતો હોય છે. સાબરમતી નદી પર આવેલા સુભાષ બ્રિજ (Subhash Bridge)નો સ્પાન અચાનક બેસી ગયો હતો. સમારકામ માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને તાત્કાલિક 5 દિવસ માટે બ્રિજ પર અવરજવર બંધ કરી છે. બ્રિજ પ્રોજેક્ટ વિભાગ સહિત બિલ્ડિંગ વિભાગની ટીમે બોટમાં બેસીને બ્રિજ નીચે નિરીક્ષણ કર્યું હતું. બ્રિજ ઈન્સ્પેક્શન કન્સલ્ટન્ટની ટીમે પણ ડ્રોનથી સમીક્ષા કરી હતી. બ્રિજ બંધ રહેવાથી શહેરીજનોને 5 દિવસ હાલાકીનો સામને કરવો પડશે.
આ પણ વાંચો-Jamnagar: SJ સિન્ડ્રોમથી દેખાતું બંધ થઈ ગયું!, જીજી હોસ્પિટલે યુવતીને આ રીતે બચાવી લીધી!
Ahmedabad માં વાહનચાલકો માટે વૈકલ્પિક માર્ગ
વર્ષ 1973માં બનેલા સુભાષ બ્રિજ પરથી દૈનિક અંદાજે 1 લાખથી વધુ વાહનચાલકો પસાર થાય છે. જો કે, બ્રિજ બંધ થતા હવે વાહનચાલકોને વૈકલ્પિક માર્ગ અપનાવવો પડશે. સાબરમતી,એરપોર્ટ જવા માટે ચાંદખેડાથી આવતા વાહનચાલકોએ અસારવા સિવિલ તરફ વળવું પડશે. આ માટે વાહનચાલકોએ 13 કિલોમીટરથી વધુ અંતર કાપવું પડશે. જેના માટે વાહનચાલકોને 30 મિનિટથી વધુ સમય લાગી શકે છે. દિલ્લી દરવાજા જવા માટે ચીમનભાઈ પટેલ બ્રિજથી રાણીપ ટર્મિનલ થઈને જવું પડશે. વાડજ સર્કલથી દધિચી બ્રિજ થઈને દિલ્લી દરવાજા, શાહીબાગ અને સિવિલ જઈ શકાશે. આપને જણાવી દઈએ કે, ટ્રાફિક ડાઈવર્ટ થવાથી રાણીપ ડી માર્ટ અને પરીક્ષિતલાલ બ્રિજ સહિત વાડજ સર્કલ પર ટ્રાફિકનું ભારણ પણ વધ્યું છે.
આ પણ વાંચો- Fisheries of Gujarat : ગુજરાતના મત્સ્યઉદ્યોગમાં સૌરાષ્ટ્ર-કચ્છ મોખરે


